
ઐશ્વર્યા રાય બચ્ચનની ક્યારેય ના જોઈ હોય તેવી 15 ખૂબસૂરત તસવીરો
બૉલીવુડની ખૂબસૂરત અદાકાર ઐશ્વર્યા રાય બચ્ચન 1 નવેમ્બરે પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરશે. 46 વર્ષીય ઐશ્વર્યા રાય ન માત્ર હિન્દી સિનેમામાં બલકે તમિલ, તેલુગૂ સહિત કેટલીક અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. હવે ભલે ઐશ્વર્યા ઓછી ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ તેના કામના વખાણ આજે પણ કરવામાં આવે છે. ઐશ્વર્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 2 દશકાથી વધુનો સમય પસાર કર્યો છે અને કેટલીય સુપરહિટ, હિટ ફિલ્મો પોતાના નામે કરી છે.
ઐશ્વર્યાની છેલ્લી બૉલીવુડ ફિલ્મ હતી ફન્ને ખાં, જે 2018માં રિલીઝ થઈ હતી. જ્યારે હાલ 2-3 ફિલ્મોથી તેમનું નામ જોડાયેલ છે, પરંતુ સત્તાવાર ઘોષણા થઈ નથી. 2009માં પદ્મશ્રીથી સન્માનિત અને બે ફિલ્મફેર અવોર્ડ જીતી ચૂકેલ ઐશ્વર્યાને ફ્રાંસમાં પણ સન્માનિત કરવામાં આવી ચૂકી છે. અહીં જુઓ ઐશ્વર્યાની ખાસ તસવીરો...

લાજવાબ સુંદરતા
ઐશ્વર્યા રાય બચ્ચનને દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ એમ જ નથી આપવામાં આવ્યો. દુનિયા તેમની સુંદરતાના વખાણ કરે છે. 1994માં મિસ વર્લ્ડ બનવાથી લઈ આજ સુધી તમામ ઐશ્વર્યાના દીવાના છે.

પહેલી એડ
ઐશ્વર્યા રાયે ઘણી નાની ઉંમરે જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. તેમણે પહેલી એડ કેમલિન પેંસિલની કરી હતી. ત્યારે તે 9મા ધોરણમાં હતી.

એક્ટ્રેસ બનવા નહોતી માંગતી
એક ઈન્ટર્વ્યૂ દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું હતું કે એક્ટ્રેસ બનવું ક્યારેય તેમનું સપનું નહોતું. પરંતુ સમયની સાથે તે આ ઈન્ડસ્ટ્રીનો ભાગ બની ગઈ.

મોડેલિંગની શરૂઆત
ઐશ્વર્યાની એક સ્કૂલ ટીજરે તેમને મોડેલિંગમાં હાથ અજમાનવવાની સલાહ આપી દીધી હતી.

મિસ વર્લ્ડ બની ગઈ
વર્ષ 1994માં ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડની ખિતાબ જીતી ગઈ.. જે બાદ તેમણે પાછળ ફરીને ક્યારેય ન જોયું.

મિસ ઈન્ડિયા
ઐશ્વર્યા અહીં બહુ સુંદર દેખાઈ રહી છે તેમાં કોઈ મત નથી. સ્વિમસૂટ પહેરેલ ઐશ્વર્યાની આ તસવીર મિસ ઈન્ડિયા બની તે સમયનો છે.

ડેબ્યૂ ફિલ્મ
મણિરતનમની તમિલ ફિલ્મ ઈરૂવરથી ઐશ્વર્યાએ એક્ટિંગ ક્ષેત્રમાં પગલું માંડ્યું.

ફેમિલી
ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય જે વ્યવસાયે મરીન એન્જીનિયર હતા અને માતાનું નામ વૃંદા રાય જેઓ એક લેખિકા છે.

6 ભાષાઓનું જ્ઞાન
ઐશ્વર્યા રાયને તેલુગૂ, કન્નડા, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને તમિલ ભાષાનું જ્ઞાન છે.

ફોર્ડ પ્રતિયોગિતા
17 વર્ષની ઉંમરમાં ઐશ્વર્યાએ ફોર્ડ પ્રતિયોગિતા જીતી હતી. 1994માં ઐશ્વર્યાએ વિશ્વસુંદરી પ્રતિયોગિતા જીતી હતી.

જાહેરાતથી લોકપ્રિય થઈ
ઐશ્વર્યા એકમાત્ર એવી ભારતીય સેલિબ્રિટી બની જેમણે પેપ્સી અને કોકાકોલા બંને પ્રતિસ્પર્ધી બ્રાન્ડની જાહેરાત કરી. ઐશ્વર્યા પેપ્સીની જાહેરાતથી જ લોકપ્રિય થઈ હતી.

સૌથી વધુ ખૂબસૂરત
ઐશ્વર્યાને અત્યાર સુધી ચૂંટાયેલ મિસ વર્લ્ડમાં વોટિંગના આધારે બે વખત (2000, 2010) સૌથી ખૂબસૂરત મહિલા ઘોષિત કરવામાં આવી છે.

જોધા બની ઐશ
ફિલ્મ જોધા અકબરના સેટ પર શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય.

ઐશ્વર્યા રાય બચ્ચન
દુનિયાભરમાં તેમના ચાહકોએ ઐશ્વર્યાને સમર્પિત લગભગ 17000 ઈન્ટરનેટ સાઈટ બનાવી રાખી છે. ઐશ્વર્યાનું ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.
બ્લેક સ્વિમસૂટમાં સની લિયોને પૂલમાં મચાવી હલચલ, ફોટાએ લગાવી આગ