સની લિયોનને 10 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો થશે આંદોલન

Written By:
Subscribe to Oneindia News

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ)ની મહિલા વિંગે સની લિયોન ની કોન્ડોમ બ્રાન્ડનો પ્રચાર કરતી એક જાહેરાત નો વિરોધ કર્યો છે. આ પાર્ટીના અધ્યક્ષ રામદાસ આઠવાલે છે. ફિલ્મીબીટ સાથે થયેલી ખાસ વાતચીતમાં મહિલા વિંગના સચિવ શીલા ગાંગુર્ડેએ કહ્યું કે, આ જાહેરાતને કારણે મહિલા દર્શકોને અણછાજતી પરિસ્થિતિમાં મુકાવું પડે છે.

મહિલાઓ ક્ષોભ અનુભવે છે

મહિલાઓ ક્ષોભ અનુભવે છે

"વિભિન્ન ટીવી ચેનલો પર આ જાહેરાત પ્રદર્શિત કરવામાં આવે છે અને ઘરમાં પરિવાર સાથે બેઠા હોઇએ અને ટીવી પર આ રીતની જાહેરાત આવે ત્યારે અસહજ વાતાવરણ ઊભું થાય છે. જેમાં ખાસ કરીને મહિલાઓ ક્ષોભ અનુભવે છે."

સની લિયોન તરફથી કોઇ જવાબ નહીં

સની લિયોન તરફથી કોઇ જવાબ નહીં

"અમે સોમવારે આ જાહેરાત વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. અમે આ જાહેરાત પ્રતિબંધિત કરવાની માંગ કરી છે. પરંતુ હજુ સુધી સની લિયોન તરફથી આ અંગે કોઇ જવાબ નથી આવ્યો. અમને આ જાહેરાત સામે કોઇ વાંધો નથી, પરંતુ તે જે રીતે રજૂ થઇ છે એની સામે વાંધો છે."

10 દિવસનો સમય, નહીં તો આંદોલન

10 દિવસનો સમય, નહીં તો આંદોલન

"ઘરમાં જ્યારે પર ટીવી પર આ એડ આવે ત્યારે હું મારી નજર નીચી કરી લઉં છું. ઘણી મહિલાઓ સાથે આવું થતું હશે. અમે સની લિયોનને માત્ર 10 દિવસનો સમય આપીએ છીએ. ત્યાર બાદ આ જાહેરાત પ્રતિબંધિત કરવી પડશે, નહિં તો અમે આની વિરુદ્ધ આંદોલન કરીશું."

વિવાદો અને સની લિયોન

વિવાદો અને સની લિયોન

સની ઘણીવાર આ પ્રકારના વિવાદોમાં ફસાઇ ચૂકી છે. ટીવી એડ હોય કે ફિલ્મોના વિવાદિત સિન, કોન્ટ્રોવર્સિ થાય જ છે. સની લિયોન હંમેશા બિન્દાસ રહી આવી વાતોનો જવાબ આપતી જોવા મળી છે.

સનીની પોપ્યૂલારિટી

સનીની પોપ્યૂલારિટી

આમ છતાં, બોલિવૂડમાં સની લિયોનની પોપ્યૂલારિટી વધતી જાય છે. તે સતત ઘણી મોટી ફિલ્મોમાં એપિયર થઇ ચૂકી છે. થોડા સમય પહેલાં જ બિગ બોસ 10ના એપિસોડમાં તેણે સલમાન અને શાહરૂખ સાથે એક એક્ટ પર્ફોમ કર્યું હતું, આ એપિસોડને હાઇએસ્ટ ટીઆરપી મળી હતી. શાહરૂખની ફિલ્મ રઇસમાં સનીનું આઇટમ સોન્ગ ફિલ્મનો હાઇ પોઇન્ટ હતો.

સની લિયોન અને સંધ્યા મૃદુલ

સની લિયોન અને સંધ્યા મૃદુલ

સની લિયોનની ફિલ્મ રાગિની એમએમએસ 2માં સનીના એક કિસિંગ સીનને લઇને ઘણો મોટો વિવાદ સર્જાયો હતો. આ ફિલ્મમાં સની અને એક્ટ્રેસ સંધ્યા મૃદુલનો કિસિંગ સીન બતાવવામાં આવ્યો હતો. આ સિન સામે અનેk ધાર્મિક સમૂહોના કાર્યકર્તાઓએ આંખ લાલ કરી હતી અનેસની લિયોન વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી.

બિગ બોસમાં વિવાદ

બિગ બોસમાં વિવાદ

બિગ બોસ દરમિયાન સની લિયોન પર ટીવી પડદે પોર્નોગ્રાફી પ્રમોટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અંગે ચેનલને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી.

સની પર બેન

સની પર બેન

બોલિવૂડની કોન્ટ્રોવર્સિ ક્વીન રાખી સાવંતે તો ભારતમાં સની લિયોનને બેન કરવાની માંગ પણ કરી હતી. તેણે પણ સનીની એક જૂની કોન્ડોમની એડ પર જ સવાલો કર્યા હતા અને ત્યાર બાદ સનીને સમગ્ર દેશમાં બેન કરવાની માંગણી કરી હતી.

પોસ્ટરનો વિવાદ

પોસ્ટરનો વિવાદ

ફિલ્મ જિસ્મ 2નું આ પોસ્ટર પણ એક મોટા વિવાદનું કારણ બન્યું હતું. આ વિવાદ એટલો વધ્યો હતો કે કેટલીક જગ્યાઓએ સની લિયોનના પૂતળા બાળવામાં આવ્યા હતા. મહિલાઓને ખોટી રીતે પ્રોજેક્ટ કરવા બદલ સનીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

રેપનો વિવાદ

રેપનો વિવાદ

કેઆરકે એ પણ સની લિયોનના એક વિવાદાસ્પદ નિવોદનને લઇને તેને નિશાના પર લીધી હતી. કેઆરકે એ સની અંગે કહ્યું હતું કે, સની માટે રેપ કોઇ ગુનો નથી, પરંતુ સરપ્રાઇઝ સેક્સ છે. આ અંગે ઘણો મોટો વિવાદ થયો હતો.

રામગોપાલ વર્મા વિ. સની લિયોન

રામગોપાલ વર્મા વિ. સની લિયોન

થોડા સમય પહેલાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રામગોપાલ વર્માએ સની લિયોનનું નામ લઇને અનેક વિવાદિત ટ્વીટ કર્યા હતાં. તેમણે લખ્યું હતું, હું એવી આશા રાખું છું કે તમામ મહિલાઓ પુરૂષોને એટલી ખુશી આપે જેટલી સની લિયોન આપે છે. પોતાના ટ્વીટ માટે પછીથી રામગોપાલ વર્માએ માફી પણ માંગી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

HOT: ટોપલેસ થઇ IPLની હોસ્ટ.. વાયરલ થઇ તસવીરો..

આઇપીએલ હોસ્ટ અને બોલિવૂડ સિંગર શિબાની દાંડેકર આજકાલ ખૂબ ચર્ચામાં છે. આની પાછળનું કારણ છે, તેનું હોટ ફોટોશૂટ. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ થતાં અનેક લોકોને શોક લાગ્યો છે.

English summary
Sunny Leone is ‘serving immorality’ through condom ads, says political party and demanded to ban the advertisement.
Please Wait while comments are loading...