Pics : ચાલીસે પણ ચુલબુલાં છે રંગીલા ગર્લ!
મુંબઈ, 26 ઑગસ્ટ : રંગીલા ગર્લ..! યાદ છે ને રંગીલા ગર્લ? જ્યારે આ રંગીલા ગર્લે હૉટ બિકિનીમાં રૂપેરી પડદે ધૂમ મચાવી, ત્યારે તેની ઉંમર માત્ર 21 વર્ષ હતી અને આજે તેઓ વધી રહ્યાં છે ચાલીસી તરફ. આમ છતાં તેમના સૌંદર્યમાં કોઈ ઉણપ આવી નથી.
ઓળખાણ પડી કે કેમ કે અમે કોની વાત કરી રહ્યાં છીએ? હા જી, આમિર ખાન અને જૅકી શ્રૉફ અભિનીત ફિલ્મ રંગીલાના અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની વાત કરી રહ્યાં છીએ અમે. વધતી ઉંમર સાથે ભલે ફિલ્મોમાં ઓછા દેખાતાં હોય ઉર્મિલા માતોંડકર, પરંતુ જાહેર ઇવેંટ્સમાં તેઓ દેખાતાં જ રહે છે.
તાજેતરમાં જ લૅક્મે ફૅશન વીક (એલએફડબ્લ્યૂ) શીતકાલીન મહોત્સવ 2013ના ઉદ્ઘાટન સમારંભમાં ઉર્મિલા માતોંડકર પીળા રંગે રંગાયેલાં દેખાયાં. ઉર્મિલાએ આ પ્રસંગે પીળા રંગની ડ્રેસ પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું, તો દર્શકો મંત્રમુગ્ધ થઈ જોતા રહી ગયાં. જાણે પુનઃ એક વાર રંગીલા ગર્લ જીવંત થઈ ઉઠ્યાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રંગીલા ગર્લ
ઉર્મિલા માતોંડકર બૉલીવુડમાં સક્રિય તો બાળપણથી જ હતાં, પરંતુ અભિનેત્રી તરીકે તેમની પ્રથમ ફિલ્મ રંગીલા હતી. આ ફિલ્મમાં તેમના હૉટ અંદાજે બૉલીવુડમાં નવું ટ્રેન્ડ શરૂ કર્યું.

આજે પણ આકર્ષક
ઉર્મિલાએ ગત ફેબ્રુઆરીમાં 39મો જન્મ દિવસ ઉજવ્યો છે. તેઓ ચાલીસ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. આમ છતાં તેઓ એટલાં જ સુંદર અને આકર્ષક છે.

રૅમ્પ ઉપર ઉર્મિલા
ઉર્મિલા માતોંડકરે તાજેતરમાં જ લૅક્મે ફૅશન વીક 2013ના ઉદ્ઘાટન સમારંભમાં રૅમ્પ ઉપર વૉક કર્યું, ત્યારે સૌ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયાં.

કલયુગ સાથે શરુઆત
ઉર્મિલા માતોંડકરે 1980માં કલયુગ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

માસૂમથી જાણીતા
ઉર્મિલા બાળ કલાકાર તરીકે માસૂમ ફિલ્મથી જાણીત બન્યાં. આ ફિલ્મ 1983માં આવી હતી.

રંગીલા, જુદાઈ, સત્યા
ઉર્મિલાએ અત્યાર સુધીના બૉલીવુડ કૅરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તેમાં રંગીલા ઉપરાંત જુદાઈ અને સત્યાનો સમાવેશ થાય છે.

પિંજર, ખૂબસૂરત
ઉર્મિલાએ પિંજર જેવી મહત્વની ફિલ્મમાં મનોજ બાજપાઈ સાથે કામ કર્યુ હતું, તો ખૂબસૂરત ફિલ્મ પણ તેમની ખાસ ફિલ્મોમાંની એક હતી.

નાના પડદે પણ સક્રિય
ઉર્મિલાએ નાના પડદે પણ કામ કર્યું છે. 1986માં કથા સાગરમાં કામ કરનાર ઉર્મિલાએ પછી ઝિંદગી, બાઇબલ કી કહાનિયાં, ઝલક દિખલા જા 2, વાર પરિવાર, ચક ધૂમ ધૂમમાં કામ કર્યુ હતું.