For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાખીએ કહ્યું, કાસ્ટિંગ કાઉચ માટે ખુદ છોકરીઓ જ સામેથી તૈયાર થઇ જતી હોય છે

છેલ્લા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઇને વિવાદ સર્જાયો છે, આ મુદ્દા પર હવે હિંદી સિનેમાની આયટમ ગર્લ અને વિવાદિત નિવેદનોની મલ્લિકા રાખી સાવંતે ટીપ્પણી કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

મુંબઇઃ છેલ્લા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઇને વિવાદ સર્જાયો છે, આ મુદ્દા પર હવે હિંદી સિનેમાની આયટમ ગર્લ અને વિવાદિત નિવેદનોની મલ્લિકા રાખી સાવંતે ટીપ્પણી કરી છે, રાખીએ કહ્યું કે અહીં થાય છે કાસ્ટિંગ કાઉચ, હું બીજાઓને શું કહ્યું, હું ખુદ આની શિકાર બની છું. એવ ઇવેન્ટમાં મીડિયા સાથેની વાતચીતમાં રાખીએ આ અંગે ખુલાસો કર્યો હતો.

હું ખુદ શિકાર બની પણ મને 'નો' કહેતા આવડતું હતું

હું ખુદ શિકાર બની પણ મને 'નો' કહેતા આવડતું હતું

રાખીએ કહ્યું કે હું જ્યારે એક સ્ટ્રગલર હતી, ત્યારે મારે આ ચીજથી પસાર થવું પડ્યું પણ એનો મતલબ એ નથી કે જે કોઇપણ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર પાસે ગઇ તે બધા આવા હતા. બીજા ક્ષેત્રોની જેમ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ જાતિય સતામણી થાય છે પરંતુ મારામા ટેલેન્ટ હતું અને મેં હાર ન માની. મેં ના કહેતા શીખ્યું, અને એક કલાકારની જેમ મારી પ્રતિભાનો ઉપયોગ કર્યો. મને વિરોધ કરતા આવડતો હતો એટલે મારી સાથે ખરાબ નથી થયું.

કામ માટે છોકરીઓ કોઇપણ હદ સુધી જવા તૈયાર

કામ માટે છોકરીઓ કોઇપણ હદ સુધી જવા તૈયાર

રાખીએ આગળ કહ્યું કે તે કોરિયોગ્રાફર સરોજ ખાનની સાથે સહમત છે, કહ્યું કે સરોજ ખાને આ ક્ષેત્રમાં લાંબો સમય વિતાવ્યો છે માટે એમણે એ જ કહ્યું જે એમણે જોયું. આજની છોકરીઓ પોતાના કરિયરમાં કોઇપણ પ્રકારની સમજૂતી કરવા માટે તૈયાર હોય છે. આજકાલ તો છોકરીઓ કહે છે કે કંઇપણ કરી લો, મને કામ દઇ દો. આમા પ્રોડ્યુસરનો શું વાંક છે. માટે સરોજજી ખોટા નથી.

પ્રિયંકા અને સલમાન ખાને પ્રતિભાના દમ પર ઓળખ બનાવી

પ્રિયંકા અને સલમાન ખાને પ્રતિભાના દમ પર ઓળખ બનાવી

આજે કેટલીય છોકરીઓ હીરોઇન બનવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. ખુદને પ્રોડ્યુસર્સને સોંપતી હોય તેવી કેટલીય છોકરીઓને મેં જોઇ છે. આવું ન હોવું જોઇએ. પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન પોતાના ટેલેન્ટના કારણે સુપરસ્ટાર છે, અન્ય કોઇ કારણોસર નહીં. ન્યૂકમર અને સ્ટ્રગલરને સલાહ આપતા રાખી કહે છે કે ધીરજ રાખો અને સફળતા મેળવાના શોર્ટકટ તરફ ન ભાગો. રાખીએ એમ પણ કહ્યું કે અહીના લોકો કાસ્ટિંગ કાઉચ પર સાચું બોલતાં ડરે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેપને બદલે રોટી મળે છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેપને બદલે રોટી મળે છે

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં આ મુદ્દે મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાને પણ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને કારણે આ મુદ્દાએ વિકરાટ રૂપ ધારણ કરી લીધું હતું. સરોજ ખાને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં રેપના બદલે રોટી આપવામા આવે છે, અહીં રેપ કરીને છોકરીને છોડી નથી મુકવામા આવતી પણ તેને કામ આપવામા આવે છે.

તેલુગુ એક્ટ્રેસે નગ્ન થઇને કર્યો હતો વિરોધ

તેલુગુ એક્ટ્રેસે નગ્ન થઇને કર્યો હતો વિરોધ

જણાવી દઇએ કે કાસ્ટિંગ કાઉચ પર થઇ રહેલા વિવાદે ત્યારે જોર પકડ્યું જ્યારે એક તેલુગુ એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ જાહેરમાં નગ્ન થઇ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ કાસ્ટિંગ કાઉચ થાય છે, અહીંના સ્ટૂડિયો રેડલાઇટ એરિયાની જેમ છે, જ્યાં જાહેરમાં શરીરનો સોદો થાય છે અને ત્યાં ક્યારેય પોલીસ રેડ નથી પડતી.

English summary
Rakhi Sawant backs Saroj khan view on casting couch nobody rapes anyone in film industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X