• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Watch : રહમાને હાઈવે માટે ગાયું ‘માહી વે... ’

|

મુંબઈ, 16 જાન્યુઆરી : ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત હાઈવે ફિલ્મ માટે સંગીત આપનાર એ આર રહમાને ફિલ્મ માટે માહી વે... ગીત પોતે ગાયું છે. ઇમ્તિયાઝ અલી કહે છે કે તેઓ આશ્ચર્યચકિત છે કે ઑસ્કાર વિજેતા સંગીતકાર રહમાન કઈ રીતે ફિલ્મની લાગણીઓના જતનમાં સફળ નિવડ્યાં.

અલીએ એક નિવેદનમાં જણાવ્યું - માહી વે... મારા કે ઇરશાદની સરખામણીમાં રહમાન સરના અવાજમાં વધુ અસરકારક થઈ ગયું છે. આ રહમાન સર દ્વારા બનાવવામાં આવેલ ગીતોમાંનું એક છે અને આશ્ચર્ય છે કે કઈ રીતે તેમણે ફિલ્મની વાર્તાની લાગણીને આટલી સુંદરતાથી વ્યક્ત કરી. ઇરશાદ કામિલ દ્વારા લિખિત માહી વે... એક પ્રેમ ગીત છે કે જે બે અજાણ્યાઓ વીરા (આલિયા ભટ્ટ) અને મહાબીર (રણદીપ હુડા) ઉપર શૂટ કરાયું છે. વીરા-મહાબીર પરિસ્થિતિઓના પગલે એક-બીજાની નજીક આવે છે.

ઇમ્તિયાઝે જણાવ્યું - માહી વે... મૂળ કામનો ભાગ નહોતું, પણ હું તેના વગર હાઈવે ફિલ્મના આલબમ કે ફિલ્મની કલ્પના નહોતો કરી શકતો. હાઈવેનું પટાખા ગુડ્ડી ગીત રિલીઝ થયાબાદ બીજુ ગીત માહી વે... રિલીઝ થયું છે. વિંડો સીટ ફિલ્મ્સ નિર્મિત હાઈવે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને ઇમ્તિયાઝ અલી છે. ફિલ્મ યૂટીવી મોશન પિક્ચર્સ દ્વારા 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

હાલ તો આપ રહમાનના સ્વરમાં માણો માહી વે... ગીત :

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/xHLnZMjJ8bY" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
A.R. Rahman, who is behind the soundtrack of Imtiaz Ali's "Highway", has also sung a song titled "Maahi ve" for it. The filmmaker says he is surprised by how the Oscar winning composer manages to get a pulse of a movie's soul so well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X