• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

''મારી NUDE સેલ્ફી તમારી પાસે આવે તો ઇગ્નોર કરજો!''

|

સ્ટાર હોવું ખૂબ જ મોટી વાત હોય છે પરંતુ સ્ટારડમના કેટલા બધા સાઇડ ઇફેક્ટ હોય છે તે અમે આપને ઘણી વખત બતાવી ચૂક્યા છે. ખાસ કરીને આજકલ સ્ટાર જેવી કોઇ ચીજ દૂર નથી લાગતી. ફેસબુક, ટ્વિટર અને ટેકનોલોજી દ્વારા સ્ટાર અને તેના પ્રશંસકોની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થયું છે. પરંતુ આ વાતનું નુકસાન સ્ટાર્સે ઘણું ચૂકવવું પડે છે.

ક્યારેક MMS સ્કેંડલ, ક્યારેક લીક કરવામાં આવેલી તસવીરો તો ક્યારેક ફોટોશોપથી બદલી દેવામાં આવેલી તસવીરો. આવી જ MORPHED તસવીરોની શિકાર થઇ છે રાધિકા આપ્ટે. શોર ઇન ધ સિટીમાં અભિનય કરી ચૂકેલી રાધિકા વરૂણ ધવનની સાથે બદલાપુરમાં આવવાની છે.

હાલમાં જ તેની એક ન્યૂડ સેલ્ફી વોટ્સએપ પર વાયરલ થઇ ગઇ છે. જોકે થોડીવારમાં જ તે સ્પષ્ટ થઇ ગયું કે આ તસવીર તેની નથી, પરંતુ ત્યાં સુધી તો બબાલ મચી ગઇ હતી. રાધિકાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આવી ઘટનાઓને નજરઅંદાજ કરવી જ યોગ્ય છે. પારખુ નજર ધરાવનારા દરેક સમજી જશે કે તે હું નથી.

જ્યારે તેમણે નવા કલાકારોને સલાહ આપી છે કે આ પ્રકારની વસ્તુઓ મીડિયા અને ટેકનોલોજીનો દુરુપયોગ કરવાનું પરિણામ છે. જોકે હવે કલાકારોને શીખ લેવી જોઇએ કે ફોટોશોપ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવતા આ સાઇબર ક્રાઇમથી કેવી રીતે બચવું.

English summary
Shor in the City stars who took a viral search on the internet for allegedly nude selfie reacts on the morphed pic being viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X