• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રામ ચાહે લીલા... બાદ પ્રિયંકાએ ધર્યો કૅબરે ડાન્સરનો અવતાર!

|

મુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડ ફિલ્મોમાં આયટમ સૉંગ સામે તમામ અભિનેત્રીઓએ જાણે હથિયાર નાંખી દીધા છે. એટલે જ તો લાંબા કૅરિયર દરમિયાન ક્યારેય આયટમ સૉંગ નહીં કરનાર પ્રિયંકા ચોપરાએ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ..., ઝંજીર ફિલ્મમાં પિંકી હૈ દિલવાલોં કી... તથા રામલીલા ફિલ્મમાં રામ ચાહે લીલા... બાદ હવે કૅબરે ડાન્સરનો અવતાર ધર્યો છે.

અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ગુન્ડે ફિલ્મ માટે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ઉપર એક કૅબરે ડાન્સ શૂટ કરાયું છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે રણવીર સિંહ અને અર્જુન કપૂર જેવા કલાકારો પણ છે. આ ગીતનું ડબિંગ તાજેતરમાં જ કરાયુ હતું અને હવે આ કૅબરે ગીતનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આ ગીત આશિકી 2 ફૅમ પલક મુંચાલે ગાયું છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં હૉટ આયટમ સૉંગ કરી સૌના દિલ ધડકાવ્યા હતાં. રામ ચાહે લીલા... આયટમ સૉંગ ખૂબ જ હિટ રહ્યું છે અને હવે ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકાનો કૅબરે ડાન્સર તરીકેનો નવો અવતાર પણ આકર્ષક ભાસી રહ્યું છે.

English summary
Priyanka Chopra is doing cabaret dance in her upcoming movie Gunday. Directed by Ali Abbas Zafar Gunday movie has Ranveer Singh, Arjun Kapoor, Prioyanka Chopra and Irrfan Khan in leads. Gunday Movie is set to release on 14 February next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X