• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઔરંગઝેબ રિવ્યૂ : અર્જુન છવાયાં, સાશા સુંદર

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ઔરંગઝેબ
કલાકારો : અર્જુન કપૂર, સાશા આગા, પૃથ્વીરાજ સુકુરામન, અમૃતા સિંહ, જૅકી શ્રૉફી, ઋષિ કપૂર
દિગ્દર્શક : અતુલ સબરવાલ
નિર્માતા : આદિત્ય ચોપરા
સંગીત : અમૃત્ય રાહત, વિપિન મિશ્રા

ઇશકઝાદે ફિલ્મ બાદ પુનઃ એક વાર યશ રાજ બૅનર પોતાના મનપસંદ એક્ટર અર્જુન કપૂર સાથે ઔરંગઝેબ લઈને આવ્યાં છે. ઔરંગઝેબ ફિલ્મ પોતાના પ્રથમ ટ્રેલરની રિલીઝિંગ બાદથી ચર્ચામાં રહી છે, કારણ કે ટ્રેલર જોઈ સલમાન ખાને પણ અર્જુન કપૂરના વખાણ કર્યા હતાં. સલમા આગાના પુત્રી સાશા આગા આ ફિલ્મ સાથે બૉલીવુડમાં શરુઆત કરી રહ્યાં છે.

ઔરંગઝેબ ફિલ્મ ગુડગાંવના એક નાનકડા ગામમાં લૅન્ડ માફિયાના વધતા પગલાં પર આધારિત છે. ફિલ્મમાં યશવર્ધન (જૅકી શ્રૉફ) એક રીયલ એસ્ટેટ ડેવલપર છે કે જે ગુડગાંવમાં રહે છે અને પોતાના ગેરકાયદે કામો અંગે ખૂબ કુખ્યાત છે. યશવર્ધનના ગ્રુપમાં સૌથી રીઢો છે અજય (અર્જુન કપૂર) કે જે પોતાનું કોઈ પણ ગેરકાયદે કામ કર્યા બાદ કોઈ નિશાન નથી છોડતો. પોલીસ ડિપાર્ટમેંટ આ માફિયાને સબૂત સાથે પકડવાના ખૂબ પ્રયત્નો કરે છે, પણ દરેક વખતે નિષ્ફળતા જ સાંપળે છે. આખરે પોલીસ અજયના એક હમશકલ વિશાલ (અર્જુન કપૂરનો ડબલ રોલ)ને અજય બનાવી ગૅંમાં મોકલી દે છે અને અજયને પકડી તેનાથી સબૂત હાસલ કરવાની કોશિશ કરે છે.

બીજી બાજુ વિશાલ યશવર્ધનની ગૅંગમાં શામેલ થયા બાદ પોતાને અજય સાબિત કરવાની પૂરી કોશિશ કરે છે અને સફળ રહે છે. સૌને વિશ્વાસ થઈ જાય છે કે વિશાલ અજય જ છે. વિશાલ ગૅંગમાં રહી ત્યાંની તમામ ગુપ્ત વાતો પોલીસ સુધી પહોંચાડે છે. આ રીતે ફિલ્મની વાર્તા પોતાના અંત સુધી અનેક રસપ્રદ વળાંકો લે છે અને દર્શકોને જકડી રાખે છે. અંતે ખબર પડે છે કે વિશાલ અને અજય હકીકતમાં જોડકાં ભાઇઓ છે કે જે જુદા પડી ગયા હતાં અને પોલીસે પોતાના મતલબ માટે આ વાતનો ઇસ્તેમાલ કર્યો હતો.

ફિલ્મ સાથે જોડાયેલી વધુ બાબતો જોઇએ તસવીરો સાથે.

સારા છે ગીતો

સારા છે ગીતો

ઔરંગઝેબ ફિલ્મના ગીત અમૃત્ય રાહુત તથા વિપિન મિશ્રાએ કમ્પોઝ કર્યાં છે અને પુનીત શર્મા, મનોજ કુમાર નાથ તથા વિપિન મિશ્રાએ લખ્યાં છે. કેટલાંક ગીતો બહુ સારા છે, પરંતુ કેટલાંક તો જરાય જીભે ચડે એવા નથી.

અર્જુનની બહેતરીન એક્ટિંગ

અર્જુનની બહેતરીન એક્ટિંગ

અર્જુન કપૂરે ઇશકઝાદે ફિલ્મ દ્વારા પોતાની એક્ટિંગ સાબિત કરી આપી હતી. આ વખતે પણ અર્જુને ખૂબ જુદી બહેતરીન એક્ટિંગ કરી છે. ડબલ રોલમાં પણ અર્જુને શાનદાર પરફૉર્મન્સ આપી છે. ક્યાંય એવું ન લાગ્યું કે અર્જુને ડબલ રોલ કરતાં મુશ્કેલી અનુભવી હોય.

સાશા ખૂબસૂરત

સાશા ખૂબસૂરત

સાશા આગા ફિલ્મ ઔરંગઝેબમાં ખૂબ જ સુંદર દેખાયાં છે. ફિલ્મના બે ગીતો પણ સાશાએ ગાયાં છે. ફિલ્મમાં સાશાનો જોકે ખાસ રોલ નથી, પણ છતાં સાશાએ ઓછા સમયમાં પણ લોકોને પોતાની એક્ટિંગ બતાવી દીધી છે.

અર્જુનને પસંદ છે વિશાલ

અર્જુનને પસંદ છે વિશાલ

અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે ફિલ્મમાં તેમને પોતાનો પૉઝિટિવ રોલ એટલે કે વિશાલ વધુ પસંદ છે. જોકે તેમને લાગે છે કે લોકોને તેમનો નેગેટિવ રોલ અજય વધુ ગમશે.

નથી હિટ, નથી ફ્લૉપ

નથી હિટ, નથી ફ્લૉપ

પહેલા દિવસે ફિલ્મ જોયા બાદ એટલું જ કહી શકાય કે ઔરંગઝેબ ફિલ્મ ફ્લૉપ તો નહીં જ થાય, પણ તેના હિટ થવાનાં ચાંસેસ પણ બહુ ઓછા છે. અર્જુનની એક્ટિંગ નિઃશંકપણે સારી છે, પરંતુ વાર્તામાં કંઈ નવું નથી.

English summary
Aurangzeb Movie Review Aurangzeb movie, starring Arjun Kapoor, Sasha Agha in main lead, is interestingly set in land mafia or the upsurge of Gurgoan from a small village on map to India's one of the biggest and fastest growing city. Movie also features Prithviraj Sukumaran, Amrita Singh, Jackie Shroff, Rishi Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X