For Quick Alerts
For Daily Alerts
પંજાબ પોલીસે ગાયક હની સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો
ચંડીગઢ, 17 મે : પંજાબ પોલીસે ગાયક-રૅપર હની સિંહ વિરુદ્ધ અશ્લીલ ગીતમાં અશ્લીલ શબ્દોના ઉપયોગ સંબંધે કેસ નોંધ્યો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચંડીગઢથી 80 કિલોમીટર દૂર નવાનશહેરમાં ભારતીય દંડ સંહિતાની કલમ 294 હેઠળ હની સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી હની સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસબીર સિંહ તથા ન્યાયાધીશ આર. કે. જૈનની બેંચે પંજાબ સરકારને તત્કાળ હની સિંહ ઉપર અંકુશ મૂકવા જણાવ્યું હતું. હાઈકોર્ટના આદેશ બાદ પંજાબ પોલીસે હની સિંહ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.
Comments
English summary
Punjab Police Friday booked singer-rapper Honey Singh for using obscene language in his songs, an official said.
Story first published: Friday, May 17, 2013, 14:08 [IST]