For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પણ લોકોના હૃદયમાં જીવે છે પંચમ દા...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 જાન્યુઆરી : આત્મીય સંગીતના જાદુગર આર. ડી. બર્મન આજે પણ લોકોના હૃદયમાં જીવે છે. આ કથન કોઈ સંગીતકાર કે ગાયકનું નહીં, પણ તેમનું છે કે જેઓ આર. ડી. બર્મનના ગીતોના દીવાના છે. આજે સંગીતકાર આર. ડી. બર્મન ઉર્ફે પંચમ દાની પુણ્યતિથિ છે.

rdburman
પંચમ દાને યાદ કરતા તેમના ફૅન્સ કહે છે કે આજે પણ તેમની કોઈ પણ પાર્ટી પંચમ દા દ્વારા સંગીતબદ્ધ કરાયેલ ગીતો વગર પૂરી નથી થતી. તેમની ધુનોમાં કમાલનો જાદુ છે. તેના કારણે આજે પણ લોકોના દિલોમાં તેઓ જીવે છે. તેમના સંગીતની અસરનો અનુમાન આપ આ જ વાતથી કરી શકો કે તેમના બનાવેલ ગીતો પર મોટેરા જ નહીં, પણ નાના ભુલકાઓ પણ થિરકે છે. એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે પંચમ દા ઉપર માતા સરસ્વતીનું સાક્ષાત્ વરદાન હતું.

નોંધનીય છે કે રાહુલ દેવ એટલે કે આર. ડી. બર્મનનો જન્મ 27મી જૂન, 1939ના રોજ થયો હતો. સંગીત તો તેમને પિતા એસ. ડી. બર્મન પાસેથી વારસામાં મળ્યુ હતું. પશ્ચિમી સંગીતને ભારતીય સંગીતમાં મિક્સ કરી રજુ કરનાર પંચમ દાએ એકથી ચડિયાતી એક ધુનો બનાવી છે. તેમાં ચુરા લિયા હૈ તુમને જો દિલ કો... થી લઈ 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મના ગીતોનો પણ સમાવેશ થાય છે.

English summary
R D Burman was a great music director said Fans on Oneindia. Rahul Dev Burman (27 June 1939 – 4 January 1994) was an Indian film score composer, who is considered one of the seminal music directors of the Indian film industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X