દીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદ
શૂજિત સરકારની ફિલ્મ 'પીકૂ' માં અમિતાભ બચ્ચન, ઈરફાન ખાન સાથે દીપિકા પાદુકોણે પણ ખૂબ પ્રશંસા મેળવી હતી. હાલમાં જ નેહા ધૂપિયાના ચેટ શોમાં આવેલી અભિનેત્રી પરિણીતિ ચોપડાએ ખુલાસો કર્યો કે પીકૂ માટે દીપિકા પહેલા તેને અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ બીજી ફિલ્મમાં વ્યસ્ત હોવાના કારણે તે પીકૂ ન કરી શકી અને તેને આ વાતનો ખૂબ અફસોસ છે. પરિણીતિએ જણાવ્યુ - મે વાસ્તવમાં ફિલ્મ ઠુકરાવી નહોતી. કંઈક ક્ફ્યુઝન હતુ. જ્યારે મને આ ફિલ્મ ઑફર થઈ તો હું બીજી કોઈ ફિલ્મ કરી રહી હતી. આ કારણે તે ના કરી શકી. આનાથી મને ઘણુ નુકશાન થયુ.
આ પણ વાંચોઃ મેડમ તુસાદમાં લાગ્યુ પ્રિયંકા ચોપડાનું વધુ એક સ્ટેચ્યુ, બારીકાઈથી બનાવાઈ વેડિંગ રિંગ

ફિલ્મ ‘પીકૂ' એ વર્ષે આવેલી સૌથી સારી ફિલ્મોમાંની એક
વર્ષ 2015માં આવી ફિલ્મ ‘પીકૂ' એ વર્ષે આવેલી સૌથી સારી ફિલ્મોમાંની એક રહી. ફિલ્મ હિટ તો રહી છે... સાથે જ એવોર્ડ્ઝ પણ ખૂબ લઈ ગઈ. પીકૂ બે રાષ્ટ્રીય પુરસ્કાર (બેસ્ટ એક્ટર - અમિતાભ બચ્ચવ, બેસ્ટ સ્ક્રીનપ્લે), એવોર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર) 3 આઈફા અને તમામ એવોર્ડ્ઝથી નવાઝવામાં આવી હતી.

આગામી બાયોપિક ફિલ્મમાં વ્યસ્ત
હાલમાં પરિણીતિ ચોપડા પોતાની આગામી બાયોપિક ફિલ્મમા વ્યસ્ત છે. પરિણીતિ સાયના નહેવાલની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ ફિલ્મમા પહેલા શ્રદ્ધા કપૂરને ફાઈનલ કરવામાં આવી હતી પરંતુ થોડા મહિના બાદ શ્રદ્ધની જગ્યાએ પરિણીતિને લૉક કમ રી દેવામાં આવી હતી. પરિણીતિ આ ફિલ્મ માટે બેંડમિન્ટનની ટ્રેનિંગ પણ લઈ રહી છે.

આ મજાક હતી. તે પાગલ નથી
વળી, નેહા ધૂપિયાએ શોમાં જ્યારે પરિણીતિને સવાલ કર્યો કે બોલિવુડમાં કયા એક્ટરને થોડી ઝિઝકની જરૂર છે. તો પરિણીતિએ મજાકિયા અંદાજમાં તરત જ રણવીર સિંહનું નામ લીધુ. પરંતુ બીજી જ ક્ષણે સફાઈ આપતા કહ્યુ કે, ‘આ મજાક હતી. તે પાગલ નથી પરંતુ સારા શબ્દોમાં ક્રેઝી છે.'