
'બ્રહ્માસ્ત્ર'માં રણબીર-આલિયા પહેલી વાર ઑનસ્ક્રીન લિપલૉક KISS કરતા દેખાયા, જુઓ રોમેન્ટીક PICS
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નુ બુધવારે ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. અમિતાભ બચ્ચન અને મૌની રૉય અભિનીત અયાન મુખર્જીના 'બ્રહ્માસ્ત્ર'નુ ટ્રેલર દર્શકોને ખૂબ ગમી રહ્યુ છે. આલિયા અને રણબીર આ ફિલ્મમાં પહેલી વાર ઑનલાઈન કિસ કરતા જોવા મળશે. ફિલ્મનુ ટીઝર આઉટ થયા બાદથી જ તેના રોમેન્ટીક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

આ ફિલ્મના ફોટાઓએ જીત્યુ દર્શકોનુ દિલ
આ ફિલ્મની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં આલિયા અને રણબીરના લિપ લૉક્સના ફોટા દર્શકોનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઑનલાઈન સ્ક્રીન પર બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે.

રિયલ લાઈફ કપલનો રોમાન્સ જોઈ દર્શકો લૂંટાવી રહ્યા છે પ્રેમ
ટ્રેલર વીડિયોના એક દ્રશ્યમાં રિયલ લાઈફ કપલ પહેલી વાર ઑનસ્ક્રીન લિપલૉક કરતા મળ્યા હતા. દર્શકો સોશિયલ મીડિયા પર નવા પરિણીત યુગલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.
|
રણબીર-આલિયાની કેમેસ્ટ્રી સારી લાગી
એક યુઝરે લખ્યુ, 'રણબીર અને આલિયાની કેમેસ્ટ્રી શાનદાર છે.' બીજાએ કહ્યુ, 'પ્રેમ એ પ્રકાશ છે.' અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર અને આલિયા પહેલીવાર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર કરણ જોહરે શેર કર્યુ છે.