For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મી ટુ પર રજનીકાંતઃ અભિયાન ઘણુ સારુ છે, બસ મહિલાઓ આનો દુરુપયોગ ના કરે

રજનીકાંતે કહ્યુ છે કે મહિલાઓ સાથે યૌનશોષણના કેસોને જાહેર કરવાનું સાધન બનેલ મી ટુ અભિયાન ઘણુ સારુ છે પરંતુ તેનો ખોટો ઉપયોગ મહિલાઓ તરફથી ના થવો જોઈએ.

|
Google Oneindia Gujarati News

જાણીતા અભિનેતા અને નેતા રજનીકાંતે કહ્યુ છે કે મહિલાઓ સાથે યૌનશોષણના કેસોને જાહેર કરવાનું સાધન બનેલ મી ટુ અભિયાન ઘણુ સારુ છે. વળી, તેમણે એ પણ કહ્યુ કે મી ટુ અભિયાનનો ખોટો ઉપયોગ મહિલાઓ તરફથી ના થવો જોઈએ. વળી, કેરળના સબરીમાલામાં ચાલી રહેલ ગતિરોધ પર રજનીકાંતે કહ્યુ છે કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરે છે પરંતુ તેને લાગે છે કે આવા મામલામાં દખલ ના દેવી જોઈએ.

આ પણ વાંચોઃ ફેન્સ માટે બાહુબલી સ્ટારની જબરદસ્ત સરપ્રાઈઝ, બે દિવસ બાદ ધમાકોઆ પણ વાંચોઃ ફેન્સ માટે બાહુબલી સ્ટારની જબરદસ્ત સરપ્રાઈઝ, બે દિવસ બાદ ધમાકો

rajni

રજનીકાંતે કહ્યુ કે મી ટુ કેમ્પેઈન શાનદાર છે પરંતુ મહિલાઓ આ અંગે ધ્યાન રાખે કે તેનો દુરુપયોગ ના થાય. તમિલ ગીતકાર વીરામુથુ પર મી ટુ હેઠળ લાગેલા યૌન શોષણના આરોપો પર રજનીકાંતે કહ્યુ કે તેમણે તેને નકાર્યા છે અને પોતાની સામે કેસ કરવાની વાત આરોપ લગાવનારી મહિલાને કહી છે. ફિલ્મ 'પેટ્ટા' ના શૂટિંગથી ચેન્નઈ પાછા ફરેલા રજનીકાંતે શનિવારે આ વાત કહી.

આ પણ વાંચોઃ યુપીના ખેડૂતોની મદદે આવ્યા અમિતાભ, ચૂકવશે 850 ખેડૂતોનું દેવુઆ પણ વાંચોઃ યુપીના ખેડૂતોની મદદે આવ્યા અમિતાભ, ચૂકવશે 850 ખેડૂતોનું દેવુ

કેરળના સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટના બધી ઉંમરની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપ્યા બાદ આ અંગે થઈ રહેલા વિરોધ પર રજનીકાંતે કહ્યુ છે કે મંદિરો અંગે હસ્તક્ષેપ ન હોવો જોઈએ. રજનીકાંતે કહ્યુ છે કે એક મંદિરમાં લાંબા સમય સુધી પરંપરાઓ ઉપરાંત સમ્માનિત અનુષ્ઠાન થાય છે. મારા મત મુજબ આમાં કોઈ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે અદાલતના આદેશ બાદ અમુક મહિલાઓએ મંદિરની અંદર જવાની કોશિશ કરી હતી પરંતુ વિરોધના કારણે તે પ્રવેશ કરી શકી નહોતી.

English summary
Rajinikanth on MeToo campaign and Sabarimala row
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X