For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: 'બરેલી કી બરફી'માં મીઠાશ ઉમેરી છે રાજકુમાર રાવે

'બરેલી કી બર્ફી' ફિલ્મનો રિવ્યૂ અને રેટિંગ વાંચો અહીં..

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: બરેલી કી બરફી

કાસ્ટ: આયુષ્માન ખુરાના, કૃતિ સૅનન, રાજકુમાર રાવ

ડાયરેક્ટર: અશ્વિની ઐયર તિવારી

પ્રોડ્યૂસર: વીનિત જૈન, રેણુ રવિ ચોપરા

લેખક: નિતેશ તિવારી, શ્રેયસ જૈન, રજત નોનિયા

પ્લસ પોઇન્ટ: રાજકુમાર રાવ

માઇનસ પોઇન્ટ: નબળો સ્ક્રિનપ્લે, ફિલ્મ ધીરે-ધીરે આગળ વધે છે

કેટલા સ્ટાર: 3

પ્લોટ

પ્લોટ

ઉત્તર પ્રદેશના નાનકડા શહેરમાં મોટી થયેલ બિટ્ટી(કૃતિ સૅનન)ને તેના માતા-પિતાએ એક છોકરાની માફક જ ઉછેરી છે. તે નાના શહેરની શાંત, શરમાળ યુવતી નથી. તે સિગરેટ પીવે છે, ડ્રિંક્સ લે છે, ઇંગ્લિશ મૂવિ જુએ છે અને તેને બ્રેક ડાન્સ કરવો પસંદ છે. તેના માતા-પિતાને બિટ્ટીની આ લાઇફસ્ટાયલ સામે કોઇ વાંધો નથી, પરંતુ બિટ્ટીને મળતાં યુવકોને વાંધો છે. અનેક રિજેક્શન્સ અને બે એન્ગેજમેન્ટ ટૂટ્યા બાદ બિટ્ટીને લાગે છે કે તે આ નાનકડા શહેરમાં નહીં રહી શકે, આથી તે ઘરેથી ભાગી નીકળે છે. રેલ્વે સ્ટેશન પર તેના હાથમાં એક બૂક આવે છે, બરેલી કી બરફી. આ નોવેલની નાયિકા બિલકુલ બિટ્ટી જેવી જ હોય છે. આ નોવેલ વાંચ્યા બાદ તે પોતાના ઘરે પરત ફરે છે આ બુકના પબ્લિશર ચિરાગ દુબે(આયુષ્માન ખુરાના)ને કોન્ટેક્ટ કરે છે, કારણ કે તેને બુકના રાઇટરને મળવું હોય છે.

પ્લોટ

પ્લોટ

આ વાર્તાનો સાચો લેખક ચિરાગ પોતે જ છે, તેણે પોતાની પ્રેમિકા બબલીની યાદમાં આ બૂક લખી છે, પરંતુ બબલી મેરિડ હોવાને કારણે તે બૂકના લેખક તરીકે પોતાના મિત્ર પ્રિતમ વિદ્રોહી(રાજકુમાર રાવ)ના નામનો ઉપયોગ કરે છે. ચિરાગ બિટ્ટીને મળતાં જ તેના પ્રેમમાં પડે છે અને તેને ઇમ્પ્રેસ કરવા માટે પોતાના ફ્રેન્ડ પ્રિતમના નામે એક વાર્તા ઘડી કાઢે છે. ત્યાર બાદ તેને ખ્યાલ આવે છે કે, બિટ્ટીને બૂકના લેખકને મળવામાં રસ છે. આથી તે પ્રિતમને બિટ્ટીને મળવા મનાવે છે, સાથે જ તે પ્રિતમને બિટ્ટીને અણગમો આવે એ રીતે વર્તન કરવાની સલાહ આપે છે. ચિરાગ ઇચ્છે છે કે, બિટ્ટી લેખકને મળીને નિરાશ થાય. શું ચિરાગની આ ટ્રિક કામ કરશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

એશ્વિની ઐયર તિવારીની ડેબ્યૂ ફિલ્મ હતી 'નીલ બટે સન્નાટા'. આ ફિલ્મ દ્વારા દર્શકોના મન મોહ્યા બાદ તેઓ ફરી એકવાર એક સંવેદનશીલ વાર્તા સાથે દર્શકો સામે આવ્યા છે. ફિલ્મની પટકથા થોડી નબળી છે અને વાર્તા ઘણી ધીમી આગળ વધે છે. જો કે, અશ્વિનીનું ડાયરેક્શન વખાણવા યોગ્ય છે. બરેલી જેવા શહેરમાં આકાર લેતી આ વાર્તામાં લોકલ ટચવાળા ડાયલોગ લખવામાં લેખકો સફળ રહ્યાં છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

કૃતિ સૅનન આ વખતે પોતાના રોલ સાથે ન્યાય કરવામાં સફળ રહી છે. આયુષ્માન ખુરાનાનો રોલ તમને તેની ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ'ની યાદ અપાવશે, જો કે આ ફિલ્મનું તેનું કેરેક્ટર થોડું વધારે સંવેદનશીલ છે અને હંમેશની માફક તેણે સુંદર એક્ટિંગ કરી છે. સૌથી આલિશાન પર્ફોમન્સ આપ્યું છે રાજકુમાર રાવે. સાદા-સીધા સાડીના સેલ્સમેનમાંથી તે લેખક બનીને બિટ્ટીને મળે છે અને ત્યારે જે ટ્રાન્સફોર્મેશન સ્ક્રિન પર જોવા મળે છે એ ખરેખર વખાણવા યોગ્ય છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મયૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મયૂઝિક

ફિલ્મની સિનેમેટોગ્રાફીને કારણે વાર્તામાં વધુ ડેપ્થ આવી છે, એડિટિંગ થોડું વધુ શાર્પ હોત તો ફિલ્મ વધુ અસરકારક બની હોત. ફિલ્મના ત્રણેક સોંગ્સ લોકોને થોડા સમય માટે સાંભળવા ગમે એવા છે, જ્યારે બાકીના ગીતો ખાસ અસર ઉપજાવી શકે એવા નથી.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

હળવી ડ્રામા ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય. ખાસ કરીને રાજકુમાર રાવનું પર્ફોમન્સ મન જીતનારું છે, જ્યારે પણ રાજકુમાર સ્ક્રિન પર આવે છે ત્યારે તમે સ્મિત કર્યા વગર નહીં રહી શકો.

English summary
Read movie review of the film Bareilly Ki Barfi in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X