• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Watch : રણબીરની ન્યુ ઈયર Gift ‘સૂરજ ડૂબા હૈ...’

|

અમદાવાદ, 22 ડિસેમ્બર : ન્યુ ઈયર સીઝન શરૂ થઈ ચુકી છે અને આ સાથે જ સૌ બનાવી રહ્યા છે ન્યુ ઈયર નાઇટની પાર્ટી માટે નવું પ્લેલિસ્ટ. તો આપના ફૅવરિટ સુપર સ્ટાર રણબીર કપૂરે આપને પાર્ટી માટે એક નવું ગીત ગિફ્ટ કર્યું છે.

રૉય ફિલ્મું આ ગીત સૂરજ ડૂબા હૈ... બહેતરીન પાર્ટી નંબર છે અને આપ તેને પોતાના પ્લેલિસ્ટમાં ચોક્કસ ઉમેરવા માંગશો. આ સાથે જ આ ગીત પર ન્યુ ઈયર પાર્ટી પર ન થિરક્યા, તો પાર્ટીમાં કંઇક મિસ કરશો, એ અમારો દાવો છે.

આ ગીતના બોલ છે સૂરજ ડૂબા હૈ યારોં, દો ઘૂંટ નશે કે મારોં, ગમ તુમ ભુલા દો સારે સંસાર કે... એટલે કે ગીતનો સંદેશ પણ સ્પષ્ટ છે કે વગર કોઈ ચિંતા કર્યે ખૂબ મોજ કરી લ્યો. ગીતમાં જૅકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ જોશ સાથે નાચતા દેખાઈ રહ્યાં છે.

ગીતને અવાજ આપ્યો છે યૂથા હાર્ટથ્રૉબ અરિજીત સિંહે, તો એમ પણ ગીત આપનું પ્લેલિસ્ટ મિસ ન જ કરી શકે. ફીમેલ વૉકલિસ્ટ છે અદિતી સિંહ શર્મા. અરિજીત-અદિતી બંનેએ ગીત સાથે બહેતરીન ન્યાય કર્યો છે. ગીતના મ્યુઝિક ડાયરેક્ટર છે અમાલ મલિક. આ ગીત સાથે ન્યુ પાર્ટી તો બનતી હૈ.

લ્યો, નીચેના વીડિયો પર ક્લિક કરી આપ પણ માણો આ ગીત :

English summary
Arjun Rampal, Jaqueline Fernandez and Ranbir Kapoor starrer Roy has released a new track Sooraj Dooba hai which definitely will make you groove.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X