For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાર બાર દેખો રિવ્યૂ: યે ઇશ્ક નહિ આશાન, બસ ઇતના સમજ લો

|
Google Oneindia Gujarati News

યે ઇશ્ક નહિ આશાન, બસ ઇતના સમજ લો. નિત્યા મહેરાની ફિલ્મ બાર બાર દેખોમાં સિદ્ધાર્થ અને કેટરીના કંઈક આવું જ સમજાવશે. પ્રેમ નિભાવવો અને કોઈ સંબંધને ટકાવી રાખવું કેટલું મુશ્કિલ છે.

ટાઈમ ટ્રાવેલ પર આધારિત આ ફિલ્મમાં પ્રેમ, ઇમોશનલ, કોમેડી અને ટવિસ્ટ બધું જ છે. વર્ષ 1990 થી લઈને 2045ની પુરી કહાની. પરંતુ ફિલ્મમાં જો કોઈ કમી છે તો તે સારા અભિનેતા અને નિર્દેશનની.

સીધી વાત છે કે જો ફિલ્મમાં શાહરુખ ખાન કે પછી સલમાન ખાન જેવા અભિનેતા હોય તો નિર્દેશક કહાની સાથે રિસ્ક લઇ શકે છે. કારણકે ફેન્સ તેમની ફિલ્મો વારંવાર જોઈ શકે છે. પરંતુ સિદ્ધાર્થ અને કેટરીના પર આ રિસ્ક ભારે પડી શકે છે.

કહાની

કહાની

ફિલ્મની કહાની જય વર્મા (સિદ્ધાર્થ) અને દિયા (કેટરીના ) પર આધારિત છે. જય એક મહાન ગણિતજ્ઞ છે નંબર સાથે રમવું તેના માટે ખુબ જ સરળ છે. પરંતુ પ્રેમને સમજવાના મામલે તે ઘણો જ કમજોર છે.

કહાની

કહાની

જયારે દિયાના જીવનનું એક જ લક્ષ્ય છે કે જયની પત્ની બનવું દિયા એક આર્ટિસ્ટ છે અને તેને ઝિંદાદિલ રીતે જ જીવવું પસંદ છે.

કહાનીમાં ટવિસ્ટ

કહાનીમાં ટવિસ્ટ

જય અને દિયાના લગ્ન થવાના હોય છે. પરંતુ લગ્નના એક દિવસ પહેલા જ જયને ટાઈમ ટ્રાવેલનો પાવર મળી જાય છે. જે ગમે તે સમયમાં પહોંચી શકે છે.

કહાનીમાં ટવિસ્ટ

કહાનીમાં ટવિસ્ટ

ટાઈમ ટ્રાવેલ ઘ્વારા તે પોતાની પત્ની સાથે થાઇલેન્ડમાં હનીમૂન, તેના બાળકની ડિલિવરી અને તેનું રિટાયરમેન્ટ પણ જોઈ શકે છે. આ બધાનો અંત કઈ રીતે થાય છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવા જવું પડશે

અભિનય

અભિનય

જય અને દિયાના રોલમાં સિદ્ધાર્થ અને કેટરીના ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. પરંતુ દમદાર કાસ્ટની જરૂર ચોક્કસ હતી.

નિર્દેશન

નિર્દેશન

નિત્યા મહેરાનું નિર્દેશન ખુબ જ કમજોર છે. ફિલ્મનો સેકન્ડ હાફ તમને બોર કરી દેશે.

મ્યુઝિક

મ્યુઝિક

મ્યુઝિકના મામલે ફિલ્મ એકદમ પરફેક્ટ છે. ફિલ્મના ગીતો ખુબ જ કેચી છે જે તમને ગાવા પર મજબુર કરી દેશે.

તકનીકી પક્ષ

તકનીકી પક્ષ

ફિલ્મનો પહેલો હાફ ખુબ જ સીધો છે. પરંતુ બીજો હાફ થોડો બોર કરી નાખે તેવો છે. ફિલ્મના નિર્દેશન પર થોડું વધારે ધ્યાન આપવું જોઈતું હતું. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ઘણો જ સારો છે.

સારી વાત

સારી વાત

આ એક સુંદર ફિલ્મ છે. સુંદર લોકેશન, કેટરીના કૈફનો બદલાયો અંદાઝ, સિદ્ધાર્થની સ્ટાઇલ બધું જ તમને જોવામાં સારું લાગશે. ફિલ્મનું મ્યુઝિક પણ આપણે સારું લાગશે.

નેગેટિવ વાતો

નેગેટિવ વાતો

ફિલ્મની ઢીલી કહાની, કમજોર નિર્દેશન, કેટરીનાની કમજોર એક્ટિંગ. આ બધું જ તમને બોર કરી નાખશે.

English summary
Baar Baar dekho movie review katrina kaif sidharth malhotra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X