• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રણબીર અને આલિયા DUMB છે, સેક્સ પર વાત કરશે પરંતુ દેશ પર નહિઃ કંગના

|

કંગના રનોતે એક વાર ફરીથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ખરાબ રીતે ઝાટકી દીધા છે. હાલમાં જ કંગનાએ કહ્યુ હતુ કે તેને સૌથી મોટી મુશ્કેલી એ છે કે આજકાલના સ્ટાર્સ દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરતા ખચકાય છે જ્યારે આ આપણી જવાબદારી છે. હવે મિડ ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં કંગના રનોતને મયંક શેખરે સ્પષ્ટ પૂછ્યુ કે તમે બધાને ટાર્ગેટ કેમ કરતા રહો છો. કંગનાએ સ્પષ્ટ જવાબ આપ્યો કે રણબીર કપૂર 37 વર્ષના છે, તે યુવા કહે છે પોતાને? આલિયા ભટ્ટ 27 વર્ષની છે, આ ઉંમરમાં મારી માના ત્રણ બાળકો હતા. આ લોકો બાળક છે કે DUMB (બુદ્ધુ) છે શું છે, મને તો ખબર નથી પડતી. આ લોકો નેશનલ ટીવી પર એ વાત તો કરી શકે છે કે કોણ કોની સાથે સેક્સ કરી રહ્યુ છે પરંતુ દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય નહિ આપે કારણકે તે એમની પર્સનલ બાબત છે.

આવુ ના ચાલે

આવુ ના ચાલે

કંગના રનોતે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સને આડે હાથ લેતા કહ્યુ હતુ કે તમારા ઘરે બધુ ઠીક છે એટલા માટે તમે પોલિટિક્સ પર વાત નહિ કરો એવુ ના હોય. મારુ કેરિયર જતુ રહે તો ઠીક છે પરંતુ દેશ વિશે વાત નહિ કરીએ તો કોણ કરશે.

ઝોયા અખ્તરે આપ્યો હતો જવાબ

ઝોયા અખ્તરે આપ્યો હતો જવાબ

ગલી બૉય ડાયરેક્ટર ઝોયા અખ્તરે કંગના વિશે વાત કરતા કહ્યુ હતુ કે મને તેનુ કામ શાનદાર લાગે છે પરંતુ તેના આરોપ મને સમજમાં નથી આવતા. મને માફ કરજો. મને ખબર નથી કે તે આવી રીતે વાતો કેમ કરે છે.

કોઈએ નહોતો આપ્યો કંગનાને સાથ

કોઈએ નહોતો આપ્યો કંગનાને સાથ

હાલમાં જ આખા બોલિવુડ પર આરોપ લગાવ્યો હતો કે પોતાની ફિલ્મના સમયે બધા તેને મેસેજ કરે છે પરંતુ મણિકર્ણિકા વિશે કોઈએ વાત ન કરી. કંગનાએ પૂછ્યુ, લક્ષ્મીબાઈ મારી કાકી થોડી લાગે છે. જો મે કોઈ નેશનલ હીરો પર ફિલ્મ બનાવી છે તો તે તેના વિશે વાત તો કરી શકાય છે.

મને મેસેજ કરતી હતી આલિયા

મને મેસેજ કરતી હતી આલિયા

કંગના રનોતે આલિયા ભટ્ટ પર સીધુ નિશાન સાધતા કહ્યુ કે આલિયાએ મને પોતાની ફિલ્મ રાઝીનું ટ્રેલર મોકલ્યુ હતુ અને પૂછ્યુ હતુ કે પોતાનો ફીડબેક જરૂર આપજો. મે એ ફિલ્મ એક છોકરીની કહાનીની જેમ જોઈ જે નેશનલ હીરો હતી અને મે કહાનીની પ્રશંસા કરી.

આલિયાએ લંબાવ્યો હતો દોસ્તીનો હાથ

આલિયાએ લંબાવ્યો હતો દોસ્તીનો હાથ

આલિયા ભટ્ટે કંગના રનોતની તરફ દોસ્તીનો હાથ વધારતા કહ્યુ હતુ કે મે અજાણતા તેમને ઈગ્નોર નથી કર્યા. જો કે તેમને લાગતુ હોય કે મે આવુ કર્યુ છે તો હું તેમની સાથે વાત કરીને તેમની માફી માંગીશ કારણકે મારો હેતુ તેમને દુઃખી કરવાનો ક્યારેય નહોતો.

પાછી ભડકી કંગના

પાછી ભડકી કંગના

આલિયાની દોસ્તીની કોશિશને નજરઅંદાજ કરીને કંગનાએ સ્પષ્ટ કહ્યુ કે મે આલિયાને મેસેજ કરીને પૂછ્યુ કે જો હું તમારી ફિલ્મોની પ્રશંસા કરી શકુ તો તમે પણ એ જ કરી શકો છો. મને લાગે છે કે તેમનો પોતાનો એક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. અત્યારે તો તે બસ કરણ જોહરની કઠપૂતળી છે.

આલિયાની સમજદારી

આલિયાની સમજદારી

જો કે આલિયાએ સમજદારી બતાવીને વળતો જવાબ આપ્યો કે હું એટલી સારી રીતે અને બિન્દાસ રીતે વાત નથી કહી શકતી જેમ કંગના બોલે છે. હું માનુ છુ કે એ સાચુ કહી રહી છે કે આપણે ઘણી વાર પોતાની વાતો પોતાના સુધી જ રાખી દેતા હોય છે કે આ વિશે હું કેમ બોલુ અને આપણે આમ ન કરવુ જોઈએ. પરંતુ મારી અંદર વાતો કહેવાની એ કલા નથી. મારા પિતા કહે છે કે આ દુનિયામાં કરોડો લોકોના કરોડો દ્રષ્ટિકોણ છે. એમાં તારો એક દ્રષ્ટિકોણ ઓછો થઈ જશે તો કોઈને કોઈ ફરક નહિ પડે. પરંતુ કંગના જે રીતે પોતાની વાતો રજૂ કરે છે તે પ્રશંસનીય છે.

બોલિવુડ પર ભડકી છે કંગના

બોલિવુડ પર ભડકી છે કંગના

કંગના મિડ ડેના આ ઈન્ટરવ્યુમાં પાછી બોલિવુડ પર ભડકેલી જોવા મળી રહી છે. જોવાનું એ છે કે આ ઈન્ટરવ્યુમાં તે કોને કોને આડે હાથ લે છે. કારણકે હજુ તો માત્ર આ લાંબા લચક ઈન્ટરવ્યુની માત્ર એક ઝલક સામે આવી છે.

જવાબ આપશે રણબીર

જવાબ આપશે રણબીર

કંગના રનોત ઘણા સમયથી રણબીર કપૂરને ટાર્ગેટ કરી રહી છે. પરંતુ રણબીરે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. વળી, આલિયાએ સમજદારી બતાવીને કંગનાના દરેક આરોપોનો સટીક જવાબ આપી દીધો છે. ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે રણબીર કપૂર પણ પોતાનો પક્ષ તો મૂકી જ શકે છે.

બહુ રસપ્રદ એંગલ

બહુ રસપ્રદ એંગલ

કંગના રનોત રણબીર કપૂરની બહેન કરીના કપૂરની ફેન છે. તેમનુ કહેવુ છે કે કરીના ઉત્કૃષ્ટ મહિલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંગનાએ એ પણ જણાવ્યુ કે કરીના હંમેશા મારી વાતોને સપોર્ટ કરે છે અને મને મેસેજ કરીને પ્રોત્સાહન જરૂર આપે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રણબીર કપૂરના જૂના ઈન્ટરવ્યુ પર કંગનાએ રણબીરને આડે હાથ લીધા હતા. આ ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર કહી રહ્યા હતા કે મારા ઘરમાં વિજળી, પાણી આવે છે. મારા ઘરમાં બધુ ઠીક છે તો હું રાજકારણ વિશે કેમ વાત કરુ. રણબીરે એ પણ કહ્યુ હતુ કે તે આલીશાન જીવન જીવે છે અને ખુશ છે એટલા માટે તેમને કોઈનાથી કોઈ પ્રોબ્લેમ નથી.

કંગનાએ રણબીરની ઝાટકણી કાઢી

કંગનાએ રણબીરની ઝાટકણી કાઢી

રણબીરના આ ઈન્ટરવ્યુ પર કંગનાએ રણબીરને ઝાટકતા કહ્યુ હતુ કે આવુ ના ચાલે. વાત કરવી તમારી જવાબદારી છે. કંગનીએ રણબીર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે આ દેશના કારણે તમારુ ઘર છે. આ દેશવાસીઓના પૈસા છે જેનાથી તમે મર્સિડીઝ ગાડીઓમાં ફરી રહ્યા છો. તમે આમ બેજવાબદાર રીતે કેવી રીતે વાત કરી શકો છો.

જુઓ કંગનાના ઈન્ટરવ્યુની એક ઝલક -

આ પણ વાંચોઃ સાસરિયામાં કેવી મસ્તી કરી રહી છે પ્રિયંકા ચોપડા, જુઓ ફોટા

English summary
Kangana Ranaut in an explosive interview to mid day hit Ranbir Kapoor and Alia Bhatt below the belt calling them dumb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more