For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Deepveer Wedding: મહેંદી સેરેમનીમાં રણવીરે દીપિકા પાસે કરી આ વસ્તુની ડિમાન્ડ

આજે બોલિવુડ હસીના દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા.

|
Google Oneindia Gujarati News

આજે બોલિવુડ હસીના દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. બંનેના ચાહકો લાંબા સમયથી બંનેના એક થવાની રાહ જોઈ રહ્યા હતા અને તેમની ઈચ્છા પૂરી થઈ. બંને સ્ટાર્સના પરિવાર અને નજીકના સંબંધીઓ હાલમાં ઈટલીમાં છે. એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા મુજબ 13 તારીખે દીપિકા અને રણવીર સિંહની સગાઈ થઈ ત્યારબાદ 6 વર્ષનો પ્રેમ એક સંબંધમાં બંધાઈ ગયો. કહેવામાં આવી રહ્યુ છે કે આ સગાઈ કોંકણી રિવાજથી કરવામાં આવી કારણકે દીપિકા કોંકણી છે.

આ પણ વાંચોઃ લગ્ન પહેલા દીપિકાએ મહેંદીવાળી પાસે સાઈન કરાવ્યો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, જાણો કેમ?આ પણ વાંચોઃ લગ્ન પહેલા દીપિકાએ મહેંદીવાળી પાસે સાઈન કરાવ્યો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, જાણો કેમ?

રણવીર સિંહે મોકાનો ફાયદો ઉઠાવ્યો

રણવીર સિંહે મોકાનો ફાયદો ઉઠાવ્યો

સગાઈ બાદ સંગીત અને મહેંદીની રસમો કરવામાં આવી. પિંકવિલા વેબસાઈટના સમાચાર મુજબ કોંકણી રિવાજમાં ઘણી એવી રસમો હોય છે જેમાં હસી-મજાક ખૂબ હોય છે. જેનો રણવીર સિંહે પૂરો ફાયદો ઉઠાવ્યો.

રસપ્રદ છે રસમો

રસપ્રદ છે રસમો

વાસ્તવમાં એક પ્રથા અનુસાર વરરાજા પોતાની ભાવિ દુલ્હને મહેંદીની રસમ દરમિયાન પોતાના હાથે જમાડે છે જેના બદલામાં તે પોતાની ભાવિ પત્ની સામે એક શરત મૂકે છે જે પૂરી થયા બાદ જ તો દુલ્હનને જમાડે છે.

રણવીર સિંહે માંગી દીપિકા પાસે KISS

રણવીર સિંહે માંગી દીપિકા પાસે KISS

રણવીર સિંહ સામે જ્યારે આ વાત આવી તો તેને મસ્તી સૂઝી. તેણે કહ્યુ કે મને દીપિકા પાસેથી કંઈ ન જોઈએ. બસ તે મને કિસ કરી દે તો હું તેને જમાડી દઈશ. બધાની સામે રણવીર સિંહની આ વાત સાંભળીને દીપિકા એકદમ શરમાઈ ગઈ, તેને કદાચ આવો અંદાજ નહોતો કે રણવીર સિંહ આવુ કંઈક બોલી જશે.

બધાને લગ્નના ફોટાની રાહ

બધાને લગ્નના ફોટાની રાહ

આજે સાંજે 6.30 વાગ્યાથી લગ્નની રસમો શરૂ થશે. દીપવીરના લગ્ન સમારંભ સાથે જોડાયેલા કોઈ ફોટા તો સામે નથી આવ્યા પરંતુ રસમો વિશે આવી રહેલા સમાચાર એ જાહેર કરી રહ્યા છે કે આ વર્ષના યાદગાર લગ્ન બની ગયા છે. બંનેના લગ્નના ફોટાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Ranveer Singh Family: જાણો કેવુ છે દીપિકા પાદુકોણનું ભાવિ સાસરિયુઆ પણ વાંચોઃ Ranveer Singh Family: જાણો કેવુ છે દીપિકા પાદુકોણનું ભાવિ સાસરિયુ

English summary
Ranveer Singh demanded a KISS from Deepika Padukone during her Mehendi and here's what happened next.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X