• search

ભાજપ-મોદીની જીતે ઝૂમી ઉઠી મસ્ત મસ્ત ગર્લ રવીના!

Google Oneindia Gujarati News

મુંબઈ, 16 મે : લોકસભા ચૂંટણી 2014ના પરિણામો અંગે આખા દેશમાં ઘણો ઉત્સાહ છે. યુવાનોમાં વર્ષો બાદ આવું જોશ જોવા મળી રહ્યું છે. સૌ એકજુટ થઈ નમો નમોનું જાપ કરી રહ્યાં છે. ચારે બાજુથી લગભગ એક જ અવાજ સંભળાઈ રહ્યો છે મોદીની જય, મોદીની જય. ચૂંટણી પરિણામો અંગે બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઉત્સાહિત છે. સૌનું કહેવું છે કે મોદીનો વિજય આ દેશમાં મોટો પરિવર્તન લાવશે.

બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડને પણ થોડાક સમય પહેલા જ ટ્વીટ કરી મોદીના વિજય અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે અને સેલિબ્રેશન માટે તૈયારીઓ શરૂ કરવાનું કહ્યું છે. રવીના ટંડને સૌપ્રથમ ટ્વીટ કર્યું - આજે ખૂબ જ રોમાંચક દિવસ છે. એક બાજુ આપણે લોકસભા ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યાં છીએ, તો સાથે જ હું હિમેશ રેશમિયાન ફિલ્મ એક્સપોઝ જોવા પણ આવી છું. આ હિમેશની પહેલી ફિલ્મ છે કે જેને જોવા હું ઉત્સુક છું.

પછી જેમ જેમ ટ્રેંડ્ઝ આવતા થયાં, રવીના ટંડને પુનઃ ટ્વીટ કર્યું અને જણાવ્યું - તો ફટાકડા અને મિઠાઇઓની તૈયારીઓ કરી લ્યો. રિઝલ્ટ તો બોલી જ રહ્યાં છે. સરવાળે રવીના ટંડન મોદીની જીત અંગે બહુ ઉત્સાહિત છે. રવીના ટંડન ઉપરાંત પણ અનેક બૉલીવુડ સ્ટાર્સ મોદીના વિજયથી ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે. સલમાન ખાનથી લઈ સન્ની દેઓલ સૌએ શરુઆતથી જ મોદીના વિજયની કામના કરી છે.

English summary
Raveena Tandon is very excited about the lead of Modi Government. Raveena Tandon tweeted lets bring fireworks and sweets as the results are speaking. Raveena Tandon supporting BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X