• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અક્ષય દરેક છોકરીને પ્રપોઝ કરતો અને પછી મારી માફી માંગતો, મને કેરિયર છોડવા પણ કહ્યુઃ રવીના

|
Google Oneindia Gujarati News

રવીના ટંડન સાથે હાલમાં જ ટિપ ટિપ બરસા પાની રિમેક વિશે વાત કરી. રવીના ટંડન અને અક્ષય કુમારનું આ સુપરહૉટ ચાર્ટબસ્ટર ગીત, આ વખતે અક્ષય કુમાર અને કેટરીના કૈફ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી માટે ફિલ્માવવામાં આવી રહ્યુ છે. આ વખતે અક્ષય કુમારે હાલમાં જ એક ટ્વીટ પણ કર્યુ. જો કે અક્ષય કુમારે પોતાના ટ્વીટમાં બાકી બધુ તો લખી દીધુ પરંતુ રવીના ટંડનનુ નામ લખવાનુ ભૂલી ગયા. આ વખતે જ્યારે રવીનાને પૂછવામાં આવ્યુ તો તેમનુ કહેવુ હતુ કે મે ના એ ટ્વીટ જોયુ છે ના વાંચ્યુ છે. પરંતુ ટિપ ટિપ બરસા પાની એક શાનદાર ગીત છે અને જૂના ગીતોના રિમેક બનાવવાનું સારુ હોય છે.

ટિપ બરસા પાની અક્ષયનુ ઓછુ રવીનાનુ વધુ છે

ટિપ બરસા પાની અક્ષયનુ ઓછુ રવીનાનુ વધુ છે

વાત કરીએ અક્ષય કુમારની તો તેમણે ટ્વીટ કરીને લખ્યુ હતુ - જો મારા સિવાય કોઈ પણ બીજો એક્ટર ટિપ ટિપ બરસા પાની રિમેક કરતો તો મને બહુ દુઃખ થતુ. આ ગીત મારા કેરિયરની ઓળખ છે, મારી ઓળખ છે. હવે અક્ષય કુમાર અને રવીના ટંડનનો ઈતિહાસ તો બધાને ખબર છે. કદાચ એટલા માટે અક્ષયે રવીનાનુ નામ છોડી દીધુ. પરંતુ લોકોએ અક્ષયને યાદ કરાવવામાં સ્હેજ પણ મોડુ ન કર્યુ કે ટિપ ટિપ બરસા પાની ખરેખર તેમનુ ઓછુ અને રવીના ટંડનનું ગીત વધારે છે.

આ પણ વાંચોઃ Pics: પ્રિયંકા ચોપડા-નિક જોનસનો વધુ એક કોઝી ફોટો વાયરલ, આમની રજાઓ ખતમ જ નથી થતીઆ પણ વાંચોઃ Pics: પ્રિયંકા ચોપડા-નિક જોનસનો વધુ એક કોઝી ફોટો વાયરલ, આમની રજાઓ ખતમ જ નથી થતી

જોરદાર ઉડી મજાક

જોરદાર ઉડી મજાક

લોકોએ અક્ષયને જોરદાર ટ્રોલ કર્યા અને યાદ અપાવી કે હિંદુસ્તાનની જનતાને જો આજે ટિપ ટિપ બરસા પાની યાદ છે તો તેમાં માત્ર અને માત્ર રવીના ટંડનનો હાથ છે.

હૉટ ઈતિહાસ

હૉટ ઈતિહાસ

રસપ્રદ છે કે રવીના ટંડન અને અક્ષય કુમારના ઈતિહાસની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી. તેમની જોડી આ ગીતમાં ઘણી હૉટ હતી અને બંને રિયલ લાઈફમાં પણ જોડી બની ગયા હતા.

પહેલી હિટ ફિલ્મ

પહેલી હિટ ફિલ્મ

રવીના ટંડન, અક્ષય કુમારના કેરિયર માટે ઘણી લકી હતી કારણકે મોહરા અક્ષય કુમારના કેરિયરની પહેલી મોટી હિટ ફિલ્મ હતી. આ ગીત તૂ ચીઝ બડી હે મસ્ત મસ્ત આજે પણ લોકોની જીભ પર ચડેલુ છે.

છેતરપિંડીથી તૂટ્યો હતો સંબંધ

છેતરપિંડીથી તૂટ્યો હતો સંબંધ

રવીના ટંડન અને અક્ષય કુમાર એન્ગેજ થઈ ચૂક્યા હતા. બંને વિશે ગપશપ થતી રહેતી હતી પરંતુ આ સંબંધ ત્યારે ખતમ થયો હતો જ્યારે રવીનાને ખબર પડી કે તેની બેસ્ટ ફ્રેન્ડ શિલ્પા શેટ્ટી સાથે અક્ષય કુમારનુ અફેર ચાલી રહ્યુ છે.

હું નૉર્મલ રહેવા ઈચ્છતી હતી

હું નૉર્મલ રહેવા ઈચ્છતી હતી

એક ઈન્ટરવ્યુમાં રવીનાએ કહ્યુ કે હું એક નૉર્મલ લાઈફ જીવવા ઈચ્છતી હતી. એટલા માટે મે તેની સાથે સગાઈ કરી જેને હું જાણતી હતી. મે એ વિચારીને પોતાનુ કેરિયર પણ પહેલા છોડી દીધુ હતુ અને એ નક્કી હતુ કે મારા શૂટિંગના છેલ્લા દિવસે અમે લગ્ન કરી લઈશુ.

કેરિયર છોડવાની સલાહ

કેરિયર છોડવાની સલાહ

રવીનાએ જણાવ્યુ કે જ્યારે મે ફરીથી પોતાની કેરિયર શરૂ કરી તો તેણે મને કહ્યુ કે તુ આ બધુ છોડી દે, આપણે લગ્ન કરી લઈશુ. પરંતુ ત્યારે મે તેને કહ્યુ કે એક વાર મે મારુ કેરિયર છોડીને તને પસંદ કર્યો, હવે હું તને છોડીને મારી કેરિયર પસંદ કરી રહી છુ.

ચૂપચાપ કરી હતી સગાઈ

ચૂપચાપ કરી હતી સગાઈ

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને રવીના ટંડનની સગાઈ ચૂપચાપ એક મંદિરમાં થઈ ચૂકી હતી. અને એ એક સારુ એવુ આયોજન હતુ. પંડિતે પૂજા પણ કરી હતી અને બંને પરિવાર દિલ્લીથી આવ્યા હતા.

લગ્નની અફવાઓ

લગ્નની અફવાઓ

રવીનાએ જણાવ્યુ કે અમારા ઘરમાં કોઈ મોટાએ મારા માથે લાલ દુપટ્ટો નાખ્યો હતો અને એ ફોટાઓને અમારા લગ્નના ફોટા સમજી લીધા હતા.

હું તેના માટે કંઈ નહોતી

હું તેના માટે કંઈ નહોતી

રવીનાએ જણાવ્યુ હતુ કે અમારી શરૂઆત દોસ્તોની જેમ થઈ હતી. કેનાડા અને બાકી જગ્યાએ અમુક શો કર્યા બાદ હું તેને વધુ સારી રીતે સમજવા લાગી હતી. પરંતુ તેના માટે મારુ કોઈ મહત્વ નહોતુ.

દરેક વખતે માફ કર્યો

દરેક વખતે માફ કર્યો

રવીનાનું કહેવુ હતુ કે અક્ષય દરેક છોકરીને પ્રપોઝ કરી દેતો હતો અને આશા રાખતો હતો કે આશા રાખતો કે હું તેને માફ કરી દેતો. આવુ મે ત્રણ વર્ષ સુધી કર્યુ પરંતુ મને લાગ્યુ કે આ ક્યાં સુધી ચાલશે. એટલા માટે આ સિલસિલો ખતમ કરી દીધો.

English summary
raveena tandon talks about her name nit being mentioned in akshay kumar's tip tip barsa paani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X