• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમિર ખાને રાની મુખર્જીને કહી બુઢ્ઢી, કારણ જાણી ચોંકી જશો

|

રાની મુખર્જી એ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરે છે. રાની મુખર્જીએ ઘણા સમય બાદ ફિલ્મ હિચકીથી બોલિવુડમા કમબેક કર્યુ હતુ અને ફિલ્મ માત્ર ક્રિટિક્સને પસંદ પડી એટલુ જ નહિ પરંતુ બોક્સ ઓફિસમાં પણ હિટ સાબિત થઈ હતી.

રાની મુખર્જી એક સુંદર બુઢ્ઢીના રોલ માટે જ બની છે

રાની મુખર્જી એક સુંદર બુઢ્ઢીના રોલ માટે જ બની છે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને રાની મુખર્જીએ એક ચોંકાવનારી વાત પણ કહી કે ફિલ્મને જોઈને સુપરસ્ટાર આમિર ખાને તેને મજાક મજાકમાં બુઢ્ઢી બોલતા કહ્યુ હતુ કે જો તે એક બુઢ્ઢીનો રોલ કરશે તો ઘણી સારી લાગશે. તેમનું કહેવુ હતુ કે રાની મુખર્જી એક સુંદર બુઢ્ઢીના રોલ માટે જ બની છે.

કોઈ પણ પ્રકારનું રિસ્ક ઉતાવળમાં લેવા માંગતી નથી

કોઈ પણ પ્રકારનું રિસ્ક ઉતાવળમાં લેવા માંગતી નથી

તેમણે કહ્યુ હતુ કે ફિલ્મમાં રાનીનો અભિનય જોરદાર છે અને બાકી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં તેમને વધુ આનંદ આવ્યો. ફિલ્મ મર્દાનીમાં પણ ઘણી વધુ ચર્ચા થઈ હતી અને લોકોએ રાનીની ખૂબ પ્રશંસા પણ કરી હતી. મર્દાની 2 વિશે એક ઈન્ટરવ્યૂમાં પૂછવા પર રાનીએ કહ્યુ હતુ કે આમ તો મર્દાની 2 કરવાની નથી પરંતુ જો તેને આના માટે કોઈ સારી સ્ક્રિપ્ટ મળશે તો તે મર્દાની જરૂર કરવા ઈચ્છશે. હાલમાં રાની મુખર્જી ઘણુ સમજી વિચારીને ફિલ્મો સાઈન કરી રહી છે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક ઉતાવળમાં લેવા માંગતી નથી.

જાવેદ અખ્તરે પણ ખૂબ પ્રશંસા કરી હતી

જાવેદ અખ્તરે પણ ખૂબ પ્રશંસા કરી હતી

જી હા, રાની મુખર્જી પોતાના સુંદર અભિનય માટે પ્રસિદ્ધ છે અને બોલિવુડમાં તેમનું નામ સર્વોચ્ચ કલાકારોની યાદીમાં આવે છે. તમે જાણો છો તેમ ભારતમાં મહિલા પ્રધાન ફિલ્મો એટલુ કમાલ નથી કરી શકતી જેટલુ પુરુષ પ્રધાન ફિલ્મો કરે છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નહોતુ જ્યારે રાની મુખર્જીએ મહિલા પ્રધાન ફિલ્મો કરીને સારી કમાણી કરી હતી અને ફિલ્મને હિટ કરાવી હતી. આ પહેલા પણ તે આ પ્રકારની સફળતા મેળવી ચૂકી છે. આ પહેલા મર્દાનીમાં પણ રાની મુખર્જીએ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધુ હતુ. ફિલ્મ હિચકીને જોઈને માત્ર આમિર ખાન નહિ પરંતુ જાવેદ અખ્તરે પણ ખૂબ પ્રશંસા કરી હતી.

English summary
Rani Mukerji starred in Hichki, Aamir khan joked on Rani mukerji that she makes for a good-looking buddhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X