• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: સંગીત સેરેમનીમાં મન ભરીને નાચ્યા નિક-પ્રિયંકા અને વિદેશી મહેમાન

|

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડાએ શનિવારે ગાયક નિક જોનસ સાથે ઉમેદ ભવન પેલેસમાં ક્રિશ્ચિયન વેડિંગ કર્યા હતા અને રવિવારે બંનેએ હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા. હાલમાં સમગ્ર સોશિયલ મીડિયા પ્રિયંકા અને નિકના લગ્નના સમાચારોથી ભરેલુ પડ્યુ છે. પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની સંગીત સેરેમનીનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેના પતિ નિક અને તેમના વિદેશી મહેમાન સંગીતની ધૂન પર મન ભરીને નાચતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ જ્યારે તે રાતે નિકે ન કરી Kiss, પ્રિયંકાએ કર્યા પોતાની લવસ્ટોરીના ખુલાસા

દેસી અંદાજમાં નિકે મોહ્યુ સૌનુ મન

દેસી અંદાજમાં નિકે મોહ્યુ સૌનુ મન

રિયંકા અને નિકના વિદેશી મહેમાન દેસી અંદાજમાં ખૂબ જ હસીન લાગી રહ્યા છે. તમે વીડિયો જોઈને આ લગ્નની ભવ્યતાનો અંદાજ લગાવી શકો છો. નિકની એન્ટ્રી આ સંગીત સમારંભમાં સૌથી ભવ્ય લાગી તો પ્રિયંકાએ પણ પોતાની મા સાથે મન ભરીને ઠુમકા લગાવ્યા.

હંમેશાની જેમ ખૂબ જ સુંદર દેખાઈ પ્રિયંકા

હંમેશાની જેમ ખૂબ જ સુંદર દેખાઈ પ્રિયંકા

પ્રિયંકા ચોપડાના લગ્નની સંગીત સેરેમનીના ફોટા આવ્યા છે જેમાં નિક જોનસ, પ્રિયંકા ચોપડા, અંબાણી પરિવાર અને પરિણીતી ચોપડા ભરપૂર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકા ખૂબ ખુશ જોવા મળી રહી છે. પ્રિયંકાએ સંગીતમાં સાડી પહેરી હતી અને એમ કહેવુ ખોટુ નહિ ગણાય કે તે હંમેશાની જેમ ઘણી સુંદર દેખાઈ રહી હતી.

ઓગસ્ટમાં થઈ પ્રિયંકા અને નિકની રોકા સેરેમની

ઓગસ્ટમાં થઈ પ્રિયંકા અને નિકની રોકા સેરેમની

ઉલ્લેખનીય છે કે એક વર્ષના ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા કર્યુ હતુ. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાના સંબંધને પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘ટેકન.... વિધ ઓલ માય હાર્ટ એન્ડ સોલ' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાના ફોટા ફેન્સ સાથે પણ શેર કર્યા હતા.

નિકે પ્રિયંકાને ગ્રીસમાં પ્રપોઝ કર્યુ હતુ

નિકે પ્રિયંકાને ગ્રીસમાં પ્રપોઝ કર્યુ હતુ

નિકે કહ્યુ કે તે જોઈને જ સમજી ગયા હતા કે પ્રિયંકા એ જ છોકરી છે જેની સાથે તે લગ્ન કરવા ઈચ્છતા હતા. નિક જોનસ મુજબ તેમણે પ્રિયંકાને ગ્રીસમાં પ્રપોઝ કર્યુ હતુ. નિકે ઘૂંટણિયે પડીને પ્રિયંકાને કહ્યુ, ‘શું હું આ રિંગ તારા હાથોમાં પહેરાવી શકુ? શું તારી સાથે લગ્ન કરીને હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ બની શકુ અને પ્રિયંકાએ હા પાડી દીધી.'

આ પણ વાંચોઃ કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે

English summary
Priyanka Chopra shared a video and several pictures from the Sangeet ceremony on Instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X