For Daily Alerts
પિતાના ‘સિલસિલા’ને આગળ વધારશે આદિત્ય, અમિત-રેખાને સાથે લાવશે!
મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડના કેટલાંક કિસ્સા વણસંભળાયેલા અને વણઉકેલાયેલા રહ્યાં છે. એવી જ એક વણકહ્યો ફસાનો છે અમિતાભ-રેખા વચ્ચેની કહાણી... જે હતી પણ કે નહીં... તે પણ એક રહસ્ય છે. આ કહાણી વિશે જાણવા આજે પણ લોકો આતુર રહે છે. રોમાંસના બાદશાહ યશ ચોપરાની ફિલ્મ સિલસિલામાં બંનેએ છેલ્લી વાર કામ કર્યુ હતું, પરંતુ પછી બંનેએ ફરી સાથે ક્યારેય કામ કર્યુ નહીં.
સિલસિલા ફિલ્મનો સિલસિલો થંભે 32 વર્ષ થઈ ગયાં અને અનેક નિર્માતા-દિગ્દર્શકોએ રેખા-અમિતાભને પુનઃ સાથે લાવવાના પ્રયત્નો કર્યાં, પરંતુ સફળ ન થયાં, પરંતુ હવે સાંભળવા મળે છે કે યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરા આ જોડી ફરી એક વાર રૂપેરી પડદે કંડારવાના છે અને તેમને અમિતાભ-રેખાને સાથે કામ કરવા સમજાવવામાં સફળતા મળી ગઈ છે. આ અનામી ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય પોતે કરશે કે જે એક સુંદર પ્રણય-કથા હશે.
જોકે યશ રાજ બૅનર તરફથી આ અંગેની પુષ્ટિ તો નથી થઈ, પરંતુ એટલુ નક્કી છે કે આદિત્ય ચોપરા આજકાલ અમિતાભ બચ્ચન સાથે વારંવાર દેખાઈ રહ્યાં છે. એમ પણ બચ્ચન પરિવાર અને ચોપરા પરિવારમાં ઘનિષ્ઠ સંબંધો છે. અગાઉ અમિતાભ-રેખાની જોડી વેકલમ ફિલ્મની સિક્વલ વેલકમ 2માં કામ કરશે, તેવા સમાચારો આવ્યા હતાં કે જે માત્ર અફવા સાબિત થયા હતાં.