કરીના કપૂરે One Night Stand પર પૂછ્યો સવાલ, તો સારા અલી ખાને આપ્યો આ જવાબ
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ લવ આજકલના પ્રમોશનમાં ઘણી વ્યસ્ત છે. આ દરમિયાન તે કરીના કપૂરના ચેટ શોમાં પણ પહોંચી. આ દરમિયાન તેણે પોતાની રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી. સારાએ કરીનાના સવાલોના જવાબ આપ્યા. સારાએ કહ્યુ કે તેણે ક્યારેય રિલેશનશિપમાં કોઈને છેતર્યા નથી અને ના પોતાના પાર્ટનરનો ક્યારેય ફોન ચેક કર્યો છે.

કરીનાના સવાલ પર શું બોલી સારા?
ત્યારે કરીના કપૂરે સારાને એવો સવાલ પૂછી લીધો જે પૂછ્યા બાદ તે ખુદ થોડી ગભરાઈ ગઈ. કરીને કપૂરે સારાને ‘મસ્તીભર્યા મેસેજ' મોકલવા અને વન-નાઈટ સ્ટેન્ડ વિશે સવાલ કર્યા. કરીનાએ પૂછ્યુ, ‘મને નથી લાગતુ કે મારે તે આ સવાલ પૂછવો જોઈએ પરંતુ હું નઝી જાણતી. મારો મતલબ છે, આપણે એક મૉર્ડન ફેમિલી છે. વન નાઈટ સ્ટેન્ડ?' આના પર સારાએ કહ્યુ કે, ‘તેણે મસ્તીભર્યા મેસેજ તો મોકલ્યા છે પરંતુ વન-નાઈટ સ્ટેન્ડ પર તેણે ના માં જવાબ આપ્યો.'

કો સ્ટાર્સ સાથે કેવા છે સંબંધો?
જ્યારે કરીનાએ કો સ્ટાર્સ વિશે સવાલ પૂછ્યા તો સારાએ કહ્યુ કે તેના બધા કો સ્ટાર્સ - સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન, રણવીર સિંહ અને વરુણ ધવન સાથે બહુ સારા સંબંધો છે. તમને જણાવી દઈએ કે સારા સૈફ અલી ખાન અને અમતા સિંહની દીકરી છે. સૈફ અને અમૃતાના વર્ષ 1991માં લગ્ન થયા હતા અને બંને 2004માં અલગ થઈ ગયા. હાલમા સૈફ પોતાની બીજી પત્ની કરીના કપૂર અને દીકરા તૈમૂર અલી ખાન સાથે રહે છે.

માતા-પિતા વિશે શું કહેવુ છે?
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં સારાને તેના માતપિતા વિશે પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના પર તેણે કહ્યુ હતુ, ‘જો તમે જ ખુશ નથી પછી પોતાના બાળકોને કેવી રીતે ખુશ રાખી શકશો. તેણે વિમાનનુ ઉદાહરણ આપીને કહ્યુ કે જેમ વિમાનમાં કહેવામાં આવે છે કે પહેલા તમે પોતાનુ માસ્ક પહેરો પછી બીજાની મદદ કરો. જો તમે ખુદ જ ઘુટનથી જીવી રહ્યા હોય તો પછી તમારા બાળકોને માસ્ક કેવી રીતે લગાવશો. તેણે કહ્યુ કે આજે મારી પાસે એક ઘુટનભર્યા ઘરના બદલે બે ખુશહાલ ઘર છે, તો હું બહુ ખુશ છુ.'

14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે સારાની આગલી ફિલ્મ
તમને જણાવી દઈએ કે સારાએ ફિલ્મ કેદારનાથી 2018માં બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે રણવીર સિંહ સાથે ફિલ્મ સિંબામાં દેખાઈ હતી. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ લવ આજકલના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં સારા કાર્તિક આર્યન સાથે દેખાશે.
આ પણ વાંચોઃ યુવતીઓને બળજબરીથી કિસ કરી ભાગી જનાર વ્યક્તિ પકડાયો, Video જોઈ પોલિસ પણ ચોંકી