પહેલી વાર દીકરી સમીષા સાથે દેખાઈ શિલ્પા શેટ્ટી, ફોટા થયા વાયરલ
બૉલિવુડની હસીના અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા હાલમાં બીજી વાર મા બની છે. સરોગસી દ્વારા શિલ્પા એક દીકરીની મમ્મી બની છે, અભિનેત્રી શિલ્પા શેટ્ટીનુ આ બીજુ સંતાન છે. જ્યારથી શિલ્પાના ફરીથી મમ્મી બનવાના સમાચાર આવ્યા છે ત્યારથી દરેક જણ તેની ઢીંગલીનો ફોટો જોવા માટે ઉત્સુક હતા, તો હવે તેમા ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે કારણકે શિલ્પા શેટ્ટીનો આખો પરિવાર હવે લોકો સામે આવી ચૂક્યો છે.

દીકરી સાથે જોવા મળી શિલ્પા શેટ્ટી
વાસ્તવમાં સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી આખા પરિવાર સાથે મુંબઈના કલીની એરપોર્ટ પર જોવા મળ્યો. જ્યાં તેના ખોળામાં નાનકરી પરી સમીષા હતી જેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોએ વાયરલ થઈ રહેલા ફોટા પર ઘણી સારી પ્રતિક્રિયા આપી છે. લોકોને તેની દીકરીને ઘણો બધો પ્રેમ આપ્યો છે.

શિલ્પા શેટ્ટીની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો છે..
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરીને પોતાની દીકરીના જન્મની માહિતી આપી હતી. શિલ્પા અને રાજ કુંદ્રાને એક મોટો દીકરો વિવાન છે. શિલ્પાની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો છે.

બાળકીનુ નામ શિલ્પાએ સમીષા રાખ્યુ છે...
બાળકીનુ નામ શિલ્પાએ સમીષા રાખ્યુ છે, શિલ્પા શેટ્ટીએ શિલ્પા શેટ્ટીએ ફોટો શેર કર્યો જેમાં તેની દીકરીએ તેની આંગળી પકડી રાખી છે. ફોટો સાથે તેણે લખ્યુ, અમારી દુઆઓનો આજે આ ચમત્કાર દ્વારા જવાબ મળ્યો છે. અમે દિલથી ઈશ્વરનો આભાર માનીએ છીએ. અમને એ જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે અમારા ઘરમાં એક નાનકડી પરી આવી છે જેનુ નામ સમીશા શેટ્ટી કુંદ્રા છે.

જાણો શું છે સમીષાનો અર્થ
પોતાની દીકરીના નામ સમીશાનો અર્થ જણાવતા શિલ્પાએ લખ્યુ, ઘરમાં આવી જૂનિયર એસએસકે, સંસ્કૃતમાં ‘સ'નો અર્થ છે મેળવવુ અને મીશાનો રશિયનમાં અર્થ છે ‘એ જે ભગવાન સમાન છે'. તુ આ નામને સાકાર કરે છે - અમારી લક્ષ્મી માતા અને અમારા પરિવારને પૂર્ણ કરે છે.

ફિટનેસ આઈકૉન છે શિલ્પા શેટ્ટી
તમને જણાવી દઈએ કે 44 વર્ષની શિલ્પાએ નવેમ્બર 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શિલ્પાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને પરિવાર સાથે જ સમય પસાર કરી રહી છે પરંતુ હવે તે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર પાછી આવવાની છે. તેનો મોટો દીકરો વિવાન સાત વર્ષનો છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શિલ્પાને ફિટનેસ આઈકૉન કહેવામાં આવે છે, તે રાજ કુંદ્રાની બીજી પત્ની છે.
આ પણ વાંચોઃ પૂજા બત્રાનો હૉટ અને સેક્સી લુક ઈન્ટરનેટ પર વાયરલ, જુઓ બોલ્ડ વીડિયો