• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'14 ફેરે' ફિલ્મ રિવ્યુઃ નબળા ક્લાઈમેક્સનો શિકાર બની વિક્રાંત-કૃતિની આ એન્ટરટેઈનિંગ રોમેન્ટીક કૉમેડી

|
Google Oneindia Gujarati News
Rating:
2.5/5
Star Cast: વિક્રાત મેસી, કૃત ખરબંદા, ગોહર ખાન, જમીલ ખાન, વિનીત કુમાર
Director: દેવાંશુ સિંહ

'યદિ આપ ઉન્હે મના નહી શકતે હે, તો ઉન્હે કન્ફ્યુઝ કર દો ...' પોતાની ઑફિસના દોસ્તો સાથે મળીને સંજૂ(વિક્રાંત મેસી) અને અદિતિ(કૃતિ ખરબંદા) પોતાના લગ્નનુ એવુ પ્લાનિંગ કરે છે, જે કોઈને ગોલમાલથી કમ નથી લાગતુ. આ ગોલમાલ વચ્ચે નિર્દેશકે અમુક સામાજિક વિષયોને પણ ઉઠાવવાની કોશિશ કરી છે.

ફિલ્મ રિવ્યુ

ફિલ્મ રિવ્યુ

બિહારના રાજપૂત યુવાન સંજય ઉર્ફે સંજૂ અને જાટની યુવતી અદિતી ઉર્ફે અદૂ એક જ કૉલેજમાં ભણે છે. બંનેને ખૂબ જલ્દી પ્રેમ થઈ જાય છે અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં આવી જાય છે. બંને સાથે જ દિલ્લીની એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ પણ કરવા લાગે છે. પરંતુ વાત અહીં અટકે છે લગ્ન પર. બંને વાસ્તવિકતાથી બેખબર નથી કે તેમના માતાપિતા આંતર્જાતીય લગ્નને મંજૂરી નહિ આપે. એક તરફ સંજૂના પિતા કન્હૈયા લાલ(વિનીત કુમાર) જહાનાબાદમાં બેઠા બેઠા પોતાના દીકરા માટે છોકરી જોતા રહે છે. વળી, અદિતિના પિતા લવ મેરેજના નામથી જ ભડકી ઉઠે છે.

કહાની

કહાની

'તૂ ક્યોં સચ કે પિંજરેમાં બંધા હે, ધર્મ કે લિયે તો ભગવાનને ભી સ્વાંગ રચા થા, તૂ ક્યોં ભૂલ ગયા...' એક નાટક દરમિયાન આ સંવાદ સાંભળતા જ સંજૂના દિમાગમાં લગ્નની વિકટ પરિસ્થિતિ સામે ઝઝૂમવાનો આઈડિયા આવે છે. સંજૂ અને અદિતિ મળીને એક સ્વાંગ એટલે કે નાટકની તૈયારી કરે છે. જેમાં તે નકલી મા-બાપની મદદથી બે વાર લગ્ન કરશે. પહેલા સંજૂ પોતાના નકલી મા-બાપ સાથે જઈને અદિતિ સાથે ધામધૂમથી લગ્ન કરશે અને પછી અદિતિ પોતાના નકલી મા-બાપ બનાવીને સંજૂના ઘરવાળાને મળશે અને પછી બંનેના લગ્ન થશે. આ ગોલમાલવાલી યોજનાને અંજામ આપવા માટે તે દિલ્લીની મેરિલ સ્ટ્રીપ ઝુબીના(ગોહર ખાન)ની મદદ લે છે જે થિયેટરમાં સંજૂની સહ-કલાકાર હોય છે. વળી, નકલી પિતા બનવા માટે રાજી થાય છે થિયેટરના જ મહાન કલાકાર અમય(જમીલ ખાન). પરંતુ આ પ્લાલન જેટલો સરળતાથી બનાવવામાં આવ્યો, શું પૂરો થઈ શકશે?

નિર્દેશન

નિર્દેશન

નિર્દેશક દેવાંશુ સિંહે પોતાની રોમેન્ટીક કૉમેડી ફિલ્મ માટે એક એવો વિષય પસંદ કર્યો જે વર્ષોથી સામાજિક રીતે પ્રાસંગિક રહ્યો છે. બૉલિવુડે આંતર્જાતીય લગ્ન અને ઑનર કિલિંગ પર ઘણી ફિલ્મો બનાવી છે પરંતુ મોટાભાગની ગંભીર રહી છે. આ મામલે '14 ફેરે' અલગ છે. તે હલકા ફૂલકા અંદાજમાં આ વિષયોને સ્પર્શે છે. આ કોઈ ભારે ભરખમ ઉપદેશભર્યા સંવાદો નથી કે નથી કોઈ હિંસા. લેખક મનોજ કલવાની સતર્કતા સાથે મુદ્દાઓને રોમાન્સ અને કૉમેડી સાથે વણી લે છે. ફિલ્મની શરૂઆત ઘણી મનોરંજક છે પરંતુ ફિલ્મ ક્લાઈમેક્સની 10 મિનિટમાં બધી પકડ ગુમાવી દે છે. નિર્દેશકે મુદ્દો તો ઉઠાવી લીધો પરંતુ એ મુદ્દાને પ્રભાવી રીતે પોતાનો પક્ષ રાખવામાં નિષ્ફળ રહ્યા છે. ફિલ્મનુ ક્લાઈમેક્સ ખૂબ ઉતાવળમાં ખતમ કર્યુ હોય એમ લાગે છે.

ટેકનિકલ પાસુ

ટેકનિકલ પાસુ

એડિટર મનન સાગરનુ એડિટિંગ ફિલ્મના સૌથી સકારાત્મક પાસાંઓમાં શામેલ છે. તેમણે ફિલ્મને માત્ર 1 કલાક 51 મિનિટમાં સમેટી દીધી. જેના કારણે આ ફિલ્મ બિલકુલ ભટકતી નથી દેખાતી. નિર્દેશકે સંજૂ અને અદિતિની કૉલેજથી જૉબ સુધીની સફર એક ગીતમાં દર્શાવી દીધી છે. ફિલ્મ ક્યાંય પણ બોજ નથી લાગતી. રેખા ભારદ્વાજના અવાજમાં ગાયેલુ ગીત 'રામ-સીતા' દિલને સ્પર્શી જાય છે.

અભિનય

અભિનય

અભિનયની વાત કરીએ તો ફિલ્મની સ્ટારકાસ્ટ ઘણી પ્રભાવી છે વિક્રાંત મેસી અને કૃતિ ખરબંદાની જોડી સારી દેખાય છે. રોમાન્સ અને કૉમેડી હોય કે ઈમોશનલ મેલોડ્રામા - બંને કલાકાર પોતાના હાવભાવ સાથે દિલ જીતી લે છે. વળી, દિલ્લીની મેરિલ સ્ટ્રીપ બનેલી ગોહર ખાન જબરદસ્ત લાગે છે. નિર્દેશક તેની ભૂમિકાને થોડી વધુ સ્ક્રીન સ્પેસ આપતા વધુ સારુ રહેત. જમીલ ખાન, વિનીત કુમાર, યામિની દાસ, પ્રિયાંશુ સિંહ સહિત બાકી કલાકારે પણ પોતાની ભૂમિકાઓ સાથે અન્યાય કર્યો છે.

આ ફિલ્મ જોવી કે ના જોવી

આ ફિલ્મ જોવી કે ના જોવી

કુલ મળીને 'ચૌદહ ફેરે' એક હલકી ફૂલકી રોમેન્ટીક કૉમેડી છે જેને મેસેજ સાથે પિરસવાના ચક્કરમાં નિર્દેશક થોડા ટ્રેક પરથી ઉતરી ગયા. જો કે ફિલ્મ એક વાર જરૂરથી જોઈ શકાય છે. વનઈન્ડિયા તરફથી વિક્રાંત મેસી-કૃતિ ખરબંદા અભિનીત 'ચૌદહ ફેરે'ને 2.5 સ્ટાર.

English summary
'14 Phere' Film Review- Vikrant Massey and Kriti Kharbanda starrer romantic comedy losses total grip at the climax, circles around issues like caste system and honour killing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X