• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ગોલિયોં કી રાસલીલા સામે રજ્જોનો મુજરો?

|

મુંબઈ, 27 સપ્ટેમ્બર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા પહેલાથી જ તેના વિવાદાસ્પદ પોસ્ટરના પગલે કાનૂની વિવાદનો સામનો કરી રહે છે અને હવે ગોલિયોં કી રાસલીલા સામે વધુ એક વિઘ્ન ઊભુ થઈ ગયું છે. જાણવા મળે છે કે રામલીલા જે દિવસે રિલીઝ થઈ રહી છે, તે જ દિવસે વિશ્વાસ પાટિલની રજ્જો ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે.

રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે એ બાબતને લઈને ખુશ હતાં કે તેમની ફિલ્મ રામલીલાની 15મી નવેમ્બરે સોલો રિલીઝ થશે, પરંતુ કંગના રાણાવત અભિનીત રજ્જો પણ આ જ દિવસે રિલીઝ થવાની જાહેરાતથી રામલીલા સામે વધુ એક વિઘ્ન ઊભુ થઈ ગયું છે.

જોકે રજ્જોના દિગ્દર્શક વિશ્વાસ પાટિલ કહે છે - રજ્જો અને રામલીલા સાથે રિલીઝ થતા દર્શકોને બે જુદા પ્રકારની ફિલ્મો જોવાની તક મળશે. કંગના રાણાવત પોતે પણ આ ફિલ્મ અંગે ઉત્સાહિત છે. કંગના મુસ્લિમ નર્તકી એટલે કે મુજરાવાળી મહિલા તરીકે દેખાશે, તો દીપિકા પાદુકોણેને પણ રામલીલામાં લોકો અલગ જ લુકમાં જોઈ શકશે.

કંગના રાણાવતે જણાવ્યું કે રજ્જો તેના દિલની નજીક છે અને તહેવારો દરમિયાન તે રિલીઝ થતા લોકોને એક સારી ફિલ્મ જોવા મળશે. ફિલ્મમાં કંગના રાણાવત ઉપરાંત પારસ અરોરા, પ્રકાશ રાજ, મહેશ માંજરેકર અને જયા પ્રદા જેવા કલાકારો પણ છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગોલિયોં કી રાસલીલા

ગોલિયોં કી રાસલીલા

સંજય લીલા ભાનુશાળીની મહત્વની ફિલ્મ રામલીલા આગામી 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મના પોસ્ટરમાં ગોલિયોં કી રાસલીલા લખેલુ છે. ફિલ્મના પોસ્ટર અંગે વિવાદ ઊભો થયો છે.

રજ્જોનો મુજરો

રજ્જોનો મુજરો

રામલીલા સાથે જ વિશ્વાસ પાટિલ દિગ્દર્શિત રજ્જો પણ 15મી નવેમ્બરે જ રિલીઝ થઈ રહી છે. તેથી રામલીલાની ગોલિયોં કી રાસલીલાને રજ્જોમાં કંગના રાણાવતે કરેલો મુજરો ટક્કર આપી શકે છે.

સત્તર વર્ષનો હીરો

સત્તર વર્ષનો હીરો

રજ્જો ફિલ્મની ખાસિયત એ છે કે તેમાં કંગના સામે હીરો છે પારસ અરોરા કે જેની ઉંમર માત્ર 17 વર્ષ છે.

કિન્નર બન્યાં મહેશ

કિન્નર બન્યાં મહેશ

રજ્જોમાં મહેશ માંજરેકર એક કિન્નરનો રોલ કરી રહ્યાં છે.

પ્રકાશ ભ્રષ્ટ નેતા

પ્રકાશ ભ્રષ્ટ નેતા

રજ્જોમાં પ્રકાશ રાજ પણ છે કે જેઓ એક ભ્રષ્ટ રાજકારણીનો રોલ કરી રહ્યાં છે.

English summary
"Ram Leela", featuring actors Ranveer Singh and Deepika Padukone, was to enjoy a solo release Nov 15, but now Kangana Ranaut-starrer "Rajjo" will also hit the screens on the same date. Both the movies will release Nov 15.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more