For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજેશ ખન્નાની પ્રથમ પુણ્યતિથિએ પ્રતિમાનું અનાવરણ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 જુલાઈ : હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની આવતીકાલે પ્રથમ પુણ્યતિથિ છે. આ પ્રસંગે મુંબઈ ખાતે મૂકવામાં આવેલ રાજેશ ખન્નાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. યૂટીવી સ્ટાર્સ ચૅનલે બુધવારે જાહેરાત કરી કે બાંદ્રા બૅન્ડસ્ટૅન્ડ ખાતે આવેલ બૉલીવુડ હસ્તીઓની વૉકિંગ કરવાની જગ્યાએ આ પ્રતિમા મૂકવામાં આવી છે કે જેનું આવતીકાલે અનાવરણ કરવામાં આવશે.

rajeshkhanna

યૂટીવી સ્ટાર્સે રાજેશ ખન્નાને તેમની સ્ટાઇલ તથા કરિશ્માઈ સ્મિત સાથેની પૂર્ણકદની પ્રતિમા સ્થાપિત કરી છે. કાંસાની આ પ્રતિમાનું અનાવરણ રાજેશ ખન્નાના પરિવારના કોઇક સભ્યના હાથે થશે. આ પ્રતિમાને સ્થાપિત કરવાના સ્થળ અંગે આવતા મહીને નક્કી થશે. આ સ્થળ યશ ચોપરા, રાજ કપૂર અને દેવ આનંદની પ્રતિમાઓ જ્યાં છે, ત્યાં જ હશે.

બૉલીવુડમાં કાકા તરીકે જાણીતા રાજેશ ખન્નાનું 18મી જુલાઈ, 2012ના રોજ નિધન થઈ ગયુ હતું. 1966માં આખિરી રાત ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રાજેશ ખન્નાએ પાંચ દાયકા સુધી રાજ કર્યુ હતું. તેઓ બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર હતાં. આરાધના, દો રાસ્તે, સફર તથા આનંદ દેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટાર બનાવ્યા હતાં. રાજેશ ખન્ના બાદ અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બન્યા હતાં.

English summary
A statue of late Rajesh Khanna, considered Bollywood's original "superstar", will be unveiled in the country's film capital here 18th July, 2013 Thursday on his first death anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X