રણબીરની નવી ગર્લફ્રેન્ડ ઇલિયાના ડી ક્રૂઝ !
મુંબઈ, 1 નવેમ્બર : હા જી. આપે સાચું જ સાંભળ્યું. રણબીર કપૂરનું દિલ ફરી એક વાર ચોરી થઈ ગયું છે અને આ વખતે આ દિલ ચોરી કરનાર ઇલિયાના ડી ક્રૂઝ છે. એવું અમે નથી કહેતાં, પણ કહી રહ્યાં છે રણબીરના મિત્ર શાહિદ કપૂર.
તાજેતરમાં જ રણબીર અને ઇલિયાનાએ બર્ફી ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. ફિલ્મ તો હિટ થઈ ગઈ અને ઑસ્કારમાં પણ પહોંચી ગઈ. આ ઇલિયાનાની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હતી અને હવે ઇલિયાન શાહિદ કપૂર સાથે ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં કામ કરી રહ્યાં છે અને સૂત્રોના જણાવ્યાં મુજબ શાહિદ અને ઇલિયાન શુટિંગ દરમિયાન એક-બીજા સાથે સારો સમય પસાર કરી રહ્યાં છે. બંને એક-બીજાના મિત્ર બની ગયાં છે.
શાહિદ-ઇલિયાના એક-બીજાના એટલાં નજીકના મિત્ર બની ગયાં છે કે ક્યારેક-ક્યારેક શાહિદ સેટ ઉપર ઇલિયાનાને રણબીરની ગર્લ કહી ચિડાવે છે. એમ જોવા જઇએ તો હાલ શાહિદ પણ સિંગલ છે અને મિંગલ થવા તૈયાર છે. હવે જોવું છે કે ક્યાંક ઇલિયાન બૉલીવુડના આ બંને હૅન્ડસમ એક્ટરો વચ્ચે સૅન્ડવિચ ના બની જાય. આપણી તો એક જ સલાહ છે કે બચ કે રહના ઇલિયાના.
નોંધનીય છે કે ઇલિયાનને સૌપ્રથમ સલમાન ખાનની ફિલ્મ કરવાની ઑફર મળી હતી, પરંતુ તે વખતે ઇલિયાનાએ જણાવ્યુ હતું કે તેઓ હાલ તૈયાર નથી બૉલીવુડ માટે. બાદમાં રણબીર કપૂરની બર્ફી ફિલ્મ કરવાં તેઓ તૈયાર થઈ ગયાં અને આજે ઇલિયાનાને લાગે છે કે તેમણે યોગ્ય નિર્ણય કર્યો છે.