ઘોડીએ ચડવા આતુર છે રણબીર કપૂર
મુંબઈ, 27 સપ્ટેમ્બર : ફિલ્મ બર્ફીની સફળતાથી હરખઘેલા થયેલ એક્ટર રણબીર કપૂર વહેલામાં વહેલી તકે લગ્ન કરવા માંગે છે. બસ શોધ છે તો એક યોગ્ય કન્યાની.
આ વાત બર્ફી બૉયે ઓએ 104.8 એફએમ રેડિયો સ્ટેશને જણાવી. રણબીરે જણાવ્યું કે જેમ જીવનમાં દરેક વસ્તુનો એક સમય હોય છે, તેવી જ રીતે લગ્ન કરવાનો પણ એક સમય હોય છે.
રણબીર કપૂરનું માનવું છે કે તેઓ જ્યારે પચાસ વર્ષના થાય, ત્યારે તેમનું બાળક 20 વર્ષનો થઈ જવો જોઇએ. રણબીર આવું નિવેન અગાઉ પણ કરી ચુક્યાં છે. હાલ તેઓ પોતાના માટે એક યોગ્ય કન્યાની શોધમાં છે.
જાણવા એમ પણ મળ્યુ છે કે તેમના પિતા ઋષિ કપૂરના ઘરે હાલ ધમધમાટ ચાલે છે. કદાચ કપૂર ખાનદાને પણ નક્કી કરી લીધું છે કે તેમના ઘરે વહેલામાં વહેલી તકે વહુરાણી આવી જાય.
તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બર્ફીની સફળતાથી ખુશખુશાલ રણબીરે જણાવ્યું, ‘હું હંમેશા વિચારું છું કે મને મારા જીવનમાં સાચો પ્રેમ મળશે. મને આશા છે કે હું હકીકતમાં તેવી છોકરીને ટુંકમાં જ શોધી લઈશ, જેની સાથે હું પોતાનું સમગ્ર જીવન વિતાવી શકું.'
હવે છોકરીનું તો ઠેકાણું છે નહિં, પણ અફેરને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર રણબીર કપૂરની ફિલ્મો લોકો પસંદ કરવા લાગ્યાં છે. અજબ પ્રેમ કી ગજબ કહાની, રાજનીતિ, રૉકસ્ટાર અને બર્ફીની સફળતાએ તેમને આજનો સુપરસ્ટાર બનાવી દીધો છે.