For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oscar માટે પસંદ થઇ રાજકુમાર રાવની 'ન્યૂટન'

રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યૂટન' રિલીઝના પહેલા દિવસે જ ઓસ્કાર માટે નોમિનેટ થઇ છે. લોકતંત્રના પાઠ ભણવાતી આ સ્મોલ બજેટ ફિલ્મના ક્રિટિક્સે પણ ખૂબ વખાણ કર્યા છે. આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

શુક્રવારના રોજ રિલીઝ થયેલ રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટન ઓસ્કાર માટે સિલેક્ટ થઇ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ શુક્રવારે આ અંગે જાહેરાત કરી હતી. અમિત માસુરકરની આ ફિલ્મ લોકતંત્ર અને ચૂંટણીના વિષય પર આધારિત છે. છત્તીસગઢના અંતરિયાળ નક્સલી વિસ્તારમાં થતી ચૂંટણી અંગે અહીં વાત કરવામાં આવી છે. રિલીઝના પ્રથમ દિવસે જ ફિલ્મની પસંદ ઓસ્કાર માટે કરવામાં આવી છે. ઇન્ડિયા તરફથી ઓસ્કારની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં ન્યૂટન ફિલ્મ નોમિનેટ કરવામાં આવી છે. બોલિવૂડની 26 ફિલ્મોને પછાડીને ન્યૂટન ફિલ્મ ઑસ્કારમાં જવાની તક ઝડપી છે. ક્રિટિક્સ તરફથી આ ફિલ્મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે.

આ ફિલ્મો છે રેસમાં

આ ફિલ્મો છે રેસમાં

ન્યૂટન ફિલ્મ શુક્રવારના રોજ 350 સ્ક્રિન પર રજૂ થઇ છે. હવે ઓસ્કાર એવોર્ડ્સની રેસમાં આ ફિલ્મે સ્વીડનની ફિલ્મ ધ સ્ક્વેર, જર્મનીની ઇન ધ ફેડ, કંબોડિયાની ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર અને પાકિસ્તાનની સાવન ફિલ્મ સામે ઝીંક ઝીલવાની રહેશે. ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન 4 માર્ચ 2018ના રોજ લૉસ એન્જલસમાં થશે.

ઑસ્કાર એન્ટ્રીથી વધશે બોક્સ ઓફિસ કલેક્શન

ઑસ્કાર એન્ટ્રીથી વધશે બોક્સ ઓફિસ કલેક્શન

આ ફિલ્મમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, અંજલિ પાટિલ, રઘુવીર યાદવ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ઓસ્કાર માટે ફિલ્મ સિલેક્ટ થઇ જતાં તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ તેની સકારાત્મક અસર જોવા મળશે. આ ફિલ્મની સફળતાનો આધાર આમ પણ માઉથ પબ્લિસિટી પર જ વધુ હતો. આથી કહી શકાય કે, ઓસ્કારમાં ફિલ્મ નોમિનેટ થઇ હોવાની જાહેરાત એકદમ બરાબર સમયે કરવામાં આવી છે.

હિટ થશે ફિલ્મ

હિટ થશે ફિલ્મ

રાજકુમાર રાવની ન્યૂટન સાથે જ શુક્રવારે સંજય દત્તની ફિલ્મ ભૂમિ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ હસીના પારકર પર રિલીઝ થઇ હતી. આ ત્રણેયમાં ન્યૂટનના સૌથી વધારે વખાણ થયા છે. આ ફિલ્મનું બજેટ માત્ર 10 કરોડ છે, એટલે કે ફિલ્મને હિટ થવા માટે માત્ર 20 કરોડની જરૂર છે. આ ફિલ્મને ભલે સારુ ઓપનિંગ ન મળે, પરંતુ ઓસ્કાર નોમિનેશન માટે સિલેક્ટ થયા બાદ વિકએન્ડ પર આ ફિલ્મ સારી કમાણી કરે એવી શક્યતા છે.

2017ના સ્ટાર રાજકુમાર રાવ

2017ના સ્ટાર રાજકુમાર રાવ

વળી, ટ્રેડ પંડિતો અનુસાર, આ ફિલ્મ બોક્સઓફિસ પર સામાન્ય મસાલા ફિલ્મ કરતા વધુ ટકશે. રાજકુમાર રાવ પોતાની દમદાર એક્ટિંગને કારણે આમ પણ વર્ષ 2017ના સુપરસ્ટાર ઘોષિત થઇ ચૂક્યા છે. ફિલ્મ બરેલી કી બર્ફીમાં રાજકુમાર રાવની એક્ટિંગના ભરપૂર વખાણ થયા છે. તો બીજી બાજુ, વિદેશોમાં ન્યૂટનના પ્રીમિયરમાં પણ રાજકુમારના ખૂબ વખાણ થયા છે. આ બંને વસ્તુનો ફાયદો ન્યૂટન ફિલ્મને મળશે.

English summary
Newton has been selected as Indian’s official entry to the Oscars, star Rajkummar Rao has tweeted. Newton was released in theaters on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X