રાખી સાવંતે કર્યા ‘હૉટ યોગા', સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા
પોતાના નિવેદનો અને હૉટ ફોટા માટે હંમેશાથી સમાચારોમાં રહેતી બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત એક વાર ફરીથી સમાચારોમાં છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશના અલગ અલગ ભાગોમાં જ્યારે લોકો યોગ કરી રહ્યા હતા તો રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર યોગ કરીને ખૂબ જ હૉટ ફોટા શેર કર્યા. આ ફોટા સાથે રાખી સાવંત લખ્યુ, 'આઈ લવ યોગા... હેપ્પી યોગા ડે...' રાખીના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને ઘણીવાર પોતાના હૉટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

‘હું હૉટ બનવા ઈચ્છુ છુ, એટલા માટે...'
રાખી સાવંત ઘણી વાર કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર કરેલા પોતાના ફોટા માટે રાખી ફરીથી સમાચારોમાં છે. રાખીનુ કહેવુ છે કે હૉટ યોગ ઘણી રીતે ખાસ છે અને દરેકે હૉટ બનવા માટે યોગ કરવા જોઈએ. આ પહેલા રાખી સાવંતે કહ્યુ હતુ, ‘જો લોકો હૉટ યોગા કરે તો તેમને પોતાનુ વજન ઘટાડવાની જરૂર નહિ પડે. લોકો મને પૂછી રહ્યા છે કે હું હૉટ યોગ કેમ કરી રહી છુ, કારણકે હું હંમેશા કહુ છુ કે હું હૉટ બનવા ઈચ્છુ છુ, એટલા માટે હું યોગ કરી રહી છુ.'
|
‘હું હૉટ યોગાથી વજન ઘટાડી શકુ છુ'
રાખી સાવંતનું કહેવુ છે કે, ‘મે મારા સ્ટ્રગલિંગના દિવસોમાં માત્ર સલાડ ખાધો હતો પરંતુ જ્યારે મે વ્યવસ્થિત જમવાનું શરૂ કર્યુ તો મારુ વજન વધી ગયુ. હું મારા ગુરુને મળી અને તેમણે મને કહ્યુ કે હું હૉટ યોગાથી પોતાનુ વજન ઘટાડી શકુ છુ. લોકો મને પૂછી રહ્યા છે કે શું છે આ હૉટ યોગા...?' રાખી સાવંતે ગયા વર્ષે પણ યોગ દિવસે પોતાના આવા હૉટ ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

જ્યારે સોળ શ્રૃંગાર કરીને કુંભ પહોંચી રાખી સાવંત
તમને જણાવી દઈએ કે રાખી સાવંત હાલમાં જ એ વખતે સમાચારોમાં છવાઈ હતી જ્યારે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળામાં પહોંચી હતી. કુંભના મેળામાં પહોંચેલી રાખી સાવંતે સોળ શ્રૃંગાર કરેલી અને દુલ્હનના જોડામાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે સેથીમાં સિંદુર, માથા પર લાલ બિંદી અને હાથમાં ચૂડા પહેર્યા હતા. રાખીને આ રીતે દુલ્હનના જોડામાં જોઈને લોકો ચોંકી ગયા. પત્રકારોએ જ્યારે રાખીને પૂછ્યુ કે શું તેમના લગ્ન થઈ ગયા, તો તેણે જવાબ આપ્યો કે તે હજુ સુધી કુંવારી છે. રાખીએ કહ્યુ, ‘પ્રયાગરાજ એક પવિત્ર નગરી છે એટલા માટે તે કુંભના મેળામાં એક ભારતીય નારીની જેમ પારંપરિક વેશમાં અહીં આવી છે. મને બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે, તો આજે હું સંગમમાં મારા પાપ ધોવા ઈચ્છુ છુ. હું મા ગંગાને પ્રાર્થના કરુ છુ કે તે મને મારા ગુસ્સા પર કંટ્રોલ કરવાની શક્તિ આપે.'

પબ્લિસિટી સ્ટંટ નીકળ્યુ લગ્નનુ એલાન
રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણીવાર વીડિયો અને નિવેદનો માટે સમાચારોમાં રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નનું એલાન કરીને વેડિંગ ઈન્વિટેશન અપલોડ કર્યુ હતુ. રાખી સાવંતે કહ્યુ કે તે ઈન્ટરનેટ સેન્સેશન દીપક કલાક સાથે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. રાખી અને દીપક કલાલે આ લગ્નના ઘણા વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા. જો કે હંમેશાની જેમ રાખીનો આ પબ્લિસિટી સ્ટંટ જ નીકળ્યો અને બંનેને લગ્ન ન કર્યા. રાખી ઘણીવાર આ રીતની વિચિત્ર વાતો માટે મીડિયામાં છવાયેલી રહે છે.