• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજસ્થાનઃ નર્તકીના પ્રેમમા પડેલ મહારાજ પોતાની જીતનુ પરિણામ ન સાંભળી શક્યા

|

રાજસ્થાનમાં આઝાદી બાદ ચૂંટણીઓમાં પણ સતત રાજઘરાનાઓનો પ્રભાવ રહ્યો છે. આ ચૂંટણીમાં પણ રાજઘરાનાઓના ઘણા લોકો ચૂંટણી લડી રહ્યા છે. રાજસ્થાનમા એક મહારાજા એવા પણ થઈ ગયા છે જેમનો ઉલ્લેખ દરેક ચૂંટણીમાં સૂબાના લોકોની જીભ પર આવી જ જાય છે. એ હતા મહારાજા હનવંત સિંહ રાઠોડ. હનવંત સિંહે 1952માં પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી અને તે સમયે એકમાત્ર વિકલ્પ સમજાતી કોંગ્રેસને જોધપુરમાં કારમી હાર આપી હતી. પરંતુ પરિણામ આવતા પહેલા જ તેમનુ મોત થઈ ગયુ હતુ. હનવંત સિંહને માત્ર 1952માં કોંગ્રેસને હરાવવા બદલ જ યાદ કરવામાં નથી આવતા પરંતુ એક મુસલમાન નર્તકીના પ્રેમમાં પડીને સમગ્ર ઘરાના સાથે બગાવત કરવા માટે પણ લોકો તેમને યાદ કરે છે.

આ પણ વાંચોઃ શાહરુખને મળી ધમકી, 'ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'આ પણ વાંચોઃ શાહરુખને મળી ધમકી, 'ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'

મારવાડ રાજ પરિવારના હતા હનવંત સિંહ

મારવાડ રાજ પરિવારના હતા હનવંત સિંહ

રાજસ્તાનના મારવાડ રાજ પરિવારની આ વિધાનસભા ચૂંટણીમાં કોઈ સીધી સક્રિયતા નથી પરંતુ આ પરિવારના મહારાજા હનવંત સિંહની ઝૂબેદા સાથેની પ્રેમ કહાનીના કિસ્સા ચૂંટણીના સમયમાં હંમેશા લોકોને યાદ આવે છે. 1952માં પહેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના તમામ વિરોધ છતાં હનવંત સિંહે પાર્ટી બનાવી અને ચૂંટણી લડ્યા. તેઓ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી જયનારાયણ વ્યાસની સામે ચૂંટણીમા ઉતર્યા અને વ્યાસને તેમણે હરાવી દીધા. મતગણતરી દરમિયાન જ્યારે તેમને પોતાની ભારે જીત વિશે માલુમ પડ્યુ ત્યારે તે પોતાની પત્ની ઝૂબેદા સાથે પ્લેનની સૈર કરવા નીકળ્યા. આ તેમના જીવનની છેલ્લી સૈર સાબિત થઈ. પ્લેન દૂર્ઘટનાનો શિકાર બન્યુ અને તેમનુ મોત થઈ ગયુ. આ દૂર્ઘટનાનું કારણ ક્યારેય સામે આવ્યુ નહિ.

એક બાળકની મા ઝૂબેદાને દિલ દઈ બેઠા હતા હનવંત સિંહ

એક બાળકની મા ઝૂબેદાને દિલ દઈ બેઠા હતા હનવંત સિંહ

મારવાડ રિયાસતના ઉત્તરાધિકારી રૂપે હનવંત સિંહનો જન્મ 16 જૂન, 1923માં થયો હતો. હનવંત સિંહના લગ્ન 1943માં ધાંગધ્રાની રાજકુમારી કૃષ્ણાકુમારી સાથે થયા હતા. જૂન 1947માં તેઓ મારવાડના રાજા બન્યા. મહારાજ બન્યા બાદ તેમણે 1948માં ઈંગ્લેન્ડની સૈંડા મેકાયાર્જ સાથે લગ્ન કરી લીધા. જો કે દોઢ વર્ષ બાદ સેન્ડા ઈંગ્લેન્ડ પાછી જતી રહી. મહારાજ તેમને મનાવવા માટે પહોંચ્યા પરંતુ તે પાછા ન ફર્યા. મહારાજ પાછા આવ્યા પછી મુંબઈથી આવેલી એક નર્તકી ઝૂબેદા પર ફિદા થઈ ગયા.

એક સમારંભમાં જોઈ હતી ઝૂબેદાને

એક સમારંભમાં જોઈ હતી ઝૂબેદાને

મારવાડ રાજભવનમાં 1949માં એક મહેફિલમાં મહારાજે ઝૂબેદાને જોઈ, જે મુંબઈથી આવી હતી. મહારાજે ઝૂબેદાને જોઈ અને તેમને લગ્ની વાત કહી દીધી. ઝૂબેદાના છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને તેમને એક બાળક હતુ. પરિવારે આન વિરોધ કર્યો પરંતુ હનવંત સિંહ ન માન્યા. 1950માં ઝૂબેદાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને તેમણે ઝૂબેદા સાથે લગ્ન કરી લીધા. તેમણે ઉમેદ ભવન છોડી દીધુ અને ઝૂબેદા જે લગ્ન બાદ વિદ્યા કુમારી બની ગયા હતા તેમની સાથે મહેરાનગઢના કિલ્લામાં રહેવા લાગ્યા. 1952માં બંનેનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ.

ઝીણા સાથે હનવંત સિંહના નજીકના સંબંધો

ઝીણા સાથે હનવંત સિંહના નજીકના સંબંધો

હનવંત સિંહ જે સમયે 1947માં મારવાડની રિયાસતના રાજા બન્યા. તે સમય દેશની આઝાદી અને ટૂકડાનો હતો. અંગ્રેજ દેશમાંથી જઈ રહ્યા હતા અને એક નવી સરકાર આવી રહી હતી. હનવંત સિંહ ઝીણાના નજીકના હતા. તેઓ ઈચ્છતા હતા કે મારવાડ રિયાસત પાકિસ્તાન સાથે મળી જાય. ઝીણાએ તેમની બધી શરતો માની લેવાની વાત કહી હતી. જો કે તે સમયે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દબાણ કરીને તેમને ભારત સાથે રહેવા અને પોતાની રિયાસતના વિલીનીકરણ માટે મનાવી લીધા.

28 વર્ષની ઉંમરમાં બનાવી પાર્ટી

28 વર્ષની ઉંમરમાં બનાવી પાર્ટી

દેશમાં વાતાવરણ બદલાયુ તો મહારાજે ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો. 1952ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે પાર્ટી બનાવી. ઉંટના નિશાન પર તેમની પાર્ટીએ ચૂંટણી લડી. સમગ્ર મારવાડમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા. કોંગ્રેસે આનો જોરદાર વિરોધ કર્યો અને તેમને ચેતવણી આપી દીધી કે તેઓ પરિણામો ભોગવવા માટે તૈયાર રહે. તેમછતાં તેમણે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા અને તેમના ઉમેદવારોએ મોટાભાગની સીટો પર જીત મેળવી પરંતુ પોતાની આ જીતને જોવા માટે તે જીવિત રહ્યા નહિ. વિમાન દૂર્ઘટનામાં તેમના નિધનના કારણે દેશમાં લોકસભાની પહેલી પેટા ચૂંટણી જોધપુરમાં કરાવવી પડી હતી.

પરિવારની રાજકારણમાં સક્રિયતા

પરિવારની રાજકારણમાં સક્રિયતા

મહારાજના મોત બાદ તેમની પત્ની કૃષ્ણા કુમારીની રાજકારણમાં સક્રિયતા રહી. આ વર્ષ જુલાઈમાં જ કૃષ્ણા કુમારીનું મોત થયુ છે. ઈન્દિરા ગાંધીએ જ્યારે રાજઘરાનાઓના પ્રીવિપર્સ તોડ્યા ત્યારે વિરોધ સ્વરૂપે રાજમાતા કૃષ્ણા કુમારી પણ જોધપુરથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેઓ 1977માં પણ જીત્યા. તેમના પુત્ર મહારાજ ગજ સિંહ 1990માં રાજ્યસભા માટે ચૂંટાયા. તેમની મોટી દીકરી ચંદ્રેશ કુમારી 2009માં જોધપુરથી સાંસદ બની અને મનમોહન સરકારમાં મંત્રી પણ રહી. ચંદ્રેશ 1984થી કાંગડાથી સાંસદ રહી. તેઓ હિમાચલ પ્રદેશમાં મંત્રી પણ રહી.

હનવંત સિંહ અને ઝૂબેદાની પ્રેમ કહાની પર બની ફિલ્મ

હનવંત સિંહ અને ઝૂબેદાની પ્રેમ કહાની પર બની ફિલ્મ

શ્યામ બેનેગલે 2001માં ઝૂબેદા અને હનવંત સિંહની પ્રેમ કહાની અને લગ્ન પર ઝૂબેદા નામની ફિલ્મ બનાવી હતી. 2001માં મનોજ વાજપેયી, રેખા અને કરિશ્મા કપૂર અભિનીત આ ફિલ્મ રિલીઝ થઈ. તેને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં વાજપેયીએ મહારાજ, કરિશ્મા કપૂરે ઝૂબેદા અને રેખાએ કૃષ્ણા કુમારીનો રોલ કર્યો હતો.

આ પણ વાંચોઃ 22 દિવસ બાદ તેજપ્રતાપે ઐશ્વર્યાને લખી 'દિલની વાત', ઈશારા-ઈશારામાં કહ્યુ બધુઆ પણ વાંચોઃ 22 દિવસ બાદ તેજપ્રતાપે ઐશ્વર્યાને લખી 'દિલની વાત', ઈશારા-ઈશારામાં કહ્યુ બધુ

English summary
rajasthan jodhpur maharaj Hanwant Singh Zubeida Begum love story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X