જુઓ તસવીરો : પરણી ગઈ આંખેંની ‘કાલે કુર્તે વાલી’!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 28 જાન્યુઆરી : સને 1993માં આવેલી ગોવિંદા અને ચંકી પાન્ડેની ફિલ્મ આંખેં તો યાદ જ હશે અને કદાચ ફિલ્મ યાદ નહીં હોય, તો પણ ફિલ્મનું સૌથી સુપરહિટ ગીત ઓ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા... ઓ કાલે કુર્તે વાલી તેરા નામ તો બતા... ચોક્કસ યાદ હશે. હવે જો ગીત યાદ આવી ગયું હોય, તો લાલ દુપટ્ટે વાલી તરીકે ઋતુ એટલે કે ઋતુ શિવપુરી હતાં, તો કાલે કુર્તે વાલી તરીકે પ્રિયા એટલે કે રાગેશ્વરી લૂંબા હતાં.

હા જી, બરાબર ઓળખ્યાં. આ કાલે કુર્તે વાલી પ્રિયા ગઈકાલે પરણી ગઈ. પ્રિયા ઉર્ફે રાગેશ્વરીએ ગઈકાલે રાત્રે લંડનના વકીલ સુધાંશુ સ્વરૂપ સાથે લગ્ન કરી લીધાં. ફિલ્મો ઉપરાંત મૉડેલ અને ગાયિકા પણ છે રાગેશ્વરી કે જેમનું આલબમ પ્યાર કે રંગ ખૂબ જ લોકપ્રિય થયુ હતું. આ આલબમનું ગીત ઇસ હાથ દે ઉસ લે લે.... યહી પ્યાર કા હૈ દસ્તૂર... સૌથી લોકપ્રિય રહ્યુ હતું.

રાગેશ્વરી અને સુધાંશુના લગ્નનું સમારંભ મુંબઈમાં પરેલ ખાતે આવેલ એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયું. રાગેશ્વરીનું બ્રાઇડલ ડ્રેસ ડિઝાઇન નીતા લુલાએ ડિઝાઇન કર્યુ હતું. રાગેશ્વરીના લગ્ન સમારંભમાં જુહી ચાવલા, કબીર બેદી, પૂજા બેદી જેવી હસ્તીઓ પહોંચી હતી. રાગેશ્વરીના નજીકના એક મિત્રે જણાવ્યું કે રાગેશ્વરી બહુ ખુશ છે અને હવે તેઓ લંડનમાં જ રહેવાનાં છે. અગાઉ તેઓ લંડન ખાતે વસી જવા અંગે મુંઝવણમાં હતાં.

ચાલો જોઇએ રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભની તસવીરી ઝલક :

સુધાંશુ સાથે લગ્ન

સુધાંશુ સાથે લગ્ન

રાગેશ્વરીએ ગઈકાલે રાત્રે લંડનના વકીલ સુધાંશુ સ્વરૂપ સાથે લગ્ન કરી લીધાં.

હોટેલમાં લગ્ન સમારંભ

હોટેલમાં લગ્ન સમારંભ

રાગેશ્વરી અને સુધાંશુના લગ્નનું સમારંભ મુંબઈમાં પરેલ ખાતે આવેલ એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયું.

લંડનમાં રહેશે રાગેશ્વરી

લંડનમાં રહેશે રાગેશ્વરી

રાગેશ્વરીના નજીકના એક મિત્રે જણાવ્યું કે રાગેશ્વરી બહુ ખુશ છે અને હવે તેઓ લંડનમાં જ રહેવાનાં છે. અગાઉ તેઓ લંડન ખાતે વસી જવા અંગે મુંઝવણમાં હતાં.

ઘોડી ચઢી આવ્યો સુધાંશુ

ઘોડી ચઢી આવ્યો સુધાંશુ

રાગેશ્વરીને પરણવા માટે તેનો દુલ્હો ઘોડી ચઢી આવ્યો હતો.

આફતાબ-નિન

આફતાબ-નિન

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં આફતાબ શિવદાસાણી તથા તેમના પત્ની નિન દુસંજ પણ હાજર રહ્યા હતાં.

દીપિકા

દીપિકા

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમમાં વર-વધુને આવકારતાં દીપિકા ગેહાણી.

કરણ-પૂજા

કરણ-પૂજા

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં કરણ ઓબેરૉય અને પૂજા બેદી હાજર રહ્યા હતાં.

ક્રિશિકા

ક્રિશિકા

રાગેશ્વરી-સુધાંશુના લગ્નમાં ક્રિશિકા લુલા.

મનજીત-રાજકુમાર

મનજીત-રાજકુમાર

ફિલ્મ નિર્માતા રાજકુમાર હીરાણી તથા મનજીત હીરાણીએ રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં હાજરી આપી હતી.

નિશા

નિશા

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં નિશા જામવાલ.

નિશિકા

નિશિકા

રાગેશ્વરી-સુધાંશુના લગ્નમાં ડિઝાઇનર નિશિકા લુલા.

પરવીન-કબીર

પરવીન-કબીર

રાગેશ્વરી જ્યારે 13 વર્ષના હતાં, ત્યારે શેખર કપૂરે જ તેમને શોધી કાઢ્યા હતાં અને બૉબી દેઓલ સામે લીડ રોલમાં ઑડિશન લીધુ હતું, પરંતુ તેઓ ફિલ્મનો ભાગ ન બની શક્યાં. કબીર બેદીએ પણ પરવીન દુસંજ સાથે રાગેશ્વરીને આશીર્વાદ આપ્યા હતાં.

પૂનમ

પૂનમ

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં હાજર રહેલા પૂનમ સોની.

ક્વીની

ક્વીની

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં હાજર રહેલા ક્વીની સિંહ.

જુહી

જુહી

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં હાજર રહી જુહી ચાવલાએ વર-વધુને અભિનંદન પાઠવ્યા હતાં.

રાજેશ-ઝેબા

રાજેશ-ઝેબા

રાજેશ અને ઝેબા કોહલી પણ રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમમાં પહોંચ્યા હતાં.

માતા-પિતા

માતા-પિતા

રાગેશ્વરી-સુધાંશુના લગ્ન સમારંભમાં રાગેશ્વરીના માતા વીરા અને પિતા ત્રિલોકસિંહ લૂંબા.

વિદા-ક્વીની

વિદા-ક્વીની

નવ વર-વધુને અભિનંદન પાઠવતાં વિદા સમડ્ઝાઈ તથા ક્વીની સિંહ.

આંખેં ફૅમ રાગેશ્વરી

આંખેં ફૅમ રાગેશ્વરી

રાગેશ્વરી લૂંબાએ 1993માં ડેવિડ ધવનની ફિલ્મ આંખેં સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો કે જેમાં તેમની સામે ચંકી પાન્ડે હીરો હતાં.

બિગ બૉસ 5

બિગ બૉસ 5

રાગેશ્વરી બિગ બૉસ 5માં પણ નજરે પડ્યા હતાં.

ઇસ હાથ દે...

ઇસ હાથ દે...

રાગેશ્વરીનું આલબમ પ્યાર કે રંગ ખૂબ જ લોકપ્રિય બન્યુ હતું કે જેમાં ઇસ હાથ દે ઉસ લે લે... યહી પ્યાર કા હૈ દસ્તૂર... ગીત સૌથી વધુ જાણીતુ બન્યુ હતું.

English summary
Model singer actress Raageshwari Loomba tied the knot yesterday with London based barrister Sudhanshu Swaroop. Here are pictures of wedding event.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.