• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ કપૂરની ત્રીજી પેઢીનો વધુ એક ચહેરો અરમાન બૉલીવુડમાં!

|

મુંબઈ, 7 મે : હિન્દી સિનેમાના ગ્રેટ શો મૅન રાજ કપૂર ભલે આજે આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમના બાદની પેઢીઓ બૉલીવુડમાં વર્ષોથી છવાયેલી રહી છે અને હજી નવા-નવા ચહેરાઓ આપતી જાય છે. તેમાંનો જ વધુ એક ચહેરો છે અરમાન જૈન કે જેઓ લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

અરમાન જૈન રાજ કપૂરના દોહિત્ર છે. બૉલીવુડમાં હાલમાં સક્રિય રાજ કપૂરની ત્રીજી પેઢીના કલાકારો કરીના કપૂર તથા રણધીર કપૂર છે અને હવે તેમના પિતરાઈ બહેન અરમાન જૈન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે અરમાનની લવ-સ્ટોરિકલ એન્ટ્રી થઈ રહી છે. ફિલ્મનું નિર્માણ ઇલુમિનાટી ફિલ્મ્સ તથા ઇરોઝ ઇંટરનેશનલ કરી રહ્યાં છે.

લેકર હમ દીવાના દિલ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીના ભાઈ આરિફ અલીએ કર્યું છે, તો સંગીત એ આર રહમાને આપ્યું છે. ફિલ્મને સૈફ અલી ખાન પણ પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ બૅનર હેઠળ નિર્મિત કૉકટેલ તથા લવ આજ કલ જેવી રોમાંટિક ફિલ્મો પણ આવી ચુકી છે. લેકર હમ દીવાના દિલ ફિલ્મમાં અરમાનના હીરોઇન છે દીક્ષા શેઠ. ફિલ્મનું ટ્રેલર 8મી મેના રોજ રિલીઝ થવાનુ છે.

ચાલો તસવીરો સાથે જોઇએ રાજ કપૂરની ત્રીજી પેઢીના સ્ટાર્સ :

રાજ કપૂર અને ત્રણ પુત્રો

રાજ કપૂર અને ત્રણ પુત્રો

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા પૃથ્વી રાજ કપૂરે બૉલીવુડને રાજ કપૂર, શશિ કપૂર અને શમ્મી કપૂર જેવા કલાકારો આપ્યાં, તો માત્ર રાજ કપૂરની જ વાત કરીએ, તો તેમના ત્રણ પુત્રો રણધીર કપૂર, ઋષિ કપૂર તથા રાજીવ કપૂર બૉલીવુડમાં ધમાલ મચાવી ચુક્યાં છે.

ત્રીજી પેઢીની શરુઆત કરિશ્માથી

ત્રીજી પેઢીની શરુઆત કરિશ્માથી

રાજ કપૂરની ત્રીજી પેઢીની વાત કરીએ, તો રાજ કપૂરના નિધન બાદ કરિશ્મા કપૂરે એન્ટ્રી મારી બૉલીવુડમાં રાજ કપૂરની ત્રીજી પેઢી તરીકે શરુઆત કરી હતી. કરિશ્મા કપૂર રણધીર કપૂરના પુત્રી છે.

કરીના કપૂર

કરીના કપૂર

રણધીર કપૂરની જ બીજી પુત્રી કરીના કપૂર પણ બહેનના પગલે બૉલીવુડમાં આવ્યાં અને લાંબા સમય સુધી સિક્કો જમાવી રાખ્યો. આજે પણ કરીના કપૂરનું બૉલીવુડમાં વર્ચસ્વ છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

કરિશ્મા-કરીના બાદ રાજ કપૂરની ત્રીજી પેઢીના પ્રથમ હીરો રણબીર કપૂરે બૉલીવુડમાં એન્ટ્રી કરી. ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર પણ બૉલીવુડમાં સ્થાપિત થઈ ચુક્યાં છે અને યુવા દિલોની ધડકન છે.

હવે અરમાન

હવે અરમાન

હવે રાજ કપૂરની ત્રીજી પેઢીનો વધુ એક ચહેરો બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. અરમાન જૈન રાજ કપૂરના દોહિત્ર છે. રાજ કપૂરના પુત્રી રીમા જૈન અને જમાઈ મનોજ જૈનના પુત્ર અરમાન જૈન કરીના-રણબીર-કરિશ્માના પિતરાઈ ભાઈ થાય છે.

લેકર હમ દીવાના દિલ

લેકર હમ દીવાના દિલ

અરમાન જૈન લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમના હીરોઇન દીક્ષા શેઠ છે. ફિલ્મનું ટ્રેલર 8મી મેના રોજ રિલીઝ થવાનું છે.

English summary
Raj Kapoor's grandson & Kareena Kapoor's cousin Armaan Jain is set to debut in Bollywood with Lekar Hum Deewana Dil (LHDD).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X