આલિયા બનશે રણબીરની દુલ્હન.. સમાચાર પર મુકેશ ભટ્ટે ખોલ્યો રાઝ, જાણો શું કહ્યુ
ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. સમાચારોની માનીએ તો બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંને સ્ટાર્સના ચાહકો પણ એ જ ઈચ્છે છે કે જલ્દી રણબીર અને આલિયા એકબીજા સાથે લગ્ન કરી લે. પરંતુ આ દરિમયાન બંનેના લગ્ન વિશે ચાલી રહેલ ચર્ચાને આલિયા ભટ્ટના કાકાએ ધરમૂળથી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે હાલમાં આલિયા ભટ્ટ ઉટીમાં છે અને ફિલ્મ સડક-2નું શૂટિંગ કરી રહી છે.
આ પણ વાંચોઃ જયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ કહ્યુ, 'પતિને કહો જુમ્મા ચુમ્મા દે દે ના કરે'

સમાચારોને ગણાવ્યા અફવા
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી આલિયા ભટ્ટનો લહેંગો ડિઝાઈન કરશે. વાસ્તવમાં હાલમાં જ આલિયા ભટ્ટ સબ્યસાચીના મુંબઈ સ્થિત સ્ટોર પર દેખાઈ હતી. પરંતુ આલિયા ભટ્ટના કાકા મુકેશ ભટ્ટે આ તમામ અફવાઓને ફગાવી દીધી છે. તેમણે કહ્યુ કે આ એકદમ બકવાસ છે, કોણ છે જે રીતની અફવાઓ ફેલાવી રહ્યુ છે. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર આલિયા ભટ્ટના સાવકા ભાઈ રાહુલ ભટ્ટનું કહેવુ છે કે આલિયા મારી સાવકી બહેન છે, અમે સાથે નથી રહેતા. મને એની જિંદગીમાં શું ચાલી રહ્યુ છે તેની વધુ માહિતી નથી. પરંતુ આલિયા અને રણબીરની જોડી સારી લાગે છે, જો મને લગ્નમાં બોલાવવામાં આવ્યો તો હું જરૂર જઈશ.

સડક -2ના શૂટિંગમાં વ્યસ્ત
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ ફિલ્મ સડક-2નું શૂટિંગ ઉટીમાં કરી રહી છે. આ ફિલ્મ સાથે આલિયાના પિતા મહેશ ભટ્ટ એક વાર ફરીથી 20 વર્ષ બાદ ફિલ્મ ડાયરેક્શનમા કમબેક કરી રહ્યા છે. ખુદ આલિયાએ સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ ઉપરાંત ઘણા ફોટા શેર કર્યા છે. આ વર્ષે આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ આવી રહી છે. જેમાં તેની સાથે રણબીર કપૂર પહેલી વાર મોટા પડદે જોવા મળશે.

સલમાન સાથે જોવા મળશે મોટા પડદા પર
આ ઉપરાંત કરણ જોહર સાથે પણ આલિયાની આગામી ફિલ્મ આવવાની છે જેનુ નામ તખ્ત છે અને એમાં ઘણા મોટા એક્ટર કરીના કપૂર, વિકી કૌશલ, રણવીર સિંહ, જ્હાનવી કપૂર, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર જોવા મળશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાળી સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનુ નામ ઈંશાઅલ્લાહ છે જેમાં તે સલમાન ખાન સાથે પહેલી વાર મોટા પડદા પર જોવા મળશે.