• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: કાબુલથી મુંબઈ આવ્યા હતા બોલિવુડમાં કોમેડીના બાદશાહ અને અસલી ‘કાબુલીવાલા'

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019ની શરૂઆતમાં બોલિવુડ અને હિંદી ફિલ્મોના દિવાના લોકોએ નવા વર્ષની શરૂઆત એક સેડ ન્યૂઝ સાથે કરવી પડી. બોલિવુડના વેટરન એક્ટર અને મહાન લેખક કાદર ખાનનું 81 વર્ષની વયે નિધન થઈ ગયુ. કાદર ખાન કેનાડાની હોસ્પિટલમાં ભરતી હતા અને તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. આજે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોની વાત થાય છે અને કાદરખાન બંને દેશોના મજબૂત સંબંધોની જીવતી જાગતી મિસાલ હતા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અબ્દુલ રહેમાન ખાનના ઘરે કાદર ખાનનો જન્મ થયો. પિતા અફઘાન મૂળના હતા તો મા બલુચિસ્તાન હેઠળ આવતા પિશિનના રહેવાસી હતા. કાદર ખાન કાકર જાતિના હતા અને સંપૂર્ણપણે પશ્તૂન હતા. કાદરખાન વાસ્તવમાં 'અસલી કાબુલીવાલા' હતા જેમણે પોતાની કહાનીઓ અને પોતાના અભિનયથી ચાર દશક સુધી બોલિવુડના રંગમંચને રોશન કર્યુ.

450થી વધુ ફિલ્મો

450થી વધુ ફિલ્મો

જો તમે 90ના દશકમાં મોટા થયા છો તો પછી એ ચાન્સ બહુ ઓછો છે કે તમે કાદર ખાનની ફિલ્મો ન જોઈ હોય. કાદર ખાને પડદા પર તમને બહુ હસાવ્યા પરંતુ તેમણે પોતાના જીવનમાં ખૂબ તકલીફો જોઈ. એક સ્ક્રિપ્ટ રાઈટર તરીતે તેમણે પોતાના કેરિયરની શરૂઆત કરી અને પછી કોમેડીમાં પોતાનો સિક્કો જમાવ્યો. કાદરે 250થી વધુ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી અને 400 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો. કાબુલમાં જન્મેલા કાદરનું બાળપણ એક ખરાબ સપનાથી ઓછુ નહોતુ. તેમના ત્રણ ભાઈ હતા અને ત્રણેનું મૃત્યુ આઠ વર્ષની વયે પહોંચતા પહોંચતા થઈ ગયુ. તેમનો પરિવાર ત્યારબાદ ભારત આવ્યો અને મુંબઈની ઝુગ્ગીઓમાં રહેવા લાગ્યો. કાદરે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે વેશ્યાવૃત્તિથી લઈ ડ્રગ્ઝ સ્મગલિંગ અને મર્ડર સુધી બધુ પોતાના જીવનમાં જોયેલુ છે.

માના શબ્દોએ બદલી જિંદગી

માના શબ્દોએ બદલી જિંદગી

માએ કાદરને કહ્યુ, ‘જો તુ આજે રોજિંદો કામ કરનાર મજૂર બની જઈશ તો રોજ ત્રણ રૂપિયા જ કમાતો રહીશ. પરંતુ યાદ રાખ જો તારે આ ગરીબીમાંથી છૂટકારો મેળવવો હોય તો પોતાને શિક્ષિત કરવો ખૂબ જરૂરી છે.' માના શબ્દોએ કાદરની જિંદગી બદલી દીધી. કાદરે પોતાની માના શબ્દોને ગાંઠ બાંધી લીધા અને પથી પોતાની બધી એનર્જી અભ્યાસમાં લગાવી દીધી. મિલમાં કામ કરવાનું વિચારચો એક બાળક માનસિક રીતે પોતાનો એટલો મજબૂત કરી દીધો કે તેણે સિવિલ એન્જનિયરીંગમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી દીધુ.

દિલીપ કુમારે ઓળખ્યુ કાદરનું ટેલેન્ટ

દિલીપ કુમારે ઓળખ્યુ કાદરનું ટેલેન્ટ

કોલેજ દરમિયાન કાદરે એક નાટક લખ્યુ અને તેમના લખેલા નાટક માટે તેમને પુરસ્કાર મળ્યો. બેસ્ટ એક્ટર, બેસ્ટ રાઈટર, બેસ્ટ ડાયરેક્ટર દરેક કેટેગરી માટે કાદરે એવોર્ડ જીત્યો. ત્યાં સુધી કે તેમને 1500 રૂપિયાનું કેશ પ્રાઈઝ પણ મળ્યુ હતુ. એક દિવસ બોલિવુડના ટ્રેજેડી કિંગ કહેવાતા દિલીપ કુમારે કાદર ખાન વિશે માહિતી મેળવી અને તેમણે કાદરનો એ જ પ્લે જોવાની ઈચ્છા વ્યક્ત કરી. કાદર ખાન બહુ ખુશ થયા અને તેમણે તેમના માટે બધી વ્યવસ્થા કરી દીધી. કાદરે ફરીથી આખા પ્લેને એક્ટ કર્યો અને દિલીપ કુમારનું દિલ જીતી લીધુ. ત્યારબાદ દિલીપ કુમારે તેમને બે પ્રોજેક્ટ્સ માટે સાઈન કરી લીધા. અહીંથી બોલિવુડમાં કાદરના સફરની શરૂઆત થઈ ગઈ.

અમિતાભ બચ્ચને બોલ્યા કાદરના લખેલા ડાયલૉગ

અમિતાભ બચ્ચને બોલ્યા કાદરના લખેલા ડાયલૉગ

ધીરે ધીરે કાદરે ઈન્ડસ્ટ્રીમાં તે મુકામ મેળવી લીધુ જ્યાંથી તેમને હટાવી શકવા કોઈના ગજાની વાત નહોતી. મિસ્ટર નટવરલાલ, દો ઓર દો પાંચ, સત્તે પે સત્તા, અમર અકબર એન્થની, અમર અકબર એન્થની, અગ્નિપથ અને ખબર નહિ કેટલીયે ફિલ્મોના ડાયલૉગ્ઝ કાદરખાને લખ્યા અને અમિતાભ બચ્ચન તેમને બોલીને શહેનશાહ બની ગયા. ત્યારબાદ કાદરને ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. શરૂઆત નેગેટીવ રોલથી થઈ. ત્યારબાદ દક્ષિણનિ ફિલ્મ હિંમતવાલામાં કામ કરવાનો મોકો મળ્યો અને તે રોલે કાદર ખાન માટે કોમેડીના દરવાજા ખોલી દીધા.

દરેક પેઢીના ફેવરિટ કાદર ખાન

દરેક પેઢીના ફેવરિટ કાદર ખાન

કાદર ખાન બોલિવુડમાં આવતા પહેલા કાદર એમએચ બાબુ સિદ્દીકી કોલેજ ઓફ એન્જિનિયરીંગમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા. તેમનુ એક સપનુ હતુ કે તે એક એવી શિક્ષણ સંસ્થા ખોલો જ્યાં કલા અને ધર્મનું શિક્ષણ સાથે આપવામાં આવે. કાદર ખાને ફિરોઝ ખાનથી લઈને અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર સુધી બધા સાથે કામ કર્યુ. વળી, શક્તિ કપૂર, ગોવિંદા, અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે પણ તેમણે કોમેડીનો જલવો બતાવ્યો.

આ પણ વાંચોઃ રિવેન્જ અફેર કરવામાં મહિલાઓ સૌથી આગળ, બેવફાઈ મળ્યા બાદ લે છે બદલોઆ પણ વાંચોઃ રિવેન્જ અફેર કરવામાં મહિલાઓ સૌથી આગળ, બેવફાઈ મળ્યા બાદ લે છે બદલો

English summary
Profile of veteran Bollywood actor write Kader Khan who Migrated from Afghanistan to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X