For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મી ટુ' પર વિચિત્ર નિવેદન આપી ફસાઈ રાની મુખર્જી, ટ્વિટર પર થઈ ટ્રોલ

બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી મી ટુ અભિયાન અંગે પોતાના એક નિવેદન આપી સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી મી ટુ અભિયાન અંગે પોતાના એક નિવેદન આપી સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ છે. વાસ્તવમાં ન્યૂઝ 18ના એક ડિસ્કશન માટે રાની મુખર્જી સાથે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, તબ્બુ અને તાપસી પન્નુ પહોંચ્યા હતા. જ્યાં મી ટુ અંગે ચર્ચા કરવામાં આવી. રાનીએ એવુ કહી દીધુ કે જો તમે ના ઈચ્છતા હોવ કે તમારી સાથે કંઈ ખોટુ થાય તો એવુ નહિ થાય. છોકરીઓને પોતાની રક્ષા માટે માર્શલ આર્ટ શીખવાડવુ જોઈએ. તમને જણાવી દઈએ કે આ વર્ષે ખૂબ ચર્ચામાં રહેલ મી ટુ અભિયાન હેઠળ દેશની ઘણી મોટી મોટી હસ્તીઓ યૌન શોષણના આરોપ હેઠળ વિવાદમાં આવી ગઈ.

શું બોલી રાની મુખર્જી?

શું બોલી રાની મુખર્જી?

એક તરફ જ્યાં અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણે મી ટુ દ્વારા મહિલાઓના આ સ્ટેન્ડને યોગ્ય ગણાવ્યુ ત્યાં રાનીએ કહ્યુ કે પોતાને સુરક્ષિત રાખવા માટે મહિલાઓ અને છોકરીઓને સ્કૂલમાં જ માર્શલ આર્ટ શીખવવુ જોઈએ. તેમનું શક્તિશાળી હોવુ વધુ જરૂરી છે. જો તમે ના ઈચ્છતા હોવ કે તમારી સાથે કંઈ ખોટુ થાય તો તેવુ નહિ થાય.

એક જ પોઈન્ટ પર અડી ગઈ રાની

એક જ પોઈન્ટ પર અડી ગઈ રાની

અનુષ્કાએ કહ્યુ કે મી ટુ મુવમેન્ટથી બદલાવ આવ્યો છે. લોકોમાં થોડો ડર હોવોબોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી મી ટુ અભિયાન અંગે પોતાના એક નિવેદન આપ જરૂરી છે. ઘર પછી કાર્યસ્થળ તમારા માટે સૌથી પવિત્ર અને સુરક્ષિત સ્થળ હોવુ જોઈએ. દીપિકા અને આલિયા પણ મહિલાઓના આ અભિયાનના પક્ષમાં જોવા મળ્યા પરંતુ રાની માત્ર છોકરીઓને માર્શલ આર્ટ શીખવાડવાના પોઈન્ટ પર અડી રહી. લોકો તેના નિવેદનને સાંભળ્યા બાદ તેના વિચારો પર સવાલો ઉઠાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઉડી રાનીની મજાક

સોશિયલ મીડિયા પર ઉડી રાનીની મજાક

રાનીના આ નિવેદન માટે તેને સોશિયલ મીડિયા પર ઘેરવામાં આવી. લોકોએ કહ્યુ કે ‘રાની મુખર્જીની મી ટુ પર કમેન્ટ બદતર હતી. એક દીકરીની મા મહિલાઓને પોતાની સુરક્ષા માટે માર્શલ આર્ટ શીખવા માટે કહી રહી છે કારણકે પુરુષોને ઈજ્જત કરવાની શીખ ન આપી શકાય. ચોપડા મેનશન (રાનીનું ઘર) માં બહારથી બધુ સારુ દેખાય છે પરંતુ અંદરથી મહિલાઓ માટે ખરાબ સચ્ચાઈ છે.' ટ્વિટર પર #RaniMukherji પર લોકોએ રાનીના નિવેદનની ખૂબ નિંદા કરી અને તેને પછાત વિચારોની ગણાવી. વળી, એક અન્ય ટ્વિટમાં કોઈએ રાની પર કમેન્ટ કરતા કહ્યુ કે જો મૂર્ખતાનો કોઈ પર્યાય છે તો તે રાની મુખર્જી છે.

આ પણ વાંચોઃ દીપિકા કક્કડે જીતી બિગ બોસ 12ની ટ્રોફી, શ્રીસંત રહ્યા ફર્સ્ટ રનર અપઆ પણ વાંચોઃ દીપિકા કક્કડે જીતી બિગ બોસ 12ની ટ્રોફી, શ્રીસંત રહ્યા ફર્સ્ટ રનર અપ

English summary
rani mukherji got badly trolled on twitter for her statement on me too movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X