For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષયની ફિલ્મ 2.0થી Jio, એરટેલ અને વોડાફોનમાં ફફડાટ, ફિલ્મ પર રોક લગાવવાની કરી માગ

અક્ષયની ફિલ્મ 2.0થી Jio, એરટેલ અને વોડાફોનમાં ફફડાટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અક્ષય કુમાર અને રજનીકાંતની મોસ્ટ અવટેડ ફિલ્મ 2.0ની રિલીઝની ઠીક પહેલા ફિલ્મની મુશ્કેલીઓ વધી ગઈ છે. રિલાયન્સ જિયો, વોડાફોન, એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓએ ફિલ્મને લઈ વાંધો ઉઠાવ્યો છે. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ ફિલ્મ મેકર્સ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સીઓએઆઈએ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે.

અક્ષયની 2.0 મુશ્કેલીમાં

અક્ષયની 2.0 મુશ્કેલીમાં

ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ ટેલિકોમ કંપનીઓએ ફિલ્મને લઈને વાંધો જતાવ્યો છે. રિલાયન્સ જિયો, વોડાફોન, એરટેલ જેવી મોટી મોટી ટેલિકોમ કંપનીઓમાં ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ ફફડાટ જોવા મળી રહ્યો છે. ફિલ્મ પર બેન લાદવા માટે કંપનીઓએ સેન્સર બોર્ડને અપીલ કરી છે. ઉપરાંત ફિલ્મ સામે કેસ પણ કરાવવામાં આવ્યો છે. આ કંપનીઓનું કહેવું છે કે ફિલ્મમાં મોબાઈલ ફોન, ટાવર અને મોબાઈલ સર્વિસ વિશે કોઈપણ સાઈન્ટિફિક પ્રમાણ વિના ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

અક્ષયથી ડરી જિયો, એરટેલ અને વોડાફોન

અક્ષયથી ડરી જિયો, એરટેલ અને વોડાફોન

ટેલિકોમ કંપનીઓએ ફિલ્મ મેકર્સ પર આરોપ લગાવતા ફરિયાદ કરી કે ફિલ્મમાં મોબાઈલ ફોન અને મોબાઈલ ટાવરને લઈને ખોટું દેખાડવામાં આવી રહ્યું છે, જેનાથી ભ્રમ પેદા થશે. ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમાર ક્રો-મેનનો રોલ નિભાવી રહ્યો છે. અક્ષય પોતાના એક ડાયલોગમાં બોલે છે કે સેલફોન સેલફોન રાખનાર દરેક વ્યક્તિ ખુની છે, તેને જોઈને જ લોકો ડરીને ભાગવાનું શરૂ કરી દેશે. મોબાઈલ ફોનને કારણે આજે વાતાવરણ, પક્ષિ અને માણસ માટે જમીન રહેવા લાયક નથી રહી. ટેલિકોમ કંપનીઓની ફરિયાદ છે કે ફિલ્મના ટ્રેલર અને ટીઝરમાં કોઈપણ સબૂત વિના મોબાઈલ ફોન અને ટાવરને નુકસાનકારક ગણાવવામાં આવ્યા છે. ફિલ્મમાં મોબાઈલને લઈને લોકોમાં ડર ફેલાવવામાં આવી રહ્યો છે.

રિલીઝ પહેલા જ 100 કરોડના ક્લબમાં પહોંચી ફિલ્મ

જણાવી દઈએ કે ફિલ્મ 2.0ને હિન્દી, તમિલ અને તેલુગુ ત્રણેયમાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય-રજનીકાંત ઉપરાંત એમી જેક્શન, સુધાંશુ પાંડે, આદિલ હુસૈન, રિયાઝ ખાન છે. ફિલ્મને એસ. શંકરે ડિરેક્ટ કરી છે. જ્યારે ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે. ફિલ્મ પર 543 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દેશની સૌથી મોંઘી ફિલ્મ બની ચૂકી છે. જણઆવી દઈએ કે ફિલ્મે રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી લીધી. રિલીઝ પહેલા જ 120 કરોડનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ફિલ્મમાં એનિમેશનનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવ્યો છે.

દિશા પટાનીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ હૉટ પિક્સ દિશા પટાનીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ હૉટ પિક્સ

English summary
Rajinikanth's '2.0' vs Reliance Jio, Airtel, Vodafone-Idea, others' battle awakens this scary 'ghost' from past!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X