2020માં વરુણ, આલિયા સહિત આ 6 સુપરસ્ટાર કરશે લગ્ન, ડેટ ફાઈનલ!
લગ્નની બાબતમાં વર્ષ 2019 સંપૂર્ણપણે અફવાઓથી ઘેરાયેલુ રહ્યુ. ચર્ચા રહી કે વરુણ ધવન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના કાર્ડ છપાઈ ચૂક્યા છે. જો કે એવુ કંઈ થયુ નહિ અને વર્ષ 2020 આવી ગયુ. તમને જણાવી દઈએ કે બિગ હિટ ફિલ્મો આપવા સાથે વર્ષ 2020 સંપૂર્ણપણે લગ્નનુ વર્ષ બની રહેવાનુ છે. એવા ઘણા મોટા નામ છે કે જે પોતાના સંબંધને લગ્ન સુધી પહોંચાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

બેન્ડ બાજા બારાત
આ એ બધા નામ છે જેમના લગ્નની રાહ ફેન્સની સાથે સાથે બોલિવુડ પણ કરી રહ્યુ છે. ગયા વર્ષે આ બધાએ ખુલ્લેઆમ પ્રેમનો ઈકરાર કર્યો. હવે બેન્ડ બાજા બારાતનો વારો છે. ચાલો જોઈએ એ નામ જેમના વર્ષ 2020 લગ્ન થવાના છે.

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા
અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાએ વર્ષ 2019માં પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. નવા વર્ષે બંનેના કિસ કરતા ફોટા પણ વાયરલ થઈ ચૂક્યા છે. બંને પોતાના સંબંધ માટે ઘણા ગંભીર છે. આશા છે કે વર્ષ 2020માં બંને લગ્ન કરી લેશે.
આ પણ વાંચોઃ રોમેન્ટીક લિપ લૉક સાથે પ્રિયંકા-નિકે કર્યુ 2020નુ સ્વાગત, Video વાયરલ

વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર
દીપિકા પાદુકોણ સાથે છપાક ફિલ્મમાં જોવા મળવાના છે વિક્રાંત મેસી. વર્ષ 2019માં વિક્રાંતે ગુપચુપ સગાઈ કરી લીધી. હવે તે વર્ષ 2020માં પોતાની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે હજુ સુધી આની કોઈ પાક્કી તારીખ આવી નથી.

વરુણ ધવન અને નતાશા દલાલ
વરુણ ધવન અને નતાશા દલાલે એ વાતનો ઈશારો પહેલેથી કરી દીધો છે કે બંને એક ગંભીર રિલેશનમાં છે. વરુણ પોતાના કરિયરની શરૂઆતથી નતાશાને ડેટ કરી રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે બંને પોતાના સંબંધને લગ્ન સુધી 2020મા પહોંચાડી દેશે.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની લવ સ્ટોરી વર્ષ 2019માં સૌથી ચર્ચિત રહી છે. ફરહાન અને શિબાની વર્ષ 2020માં પોતાના લગ્નને નામ આપવાની તૈયારી કરી ચૂક્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
આ છે બોલિવુડની સૌથી ચર્ચિત જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર. વર્ષ 2019 સંપૂર્ણપણે આ બંનેના લગ્ન માટે ચર્ચામાં રહ્યુ. દરેક જણ કહેતુ રહ્યુ કે બંનેએ લગ્નની તારીખ નક્કી કરી દીધી છે. લાગી રહ્યુ છે કે વર્ષ 2020ના અંત સુધીમાં બંને લગ્ન કરી શકે છે.

સુષ્મિતા સેન અને રોહમન શૉલ
સુષ્મિતા સેનનુ નામ આ યાદીમાં ઉમેરવુ જરૂરી છે. તે પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે લગ્ન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બંને વર્ષ 2019માં માત્ર પોતાના રોમાન્સ માટે ચર્ચામાં રહ્યા છે.