• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: રાહુલ વોહરાનો હોસ્પિટલનો અંતિમ વીડિયો પત્નીએ કર્યો શેર, જણાવી રહ્યા હતા દર્દનાક સ્થિતિ

|

નવી દિલ્લીઃ અભિનેતા અને થિયેટર આર્ટિસ્ટ રાહુલ વોહરાનુ રવિવારે(9 મે)ના રોજ કોરોના વાયરસથી નિધન થઈ ગયુ. 35 વર્ષીય રાહુલ વોહરાએ દિલ્લીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પોતાના મોત પહેલા અંતિમ સમય સુધી રાહુલ વોહરા પોતાના ઈલાજ માટે લોકોને ફેસબુક અને ટ્વિટર પર મદદ માંગી રહ્યા હતા. રાહુલે પોતાની છેલ્લા ફેસબુક પોસ્ટ શનિવારે(8 મે)ના રોજ કરી હતી. ફેસબુકમાં રાહુલ વોહરાએ લખ્યુ હતુ, 'મને સારી ટ્રીટમેન્ટ મળી જતી તો હું બચી જાત, તમારો રાહુલ વોહરા. જલ્દી જન્મ લઈશ અને સારુ કામ કરીશુ. હવે હિંમત હારી ચૂક્યો છુ.'

પત્નીએ લખ્યુ - મારો રાહુલ તો જતો રહ્યો, તમારો ના જવો જોઈએ

રાહુલ વોહરાનો હોસ્પિટલનો અંતિમ વીડિયો તેમની પત્ની જ્યોતિ તિવારીએ શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે રાહુલને ઑક્સિજન ન મળવાથી કેવી રીતે તેના શ્વાસ તૂટી રહ્યા છે અને તેનો ઘૂટી રહ્યો છે. રાહુલ વોહરા અને જ્યોતિ તિવારીના લગ્નને હજુ 6 મહિના પણ પૂરા નથી થયા. રાહુલની પત્ની જ્યોતિ તિવારીએ રાહુલનો વીડિયો શેર કરીને લખ્યુ, 'દરેક રાહુલ માટે ન્યાયની માંગ કરો, મારો રાહુલ ડતો રહ્યો એ બધાને ખબર છે પરંતુ કેવી રીતે ગયો એ કોઈને ખબર નથી. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તાહિરપુર દિલ્લીમાં આ રીતે ઈલાજ કરવામાં આવે છે. આશા રાખુ છુ કે મારા પતિને ન્યાય મળશે. વધુ એક રાહુલ આ દુનિયામાંથી ના જવો જોઈએ.'

English summary
Rahul Vohra's wife share his last hospital video and blames medical negligence for his death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X