• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાજીરાવ મસ્તાનીનો ફિલ્મ રિવ્યૂ: એક જ શબ્દ અદ્ધભૂત!

|
Google Oneindia Gujarati News

આ ફિલ્મને અમે 3 સ્ટાર પ્લસ 1 સ્ટાર એમ કુલ 4 સ્ટાર આપ્યા છે. સંજય લીલા ભણસાળીએ આ ફિલ્મ બનાવવા માટે 12 વર્ષ માટે રાહ જોઇ. આ ફિલ્મ તેમનો ડ્રિમ પ્રોજેક્ટ હતો. સંજય માટે બાજીરાવ મસ્તાની જેમ કેમરોનની "અવતાર" સમાન હતી.

રણવીર સિંહ, દિપીકા પાદુકોણ, પ્રિયંકા ચોપરાને દર્શાવતી આ હાઇ વોલ્ટેઝ ઔતિહાસિક ડ્રામા ધરાવતી આ ફિલ્મ પ્રેમ શબ્દ વિષે તમારો વિશ્વાસ વધુ દ્રઢ કરી દેશે. જો કે આ ફિલ્મમાં ઐતિહાસિક પાત્રોનો સંદર્ભ જરૂરથી લેવામાં આવ્યો છે પણ તે બાયોપીક નથી. તેમાં ઇતિહાર અને તથ્યો પણ કંઇક વિશેષ છે, થેક્સ ટૂ સંજય.

આ ફિલ્મના રિવ્યૂની વિગતવાર માહિતી આપતા પહેલા એટલું જરૂરથી કહીશ કે આ ફિલ્મ અનેક રીતે અદ્ધભૂત છે. તમે કદી કોઇ તેવી ફિલ્મ જોઇ છે જેના તમામ પાત્રો તે ભલેને પછી લીડ કેરેક્ટર હોય કે સાઇડ તે તમામનો અભિનય બેનમૂન અને વખાણવા લાયક હોય. બાજીરાવ મસ્તાની તેવી ફિલ્મ છે. જેમાં તમામ કલાકારો નાનીથી લઇને મોટા તમામ જાણે પરફેક્ટ ફીટ બેસે છે. ત્યારે આ ફિલ્મના સારા-નસારા પાસા, સ્ટોરી, સંજયજીનું ડાયરેક્શન અને ફિલ્મ જોવી કે નહીં તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ફિલ્મની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મમાં પ્રેમને તમામ ધર્મથી ઉપર બતાવ્યો છે. બાજીરાવ (રણવીર સિંહ) એક નીડર અને હિરોઇક પેશવા છે જે તેના તમામ યુદ્ધમાં જીતવા માટે તનતોડ મહેનત કરે છે અને તેનાથી પણ વધુ મહેનત કરે છે તેની મસ્તાની (દિપીકા પાદુકોણ)ના સન્માનને સાચવવા માટે. જે વાત તેની પહેલી પત્ની કાશીબાઇ (પ્રિયંકા ચોપડા) અને પેશવા પરિવારના અન્ય લોકોને કાંટાની જેમ ખૂંચે છે.

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મમાં તમામ મુખ્ય પાત્ર તેમના પ્રેમ અને સન્માન માટે બલિદાન આપે છે. તો શું અજય બાજીરાવ તેની મસ્તાની માટેના યુદ્ઘમાં જીત મેળવે કે પછી અસફળ રહે છે તે જાણવા તો તમારે આ ફિલ્મ જોવી જ રહી.

અભિનય

અભિનય

રણવીર સિંહ, દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ એવોર્ડ વીનીંગ અભિનય કર્યો છે. આમાંથી કોણ સારું અને કોણ ઓછું સારું તે કહેવું બિલકુલ અશક્ય છે. ફિલ્મમાં રણવીર અને દિપીકાનો મોટો રોલ છે. કાશીબાઇની ભૂમિકા નાની છે પણ તેના વગર આ ફિલ્મ અને ફિલ્મનો અંત અધૂરો છે.

રણવીર દિપીકા કેમેસ્ટ્રી

રણવીર દિપીકા કેમેસ્ટ્રી

આ ફિલ્મમાં રણવીર સિંહ અને દિપીકા પાદુકોણની કેમેસ્ટ્રી અદ્ધભૂત છે. તેવું લાગતું જ નથી કે તે બાજીરાવ અને મસ્તાનીના પાત્રને ભજવી રહ્યા છે તેવું લાગે છે કે ખરેખરમાં તે આ પાત્રોને જીવી રહ્યા છે.

બાજીરાવ મસ્તાનીના સારા પાસા

બાજીરાવ મસ્તાનીના સારા પાસા

આ એક પેસેનેટ રોમાન્ટિક ફિલ્મ છે. તેના ભવ્ય યુદ્ધ સીનો અને ભાવનાત્મક વળાંકો દર્શકોને જકડી રાખે તેમ છે.

નિર્દેશન

નિર્દેશન

બાજીરાવ મસ્તાની સંજય લીલા ભણસાળીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ છે. કેટલીક સુંદર ફ્રેમ વર્કે, અદ્ઘભૂત લોકેશન, વિશાળ યુદ્ધ સીન, બીજીરાવ મસ્તાનીમાં તેવું બધુ છે જે એક શ્રેષ્ઠ ફિલ્મમાં હોવું જોઇએ.

સંગીત

સંગીત

આ ફિલ્મની આખી સ્ટોરી સુંદર સંગીતના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. વળી ફિલ્મનો મરાઠી તડકો, બ્રેક ગ્રાઉન્ડ સંગીત આ ફિલ્મમાં પ્રાણ પૂરે છે.

3 સ્ટાર પ્લસ એક સ્ટાર, કેમ?

3 સ્ટાર પ્લસ એક સ્ટાર, કેમ?

આ ફિલ્મને અમે 3 સ્ટાર આપ્યા છે પણ વધારોનો એક સ્ટાર સંજય લીલા ભણસાળીના અદ્ધભૂત નેરેશન અને નિર્દેશનથી લઇને રણવીર, દિપીકા અને પ્રિયંકાની અદ્ધભૂત અદાકારી માટે આપ્યો છે. આ માટે તેમના વખાણ કરવા જ રહ્યા.

અંજૂ મોદી

અંજૂ મોદી

આ ફિલ્મના કોસ્ચ્યૂમ ડિઝાઇન અંજૂ મોદીનો ખાસ ઉલ્લેખ કરવો જ રહ્યો. આ ફિલ્મમાં તેણે કોસ્ચ્યૂમ ડિઝાઇનમાં જે બારીકી બતાવી છે તે વખાણવી જ રહી.

બાજીરાવ મસ્તાનીના માઇન્સ પોઇન્ટ

બાજીરાવ મસ્તાનીના માઇન્સ પોઇન્ટ

બાજીરાવ મસ્તાનીના એક ઐતિહાસિક ફિલ્મ છે તેથી બની શકે તે આજની જનરેશન જોડે મોટા પાયે કનેક્ટ ના થઇ શકે. જો કે આ વાતને છોડી ફિલ્મમાં કોઇ કહેતા કોઇ માઇન્સ પોઇન્ટ નથી.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

તમે દિપીકા, પ્રિયંકા, રણવીર અને સંજયના બિગ ફેન ના પણ હોવ તેમ છતાં પણ તમારે આ ફિલ્મ એક વાર તો મોટા પડદે જોવી જ જોઇએ. આ ફિલ્મ સંજયજીની માસ્ટરપીસ છે. અને ઇતિહાસને આ ફિલ્મમાં અદ્ધભૂત રીતે દર્શાવ્યો છે.

English summary
Bajirao mastani film review: This Ranveer Singh-Deepika Padukone-Priyanka Chopra starrer is a high-voltage historical drama and will surely renew your faith in nothing but true love, and it will surely hit you right in the heart!
Read in English:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X