• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એરલિફ્ટ Review: એક્શન, ધમાકો અને દેશભક્તિથી ભરપૂર

|

મનોજ કુમાર પછી દેશભક્તિ હિરો તરીકેની જે જગ્યા બોલીવૂડમાં ખાલી પડી ગઇ હતી તેને અક્ષય કુમાર પોતાની આગવી સ્ટાઇલ અને એટીટ્યૂટથી ભરી દીધી છે. તે પછી વાત હોય બેબી, હોલી ડે, ગબ્બર કે એરલિફ્ટની. એરલિફ્ટ ફિલ્મ એક્શન, ધમાકા અને દેશભક્તિથી તમને ભરી દેશે. અને ફિલ્મ જોયા બાદ બની શકે તમે થિયેટરની બહાર નીકળીને થોડા વધુ પ્રાઉડ ઇન્ડિયન બની જાવ.

એરલિફ્ટ એક સત્ય ધટના પર આધારિત છે. વર્ષ 1990ના ગલ્ફ વોરમાં કુવેતમાં ફસાયેલા 1,70,000 ભારતીયોને સફળ રીતે કુવેતની ભારત લાવવામાં આવ્યા હતા. અને આવું કરનાર અત્યાર સુધીમાં ભારત એકમાત્ર દેશ છે. જેની નોંધ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરાઇ છે. આ ફિલ્મ કુવેતના જાણીતા બિઝનેસમેન રંજીત કતિયાલની આસપાસ ફરે છે.

જેની જોડે પૈસા હોવા છતાં જ્યારે કુવેત છોડવાની વાત આવી ત્યારે ખાલી પોતાના પરિવાર માટે નહીં પણ ત્યાં હાજર તમામ પરિવાર વિષે વિચાર્યું અને તેમના આવવાની સગવડતા કરી. તેને આ અભૂતપૂર્વક પ્રયાસ બાદ તેનું નામ કદી ક્યાંય પણ લેવાયું નહીં. જો કે આ ફિલ્મનો કોન્સેપ્ટ સારો છે. ધણુ સારું છે પણ ડાયરેક્શનમાં તે માર ખાઇ જાય છે. નવા ડાયરેક્ટ રાજુ કિષ્ના મેમનની ડાયરેક્શનની ત્રુટીઓ આંખે આવીને વળગે છે. ત્યારે આ ફિલ્મમાં પ્લસ માઇન્સ પોઇન્ટ વિષે જાણો અહીં...

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ સિમ્પલ છે અને તે બધાને ખબર પણ છે કે કુવેતમાં ગલ્ફ વોર દરમિયાન જે ભારતીયો કુવેતમાં ફસાયા હતા તેને સેના, ભારત સરકાર અને કુવેતમાં ફસાયેલા લોકોની મદદથી બહાર ભારત પરત લાવવામાં આવ્યા. અને તેટલા મોટા પ્રમાણમાં એર ઇન્ડિયાએ અભિયાન ચલાવ્યું કે આજ દિવસ સુધી અમેરિકા, ચીન અને રશિયા જેવા મોટા દેશો પણ કોઇ બીજા દેશમાંથી આ રીતે પોતાના નાગરિકોને સફળ રીતે આટલી મોટી સંખ્યામાં બહાર નથી નીકાળી શકી.

અક્ષયનો અભિનય

અક્ષયનો અભિનય

અક્ષયનો અભિનય રિયાલિસ્ટીક છે તે આવી ફિલ્મોમાં સારી અને એક ટીપિકલ ટાઇપની એક્ટિંગ કરે છે જે તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે.

નિમત કૌર અને અન્યની એક્ટિંગ

નિમત કૌર અને અન્યની એક્ટિંગ

નિમત કૌરની એક્ટિંગ સારી છે. લોકો તેને વધુ જોવા પણ ઇચ્છે છે પણ અફસોસ તેમનો રોલ આ ફિલ્મમાં નાનો છે. પુરુબ કોહલીનો પણ અભિનય સારો છે

સિનેમોગ્રાફી ને ફિલ્મની ટેકનાલિટી

સિનેમોગ્રાફી ને ફિલ્મની ટેકનાલિટી

પ્રિયા શેઠની સિનેમોગ્રાફી વખાણવા લાયક છે. તેણે સારો વોર ઝોન ઊભો કર્યો છે. ડાયરેક્શના લોચા છે રાજુ કિષ્ના મેમનનો ઓછા અનુભવ દેખાય છે. પણ તેને ભૂલી શકાય છે.

સ્ક્રીન પ્લે અને દેશભક્તિ

સ્ક્રીન પ્લે અને દેશભક્તિ

જો આ ફિલ્મ કોઇ એક વાતના કારણે ચાલશે તો છે દેશભક્તિ. ફિલ્મ એક્શનથી ભરપૂર છે પણ દેશભક્તિનો ડોઝ એટલો માપનો છે કે જોવી ગમશે.

કેમ ફિલ્મ જોવી જ?

કેમ ફિલ્મ જોવી જ?

26મી જાન્યુઆરી આવી છે. લાંબા સમય પછી એક સારી દેશભક્તિથી ભરેલી ફિલ્મ આવી છે. જો તમને આવી ફિલ્મો ગમતી હોય, તમે અક્ષય કુમારના ફેન હોવ તો તમને ફિલ્મ ગમશે જ. સાથે જ આ ફિલ્મ જોઇને કદાચ તમારા મનમાં, I એટલે હું નહીં પણ I એટલે Indianની ભાવના જાગી જાય.

પબ્લિક રિવ્યૂ કેઆરકે

પબ્લિક રિવ્યૂ કેઆરકે

It's interval n I am highly disappointed by the director of #Airlift. How can you handle so sensitive subject so casually?It's not done.

પબ્લિક રિવ્યૂ

પબ્લિક રિવ્યૂ

#Airlift is best film of @akshaykumar's carrier best film & every part of film is fantastic.direction little bit missed but rest all superb.

પબ્લિક રિવ્યૂ

પબ્લિક રિવ્યૂ

Indian Cinema Magazine UK Review #Airlift. A Standing Oviation Film! Fantastic Direction, Background Score, Screenplay & Stunts.

English summary
Akshay Kumar has somewhere become the face of patriotism today! The actor has been doing many films which showcase his love for the country, like Baby, Holiday, Gabbar and now Airlift.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more