કંગનાની બહેનનો આરોપઃ ઋતિક રોશનની બહેન સુનૈના ખતરામાં, મારે છે રોશન પરિવાર..
ઋતિક રોશન અને કંગના રનોતના યુદ્ધમાં હવે એક નવો વળાંક આવી ગયો છે. જ્યાં ઋતિકની બહેન સુનૈના રોશનનું નામ સમાચારોમાં છે. કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે રોશન પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે અને ટ્વીટ કર્યુ છે કે સુનૈના એક મુસ્લિમ છોકરાને પ્રેમ કરે છે. આના કારણે રોશન પરિવાર તેને શારીરિક રીતે નુકશાન પહોંચાડી રહ્યો છે.
આ પણ વાંચોઃ Video: સારા અલી ખાનનો એક જૂનો વીડિયો, જોઈને તમે પણ ખુશ થઈ જશો
|
કંગનાને ફોન કરીને માફી માંગી
સુનૈના અને તેમના પરિવાર વચ્ચે ઘણા મતભેદ ચાલી રહ્યા છે અને પરિવાર તેમને છોડી ચૂક્યો છે, આ વાતનો ખુલાસો સુનૈનાએ પોતે કર્યો. પરંતુ આ મુદ્દે ખુલીને વાતો કરવામાં નહોતી આવી. હાલમાં જ રંગોલી ચંદેલે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે ઋતિકની બહેન સુનૈનાએ જે કંઈ પણ થયુ તેના માટે કંગના સાથે ફોન કરીને માફી માંગી હતી.
ઋતિકની બહેન સુનૈના
વળી, હવે રંગોલીએ રોશન પરિવાર પર ગંભીર આરોપ લગાવીને ટ્વીટ કર્યુ કે - ‘સુનૈના રોશને કંગના રનોતની મદદની માંગ કરી છે. તેનો પરિવાર તેને શારીરિક રીતે ત્રાસ આપે છે કારણકે તે દિલ્લીના એક મુસ્લિમ છોકરાને પ્રેમ કરે છે. ગયા અઠવાડિયે એક મહિલા પોલિસ અધિકારીને બોલાવીને તેને માર પણ મરાવ્યો. સુનૈનાના પિતાએ પણ તેને મારી છે... તેનો ભાઈ તેને જેલમાં મોકલવા ઈચ્છે છે.'

સુનૈનાને મદદની જરૂર છે
રંગોલીએ આગળ કહ્યુ - ‘મને ડર છે કે તેની ખતરનાક ફેમિલી તેને ઈજા પહોંચાડી શકે છે. અમે આ પબ્લિકને જણાવી રહ્યા છે કારણકે સુનૈના કંગનાને કૉલ કરીને રડે છે. કંગનાને સમજમાં નથી આવી રહ્યુ કે તે સુનૈનાની મદદ કેવી રીતે કરે.'

રંગોલીનો આરોપ
‘અત્યારે સુનૈનાએ કંગનાનો નંબર બ્લોક કરી દીધો છે પરંતુ અમને તેની સુરક્ષાની ચિંતા છે. દરેકને પ્રેમ કરવાનો અધિકાર છે. આશા છે કે હવે રોશનને થોડો ડર લાગશે અને તે પીછળ હટશે...'
સુનૈના મારી સારી દોસ્ત છે
તમને જણાવી દઈએ કે કંગનાએ પણ થોડા દિવસો પહેલા ‘મુંબઈ મિરર'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે સુનૈના સાથે સંપર્કમાં હતી અને બંને સારા દોસ્ત છે. કંગનાએ કહ્યુ, ‘એ સાચુ છે કે સુનૈના અને તેનો પરિવાર મારા સારા દોસ્ત રહ્યા છે. પરંતુ હવે અલગ રીતે વ્યવહાર કરી રહ્યા છે. હા, તે મારી સાથે સંપર્કમાં હતી પરંતુ મે તેના પરિવાર સાથેના વિવાદમાં તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ નથી કરી. સુનૈના અત્યારે પણ મારી દોસ્ત છે.'

બિમાર નથી સુનૈના રોશન
હાલમાં જ એવી અફવા હતી કે સુનૈના રોશન બાયપોલર બિમારી સામે ઝઝૂમી રહી છે. પરંતુ બાદમા સુનૈના રોશને પોતાની બિમારી વિશે ફેલાયેલી બધી વાતોને ખોટી ગણાવી હતી. સ્પોટબૉય સાથે વાતચીતમાં સુનૈનાએ કહ્યુ હતુ - ‘હું એકદમ સાજી છુ...આ શું સમાચારો ચાલી રહ્યા છે? હું કોની નજર હેઠળ છુ? હું ગઈ રાતે દોસ્તો સાથે ચેંબુરના ગોલ્ફ ક્લબમાં પાર્ટી કરી રહી હતી. કોઈએ મારા વિશે ખોટા સમાચાર ફેલાવ્યા છે.'

સુનૈના રોશનના ખુલાસા
સુનૈનાએ થોડા દિવસો પહેલા જ એક ટ્વીટ કર્યુ હતુ જે મુજબ તે હાલમાં નર્કમાં રહે છે. આ ટ્વીટ વિશે જ્યારે સુનૈના સાથે વાત કરવામાં આવી તો તેનુ કહેવુ હતુ કે આ ટ્વીટ તેના અને તેના પરિવાર વચ્ચેના સંબંધના કારણે છે. ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનનો પરિવાર હંમેશાથી સાથે રહ્યો છે. એવામાં સુનૈનાની આ વાતો પરિવાર વિશે કંઈ મોટી વાતો સામે લાવી રહી છે.