• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કંગના રનોતના આરોપો પર રણબીર કપૂરે તોડ્યુ મૌન, ‘મને ખબર છે હું શું છુ'

|

પોતાના નિવેદનો અને અન્ય ફિલ્મ સ્ટાર્સ પર પોતાની ટિપ્પણીઓના કારણે વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રનોત રોજ ચર્ચામાં રહે છે. ઘણી વાર લોકો તેના પર પલટવાર પણ કરે છે. હાલમાં જ રણબીર કપૂરે પણ કંગનાને તેના પર કરેલી ટિપ્પણી વિશે જવાબ આપ્યો. વાસ્તવમાં રાજકારણ પર રણબીરનું કોઈ મંતવ્ય ન આપવાના કારણે કંગના ભડકી ગઈ હતી અને તેણે કહ્યુ હતુ કે - તે બસ પોતાની જિંદગીમાં મસ્ત રહે છે અને સામાન્ય મુદ્દાઓ પર બોલવાથી બચે છે.

આ પણ વાંચોઃ ઋષિ કપૂરને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, નીતુ સિંહે આપી આ ખાસ ભેટ

રણબીરે કંગનાને આપ્યો હતો આ જવાબ

રણબીરે કંગનાને આપ્યો હતો આ જવાબ

કંગનાની ટિપ્પણી વિશે જ્યારે રણબીરને એક ઈવેન્ટમાં સવાલ કરવામાં આવ્યો તો તે બોલ્યા કે, ‘જ્યારે પણ લોકો મને કંઈ પૂછે છે તો હું જવાબ આપુ છુ. મને આ પ્રકારના સવાલોના જવાબ આપવામાં કોઈ રસ નથી. લોકો જે ઈચ્છે તે કરી શકે છે. હું જાણુ છુ કે હું શું છુ અને શું કહુ છુ.'

કંગનાએ રણબીર વિશે કહી હતી આ વાત

કંગનાએ રણબીર વિશે કહી હતી આ વાત

કંગના રનોતે કહ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર જેવા અમુક અભિનેતા છે જે કહે છે કે - અમારા ઘરે વિજળી પાણીની બરાબર સુવિધા છે તો અમે રાજકારણ પર ટિપ્પણી કેમ કરીએ? પરંતુ મને લાગે છે કે તે આ દેશના લોકોના કારણે એવી આરામદાયક જિંદગી જીવી શકે છે અને મર્સિડીઝ કારમાં ફરી શકે છે તો તમે આવી વાતો કેવી રીતે કરી શકે છે. આ એક બિનજવાબદાર વર્તન છે અને આ રીતની વ્યક્તિ નથી.

આલિયા પર પણ કાઢ્યો કંગનાએ ગુસ્સો

આલિયા પર પણ કાઢ્યો કંગનાએ ગુસ્સો

ફિલ્મ મણિકર્ણિકા સાથે જોડાયેલા વિવાદ દરમિયાન તેમના સમર્થનમાં ન ઉભા રહેવા બદલ ગુસ્સે થયેલી કંગનાએ રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પર પણ જોરદાર હુમલો કર્યો હતો. જો કે કંગનાએ ત્યારબાદ જ શાંત અને સમ્માનપૂર્વક જવાબ આપ્યા હતા.

English summary
ranbir kapoor finally responds to the allegations of kangana ranaut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X