Reality Check: શું વિરાટ કોહલી આ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરશે?
નવી દિલ્હીઃ 20 સપ્ટેમ્બરે અભિનેત્રી સોનમ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધી જોયા ફેક્ટર રિલીઝ થઈ રહી છે, ફિલ્મનું પ્રમોશન જબરદસ્ત રીતે કરવામાં આવી રહ્યું છે, ફિલ્મમાં લીડ રોલ સોનમ કપૂર, દુલકર સલમાન અને સંજય કપૂર નિભાવી રહ્યા છે પરંતુ આ બધા સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના કારણે આ ફિલ્મ હાલ સોશિયલ મીડિયા પર હૉટ ટૉપિક બનેલ છે, હવે તમે વિચારતા હશો કે ફિલ્મનું વિરાટ કોહલી સાથે શું લેવાદેવા, તો મિત્રો આ ફિલ્મ સાથે કોહલીના લેવા-દેવા છે.

કોહલીનું બૉલીવુડ ડેબ્યૂ?
જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા TikTk સ્ટાર ગૌરવ અરોરા પણ બૉલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, ગૌરવ અરોરાની શકલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે મળતી આવે છે, અવારનવાર લોકો ગૌરવને ક્રિકેટર કોહલી જ સમજી બેસે છે, આમ તો ફિલ્મમાં ગૌરવ કોહલીનો જ રોલ પ્લે કરી રહ્યો છે, માટે ટ્રેલરને જોઈ લોકો ભ્રમમાં આવી ગયા કે કોહલી ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ઘણા લોકોએ તો સોશિયલ મીડિયા પર કોહલીને નવી ઈનિંગની શરૂઆત માટે શુભેચ્છઆ પણ પાઠવી દીધી.
લોકોએ ગૌરવને કોહલી સમજ્યો
વાયરલ થઈ રહેલ આ ફિલ્મના ટ્રેલર વીડિયોમાં ગૌરવ, કેપ્નન વિરાટ કોહલીના લુકમાં ડ્રેસિંગ રૂમમાં હાથમાં બેટ પકડીને પોતાની ઈનિંગનો ઈંતેજાર કરી રહ્યો છે, ત્યારે જ કોમેન્ટ્રી સંભળાય છે, ઈન્ડિયાના બંને ઓપનર બેટ્સમેન ડગ પર આઉટ થઈ ગયા છે, હવે કેપ્ટન જશે, શું તેમના પણ નસીબમાં ડગ કે તેઓ બનાવશે ખુદનું લક? સાંભળવામાં આવ્યું છે કે આજકાલ કેપ્ટન જોયા ફેક્ટરને બહુ માનવા લાગ્યા છે, જોઈએ તેમની શું રણનીતિ રહે છે.'

કોહલીના લુક વાળો ગૌરવ અરોરા છે TikTok Star
હાલ કોહલીના લુક વાળા ગૌરવ અરોરાને કારણે ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે, જોવાનું રહેશે કે ફિલ્મમાં તે લોકોને કેટલા પ્રભાવિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી જેવા દેખાતા ગૌરવ અરોરાએ રાતોરાત ટિક ટૉક પર પોતાના વીડિયો થકી તહલકો મચાવી રાખ્યો હતો. આ શખ્સના 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેની પ્રોફાઈલ પર 32.9 મિલિયન લાઈક્સ મળી ચૂકી છે.
ભારત છોડીને હંમેશા માટે યૂકે જઈ રહી છે રાખી સાવંત, Video શેર કરીને કહી આ વાત