For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાકાના મોતના આઘાતે ભત્રીજા રવિ ચોપરા આઈસીયૂમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑક્ટોબર : દિવંગત બી. આર. ચોપરાના પુત્ર એટલે કે બે દિવસ અગાઉ જ મૃત્યુ પામનાર યશ ચોપરાના ભત્રીજા તેમજ ફિલ્મ દિગ્દર્શક રવિ ચોપરાની હાલત ગંભીર બતાવાઈ રહી છે. તેમની સ્થિતિ નાજુક હોવાને પગલે તેમને સિટી હૉસ્પિટલમાં આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યાં છે. કાકા યશના આકસ્મિક નિધનને પગલે રવિની તબીયત અચાનક કથળી અને તેમને દાખલ કરવાં પડ્યાં.

મળતી માહિતી મુજબ રવિ ચોપરાના ફેફસામાં કઈંક ખરાબી આવી ગઈ છે. તેના પગલે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. 66 વર્ષીય રવિ યશ ચોપરાના મોટા ભાઈ બી. આર. ચોપરાનાં પુત્ર છે. રવિએ બિગ બી અમિતાભ બચ્ચનની અનેક હિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

બ્રિચકૅન્ડી હૉસ્પિટલના તબીબોએ પીટીઆઈને જણાવ્યું કે રવિ ચોપરા આઈસીયૂમાં દાખલ છે. તબીબોએ તેમની તબીયત અંગે જણાવ્યું કે હાલ તેઓની હાલત અગાઉ કરતાં બહેતર છે, પરંતુ તબીબોએ તેનાથી વિશેષ કઈંક બતાવવાનો ઇનકાર કર્યો.

રવિ ચોપરાએ ઝમીર, ધ બર્નિંગ ટ્રેન, બાગબાન, બાબુલ જેવી અનેક હિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. રવિ ચોપરા દ્વારા દિગ્દર્શિત ફિલ્મોમાં મોટાભાગે અમિતાભ બચ્ચન હીરો રહે છે.

રવિ ચોપરાએ અમિતાભ બચ્ચનની ભૂતનાથ ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. રવિવારે જ પોતાના કાકા યશ ચોપરાના નિધન બાદથી રવિ ચોપરા આઘાતમાં હતાં અને પછી અચાનક તેમનું સ્વાસ્થ્ય પણ કથળી ગયું અને તેમને હૉસ્પિટલાઇઝ કરવું પડ્યું. જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યાં, ત્યારે જણાવાયું હતું કે તેમની હાલત બહુ ગંભીર છે.

English summary
Ravi Chopra, filmmaker Late Yash Chopra's nephew, has been admitted to the ICU of a city hospital due to a lung ailment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X