• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ન્યૂડ વીડિયો લીક પર રાધિકા આપ્ટેની પીડા - ઘરમાં બંધ થઈ ગઈ હતી, ડ્રાઈવર-વૉચમેન ઓળખવા લાગ્યા હતા, મારુ શોષણ થયુ

By Desk
|

મુંબઈઃ બૉલિવુડમાં પોતાની ઉત્કૃષ્ટ એક્ટિંગ સાથે રાધિકા આપ્ટે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકી છે. પરંતુ ઘણી વાર અભિનેત્રીને મોટી કૉન્ટ્રોવર્સીનો પણ સામનો કરવો પડ્યો છે. રાધિકા આપ્ટે હિંદી સિનેમામાં પોતાની બોલ્ડ છબી માટે પણ જાણીતી છે. એવામાં એક વાર પોતાની ફિલ્મનો ન્યૂડ સીન લીક થવાને કારણે રાધિકા આપ્ટેએ ખુદને ઘણા દિવસો સુધી ઘરમાં બંધ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે રાધિકા આપ્ટે રક્ત ચરિત્ર, શોર ઈન ધ સિટી, માંઝી ધ માઉન્ટમેન, બદલાપુર અને હંટર જેવી ચર્ચિત ફિલ્મોનો પ્રમુખ હિસ્સો રહી છે. હાલમાં જ તેણે એક કિસ્સો શેર કર્યો.

રાધિકાએ કહ્યુ કે મારી એક ન્યૂડ ક્લિપ લીક થઈ ગઈ હતી

રાધિકાએ કહ્યુ કે મારી એક ન્યૂડ ક્લિપ લીક થઈ ગઈ હતી

રાધિકાએ એક ઈન્ટવ્યુમાં પોતાના જૂના વીડિયો વિશે કહ્યુ કે જ્યારે હું ક્લીન શેવનનુ શૂટિંગ કરી રહી હતી ત્યારે મારી એક ન્યૂડ ક્લિપ લીક થઈ ગઈ હતી. તેનો ન્યૂડ સીન લીક થઈ ગયો હતો અને તેણે ખુદને ઘરમાં બંધ કરી લીધી હતી. રાધિકા આપ્ટેએ એક ઈન્ટરવ્યુમાં પોતાના આ ચાર વર્ષ જૂના વીડિયો વિશે વાત કરી છે. રાધિકા આપ્ટેએ કહ્યુ હતુ કે લીક થયા બાદ હું ચાર દિવસ સુધી ઘરમાંથી બહાર નહોતી નીકળી. રાધિકાએ એ પણ જણાવ્યુ કે કેવી રીતે તેને લાગ્યુ કે રામગોપાલ વર્માની ફિલ્મ રક્ત ચરિત્રના સેટ પર તેનુ શોષણ થયુ.

હું પોતાના ઘરમાંથી ચાર દિવસ સુધી બહાર ન નીકળી

હું પોતાના ઘરમાંથી ચાર દિવસ સુધી બહાર ન નીકળી

તે આગળ કહે છે કે મને એ સીન માટે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી. જેના કારણે થયુ એવુ કે હું ચાર દિવસ સુધી ઘરમાંથી બહાર નીકળી શકી નહિ.

ડ્રાઈવર મને વીડિયો ક્લિપ અને વાયરલ ફોટાથી ઓળખવા લાગ્યા

ડ્રાઈવર મને વીડિયો ક્લિપ અને વાયરલ ફોટાથી ઓળખવા લાગ્યા

રાધિકાએ કહ્યુ કે મીડિયા જ મારા વિશે લખી રહ્યા હતા એટલુ નહિ મારા ડ્રાઈવર, વૉચમેન અને સ્ટાઈલિસ્ટના ડ્રાઈવર મને વીડિયો ક્લિપ અને વાયરલ ફોટાથી ઓળખવા લાગ્યા હતા. આ હચમચાવી દેતી ઘટના હતી. મારી પાસે તેને નજરઅંદાજ કરવા સિવાય કંઈ નહોતુ.

ન્યૂડ સીન કરવો ડરામણુ

ન્યૂડ સીન કરવો ડરામણુ

રાધિકાએ કહ્યુ કે પાર્ચ્ડ માટે કપડા કાઢ્યા ત્યારે લાગ્યુ કે હવે છૂપાવવા માટે કંઈ બચ્યુ નથી. પહેલા હું ખુદ પોતાની બૉડી ઈમેજ સામે ઝઝૂમી રહી હતી. માટે ન્યૂડ સીન કરવો ડરામણો હતો.

રક્ત ચરિત્ર સમયે મારુ શોષણ થયુ

રક્ત ચરિત્ર સમયે મારુ શોષણ થયુ

આ ઈન્ટરવ્યુમાં રાધિકા આપ્ટેએ કહ્યુ કે રામગોપાલ વર્માની રક્ત ચરિત્ર સમયે મારુ શોષણ થયુ. મને વધુ પૈસા ન મળ્યા. મને કહેવામાં આવ્યુ કે તે મને તમિલ અને તેલુગુ ફિલ્મ આપશે. ફિલ્મનુ શૂટિંગ ટાઈમે થયુ નહિ. સેટ પર લાંબા સમયસુધી મારો ટાઈમ અને ટેલેન્ટ જોવા નહોતો આવી રહ્યો.

English summary
Radhika Apte talk about her nude scene leaked and she locked up herself in house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X