• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : અક્ષય હિટ, પણ ખિલાડી 786 ફેલ

|

ફિલ્મ : ખિલાડી 786

નિર્માતા : અક્ષય કુમાર તથા હિમેશ રેશમિયા

દિગ્દર્શક : આશીષ આર. મોહન

કલાકાર : અક્ષય કુમાર, અસીન, મિથુન ચક્રવર્તી, હિમેશ રેશમિયા, પરેશ રાવલ, રાજ બબ્બર, મુકેશ ઋષિ.

એક મહીનાથી ચારે બાજુ શોર છે કે ખેલાડી આવી રહ્યો છે ભાઈ જરા બચીને. સૌએ આશા સેવી કે ખિલાડી 786 સાથે ફરી એક વાર ખિલાડી, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, ખિલાડી ઇન્ટરનેશનલ જેવો જાદુ આપણને સિલ્વર સ્ક્રીને નજરે પડશે, પરંતુ આ વખતની ખિલાડી સિરીઝની આ ફિલ્મે પોતાના ફૅન્સને ખૂબ નિરાશ કર્યાં છે. જો આપણે એમ કહીએ કે ખિલાડી સિરીઝની આ અત્યાર સુધીની સૌથી નિમ્નકક્ષાની અને બોરિંગ ફિલ્મ છે, તો એમ કહેવું ખોટું નહીં હોય. કમ સે કમ 12 વરસ અગાઉની ખિલાડી સિરીઝના ફૅન્સને તો એમ જ લાગશે. જો ફિલ્મો હીરોના નામે ચાલતી હોય, તો ખિલાડી 786 પણ બૉક્સ ઑફિસે જરૂર હિટશ રહેશે, પરંતુ માત્ર અક્ષયના નામે અને તેમની એક્ટિંગના કારણે.

વાર્તા - ફિલ્મની વાર્તા શરૂ થાય છે બહત્તર સિંહ (અક્ષય કુમાર)થી કે જે ચોરોને પકડવામાં પંજાબ પોલીસની મદદ કરે છે. સાથે જ સ્મગલર્સ સાથે સંકળાયેલી માહિતીઓ પણ પોલીસ સુધી પહોંચાડે છે. તેનો આખો પરિવાર સટ્ટાર સિંહ (રાજ બબ્બર), ઇખ્તાર સિંહ (મુકેશ ઋષિ) પણ આ જ કામ કરે છે અને સાથે પોતાનો અખાડો પણ ચલાવે છે. આ પરિવારની હરકતો જોતાં કોઈ પણ તેમના પરિવારમાં પોતાની દીકરીના લગ્ન કરવા નથી માંગતાં.

બીજી બાજુ તાત્યા તુકારામ તેંદુલકર (મિથુન ચક્રવર્તી) એક ખૂબ જ કુખ્યાત ગૅંગસ્ટર છે કે જેની બહેન છે ઇન્દુ (અસીન). ઇંદુ તુકારામ દ્વારા પસંદ કરાયેલ દરેક છોકરા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દે છે. મનસુખ (હિમેશ રેશમિયા) એક મૅચમેકર છે. તેના પિતા ચમ્પકલાલ (પરેશ રાવલ) કાયમ તેનાથી નારાજ રહે છે કારણ કે તે કોઈ પણ સારી રીતે નથી કરતો. આખરે તે નક્કી કરી લે છે કે પોતાના પિતાને કઈંક કરી બતાવશે. મનસુખ તુકારામની બહેનના લગ્ન બહત્તર સિંહ સાથે કરાવવાનો નિર્ણય કરે છે અને પછી શરૂ થાય છે જુઠાણાનો સિલસિલો. તે તુકારામને એ વાત માટે મનાવી લે છે કે તે બહત્તર સિંહને એમ કહે કે તે પોતે પોલીસમાં છે. તુકારામ પણ તૈયાર થઈ જાય છે. પછી ઇંદુ અને બહત્તર સિંહના લગ્નને લઈને એવી પરિસ્થિતિઓ બને છે કે જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે.

એક્ટિંગ - એક્ટિંગની બાબતમાં અક્ષય કુમાર પોતાના ફૅન્સ માટે એક બહેતરીન ટ્રીટ છે. મનોરંજનથી માંડી કૉમેડી તેમજ એક્શન સુધી તેમણે કોઈ કચાસ નથી છોડી. હજુય તેમની અંદર તે જ જોશ અને ઝનુન નજરે પડે છે કે જે બાર વરસ પહેલા ખિલાડી સિરીઝમાં નજરે પડતો હતો. બીજી બાજુ અસીનનું માત્ર સૌંદર્ય જ ફિલ્મમાં દેખાયું છે. બાકી એક્ટિંગ કરવા માટે તેમને સ્પેસ મળ્યું જ નથી. મિથુનની એક્ટિંગ સામાન્ય છે અને હિમેશ રેશમિયાને કઈંક વધુ જ સ્પેસ અપાઈ ગયું છે. તેના કારણે બાકીના કલાકારોને એક્ટિંગની તક જ નથી મળી.

સંગીત અને દિગ્દર્શન - ફિલ્મનું સંગીત એવરેજ છે. થોડાંક જ ગીતો જીભે ચડવા લાયક છે. ગીતોની ધુનો બહેતરીન છે. દિગ્દર્શનમાં ફિલ્મ માત ખાઈ ગઈ. આશીષ આર. મોહન પાસેથી આશા હતી કે તેઓ ફરી એક વાર ગોલમાલ સિરીઝમાંથી ઉગરી ખિલાડીને બહેતરીન એક્શન સિરીઝનો ભાગ બનાવશે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ખિલાડી 786નું એકમાત્ર પૉઝિટિવ પૉઇન્ટ છે અક્ષય કુમારની એક્શન અને કૉમેડી, પરંતુ ફિલ્મમાં તેમની એક્ટિંગને યોગ્ય રીતે રજુ નથી કરાઈ.

અસીન

અસીન

અસીન ફિલ્મમાં માત્ર એક સુંદર ઢિંગલની જેમ જ યુઝ કરાયાં છે. તેમના સૌંદર્ય ઉપરાંત ફિલ્મમાં તેમની એક્ટિંગ ક્યાંય પણ જોવા મળી નથી.

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા

ફિલ્મના નિર્માણ સાથે ફિલ્મમાં એક્ટિંગ કરવામાં હિમેશ સૌથી આગળ રહ્યાં છે. હિમેશને અકારણે જ ફિલ્મમાં આટલું અવકાશ અપાયું કે બાકીના કલાકારોને એક્ટિંગની તક જ ન મળી.

સંગીત

સંગીત

ફિલ્મનું સંગીત એવરેજ છે. નથી શ્રેષ્ઠ કે નથી બેકાર. કેટલાંક ગીતો જેમ કે લોનલી..., બલમા..., હુક્કા બાર... અને સારી સારી રાત... જીભે ચડવા લાયક છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

ફિલ્મનું સૌથી નબળુ પાસુ છે ફિલ્મનું દિગ્દર્શન.

બેકાર કૉમેડી

બેકાર કૉમેડી

ફિલ્મમાં બેકારના જોક્સ તેમજ સામાન્ય કૉમેડી નંખાઈ છે.

બેજાન વાર્તા

બેજાન વાર્તા

ખિલાડી 786ની વાર્તા પણ કઈં ખાસ નથી. વાર્તામાં દમ હોત તો કદાચ ક્યાંકને ક્યાંક ફિલ્મ પણ દમદાર હોત.

ડાયલૉગ

ડાયલૉગ

ફિલ્મના ડાયલૉગ ખૂબ જ સામાન્ય છે.

English summary
Akshay Kumar is finally back with a bang with Khiladi 786. Akki, who have had a successful khiladi journey a decade back, is making a comeback with his bone-breaking action avatar with the movie Khiladi 786, that releases today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more