• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેસ 2 : પ્રથમ વીકેન્ડમાં 50 કરોડની કમાણી

|

મુંબઈ, 28 જાન્યુઆરી : સૈફ અલી ખાન, જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણેની આ વર્ષની પ્રથમ ફિલ્મ રેસ 2 પોતાના પ્રથમ વીકેન્ડમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ફિલ્મે પ્રથમ ત્રણદિવસોમાં 50 કરોડ રુપિયાની કમાણી કરી. વર્ષ 2013ની તે અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

ગત 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી રેસ 2 ફિલ્મે પ્રથમ દિવસે 15 કરોડ, બીજા દિવસે 20 કરોડ અને 27મી જાન્યુઆરીના રોજ ત્રીજા દિવસે 16 કરોડ રુપિયા કમાવ્યાં. આ હિસાબે પ્રથમ ત્રણ દિવસોમાં ફિલ્મે 51.35 કરોડ રુપિયાની કમાણી કરી. શુક્રવારે અને શનિવારે પણ તમામ થિયેટરોમાં સરેરાશ 70થી 8 ટકા સીટો ભરેલી દેખાઈ. આ જ દરમિયાન રિલીઝ થયેલ આકાશ વાણી ફિલ્મ ખાસ બિઝનેસ નથી કરી શકી.

બાઝીગર ફિલ્મના દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનના દિગ્દર્શક હેઠળ બનેલી રેસ 2 ફિલ્મ ખૂબ ઝડપી બિઝનેસ કરી રહી છે. આશા છે કે આવતા વીકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડ રુપિયાનો આંકડો આંબી જશે. જો બ્રેકઅપ જોઇએ તો શુક્રવારે 15.12 કરોડ, શનિવાર 20.72 કરોડ તથા રવિવારે 15.51 કરોડની કમાણી આ ફિલ્મ કરી ચુકી છે.

જો છેલ્લી કેટલીક ફિલ્મો સાથે સરખામણી કરીએ તો રેસ 2 ફિલ્મે કૉકટેલ (36 કરોડ), હાઉસફુલ 2 (43.5) જેવી ફિલ્મોને માત આપી છે. રેસ 2 ફિલ્મોની રેસમાં સૌથી આગળ તો ચાલે જ છે, પરંતુ છતાંય શંકા હજીય છે કે આવતા વીકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડનો આંકડો આંબી શકશે? એવું એટલા માટે, કારણ કે શનિવાર પછી તરત તેનો બિઝનેસ ડાઉન થયો છે.

English summary
Hindi movie Race 2, which is a sequel to big hit movie Race, has concluded the first weekend with a fantastic collection at the Indian Box Office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X